મોરબીમાં ઓવરટેઇકની લ્હાયમાં કાર દિવાલ સાથે ટકરાઇ, બે યુવાનો સારવારમાં ટંકારા શૈક્ષિક મહાસંઘ દ્વારા ગુરુવંદન કાર્યક્રમ યોજાયો વાંકાનેરની રાતીદેવડી શાળામાં સંસ્કૃત કક્ષનો શુભારંભ મોરબી અને વાંકાનેરમાં હાર્ટ એટેકથી મહિલા, યુવાન અને આધેડનું મોત મોરબીના રવાપર ગામે એપાર્ટમેન્ટના આઠમા માળેથી નીચે ઝંપલાવીને યુવાને જીવન ટુકવ્યું મોરબી હળવદ અને માળીયાના જૂના ઘાટીલામાં જુગારની 3 રેડમાં 9 શખ્સ પકડાયા મોરબી જિલ્લામાં દારૂની હેરાફેરીમાં સંડોવાયેલ રાજસ્થાનના શખ્સને પાસા હેઠળ ઝડપી લઈને સાબરમતી જેલ હવાલે કરાયો મોરબી સમસ્ત બ્રહ્મસમાજના તેજસ્વિ વિદ્યાર્થીઓનું રાજ્ય મંત્રી કાંતિભાઈ અમૃતિયા અને કનકેશ્વરી માતાજીના હસ્તે કરાયું સન્માન
Breaking news
Morbi Today

વાંકાનેરમાં દુકાનમાં લાકડાની રજી આવતી હોય મિસ્ત્રી કામ કરતા યુવાનને પિતા-પુત્રએ માર માર્યો


SHARE







વાંકાનેરમાં દુકાનમાં લાકડાની રજી આવતી હોય મિસ્ત્રી કામ કરતા યુવાનને પિતા-પુત્રએ માર માર્યો

વાંકાનેરમાં મિસ્ત્રી કામ કરતો યુવાન પોતાની દુકાન પાસે પ્લાયવુડ કાપતો હતો ત્યારે બાજુમાં દુકાન ધરાવતા વેપારી અને તેના દીકરે યુવાન પાસે આવીને પ્લાયવુડ દુકાનની અંદર કાપવાનું કહ્યું હતું અને ત્યાર બાદ તું દરરોજ અમારી દુકાનમાં રજી ઉડાવે છે તેવું કહીને જેમ ફાવે તેમ ગાળો આપી હતી અને ત્યાં પડેલ લાકડી વડે ફરિયાદીને માથામાં માર મારીને ઇજા કરવામાં આવી હતી જેથી ભોગ બનેલ યુવાનને સારવાર માટે લઈને ગયા હતા ત્યારબાદ તેણે વાંકાનેર સિટી પોલીસ સ્ટેશન ખાતે બે શખ્સોની સામે ફરિયાદ નોંધાવેલ છે.

બનાવની જાણવા મળતી માહિતી મુજબ વાંકાનેર તાલુકાના સિંધાવદર ગામે રહેતા અને મિસ્ત્રી કામ કરતા તોફીકઅખ્તરભાઈ અલીભાઈ માણસિયા (૩૮)એ હાલમાં ભુપેન્દ્રભાઈ ચંદુભાઈ કુમખાણીયાઅને ચંદુભાઈ રામજીભાઈ કુમખાણીયા રહે. બંને જીનપરા વાંકાનેર વાળાની સામે ફરિયાદ નોંધાવેલ છે જેમાં તમે જણાવ્યું છે કે ચંદ્રપુર ગામે એબીસી એગ્રો બિઝનેસ સેન્ટરની આગળ ડિજિટલ પ્લાય નામની તેની દુકાન આવેલ છે અને તે ફરિયાદી પોતાની દુકાન પાસે પ્લાયવુડ કાપતો હતો ત્યારે આરોપીઓની બાજુમાં દુકાન આવેલ હોય તેણે ફરિયાદી પાસે આવીને દુકાનમાં રજી ઉડે છે જેથી પ્લાયવુડ દુકાનની અંદર કાપવું તેવું કહ્યું હતું જેથી ફરિયાદીએ સારુ અંદર કામ કરીશ તેવું કહ્યું હતું ત્યારે આરોપીઓએ તું દરરોજ અમારી દુકાનમાં રજી ઉડાવે છે એવું કહીને જેમ ફાવે તેમ ગાળો આપી હતી અને ત્યાં દુકાનમાં પડેલ લાકડી વડે ફરિયાદીને માથાના ભાગે માર માર્યો હતો જેથી ઈજા પામેલ યુવાનને સારવાર માટે હોસ્પિટલ લઈ ગયા હતા અને ત્યારબાદ યુવાને ભુપેન્દ્રભાઈ અને તેના પિતા ચંદુભાઈની સામે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી છે.

બાઇક સ્લીપ

મોરબી તાલુકાના નીચી માંડલ ગામે રહેતો કુંડારીયા દિલીપભાઈ વલમજીભાઇ (45) નામનો યુવાન ઊંચી માંડલ ગામ વચ્ચેથી બાઇક લઈને પસાર થઈ રહ્યો હતો ત્યારે કોઈ કારણસર બાઈક સ્લીપ થતા અકસ્માત થયો હતો જેમાં તેને ઇજા થતાં સારવાર માટે મોરબીની શિવમ હોસ્પિટલમાં લઈને આવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપીને આ બનાવની મોરબી તાલુકા પોલીસને જાણ કરવામાં આવી છે.






Latest News