મોરબી નાગરિક સહકારી બેંકનું મંત્રી-સાંસદની હાજરીમાં રીનોવેશન કામ શરૂ કરાયું મોરબીના શૈક્ષિક મહાસંઘ દ્વારા શિક્ષકોના હિતમાં મેયરને કરવામાં આવી રજૂઆત મોરબીના શૈક્ષિક મહાસંઘ દ્વારા વિર સાવરકર વિશે પ્રશ્ન પૂછવા બદલ શિક્ષકને સસ્પેન્ડ કરવાના વિરોધમાં કલેકટરને આવેદન અપાયું મોરબી જીલ્લામાં વિવિધ સંગઠનોના શ્રમિકોના પડતર પ્રશ્નો માટે ભારતીય મજબૂર સંઘ દ્વારા આવેદન અપાયું જીવા રાજી તો શિવ રાજી: મોરબીમાં શ્રાવણના પ્રથમ સોમવારે જરૂરિયાતમંદ લોકોને ભોજન કરાતું યંગ ઈન્ડિયા ગ્રૂપ મોરબીમાં નિર્શિવ ફાઉન્ડેશન અને ગુજરાત સાહિત્ય અકાદમી દ્વારા કવિ સંમેલન-કાવ્યલેખન સ્પર્ધાનું આયોજન ગુજરાત કેસરી સ્ટેટ પાવર લિફ્ટિંગ ચેમ્પિયનશિપ મોરબીની દીકરીએ મેળવ્યો બ્રોન્ઝ મેડલ મોરબીની પોલીસ લાઈન કન્યા પ્રાથમિક શાળામાં બાળ સંસદની ચૂંટણી યોજાઇ
Breaking news
Morbi Today

મોરબી પાલિકાએ બનાવીને બંધ કરી દીધેલ નંદીઘરની સંપૂર્ણ વિગત કોંગ્રેસે માંગી: માહિતી ન મળે તો આંદોલન


SHARE







મોરબી પાલિકાએ બનાવીને બંધ કરી દીધેલ નંદીઘરની સંપૂર્ણ વિગત કોંગ્રેસે માંગી: માહિતી ન મળે તો આંદોલન

મોરબીને ઢોરમુક્ત બનાવવા માટે પાલીકાએ નંદીઘર બનાવેલ હતું જો કે, તેને વહીવટદારના શાસન દરમ્યાન ખર્ચ ઘટાડવા માટે બંધ કરી દેવામાં આવેલ છે જો કે, આ નંદીઘર બન્યું ત્યારથી લઈને બંધ કરવામાં આવ્યું ત્યા સુધી કરવામાં આવેલ ખર્ચની માહિતી ત્યાં રાખવામા આવેલ રઝળતા ઢોરની તારીખ વાઈઝ વિગત સાથે મોરબી શહેર કોંગ્રેસના પ્રમુખ દ્વારા માંગવામાં આવી છે. અને તેના માટે પાલિકાને 15 દિવસનું અલ્ટિમેટમ આપવામાં આવ્યું છે.

મોરબી શહેર કોંગ્રેસ પ્રમુખ પુષ્પરાજસિંહ જાડેજાએ પાલિકાના વહિવટદાર પાસેથી નંદીઘરની માહિતી માંગી છે. જેમાં જણાવ્યુ છે કે, મોરબી શહેરમાં ભાજપની સતા હતી ત્યારે મોરબીને ઢોરમુક્ત કરવા નંદીઘર બનાવવામાં આવ્યું છે. તેવી જાહેરાત કરવામાં આવી હતી. જો કે આજની તારીખે પણ રઝળતા ઢોરનો પશ્ન યથાવત છે. આ નંદીઘર બનાવવા માટે થઈને પાલીકાના કયા હેડમાંથી રૂપિયા વાપરવામાં આવ્યા ?, આ નંદીઘર બનાવવા માટે કઈ કઈ સંસ્થા તરફથી દાન મળેલ હતું ?, જેની સંસ્થાના નામ સહિત આંકડાકીય માહિતી તારીખ વાઈઝ આપવામાં આવે તેવી માંગ કરી છે

 

વધુમાં આ નંદીઘર કયારથી ચાલુ કરવામાં આવેલ હતું અને કયારે બંધ કરવામાં આવેલ છે ?, આ નંદીઘર બનાવવામાં આવેલ ત્યારથી બંધ કર્યા સુધીમાં કુલ કેટલા ઢોર રાખવામાં આવેલ હતા ?, આ નંદીઘર બનાવવા માટે થઈને જે પાલીકાએ ખર્ચ કરેલ છે તે રકમ કયા હેડમાં ઉધારવામાં આવી છે ? જેની આકડાકીય વિગતો તારીખ વાઈઝ પુરી પાડવી, આ નંદીઘરની અંદર કુલ કેટલા કર્મચારીઓ કામ કરતા હતા ? અને તે કર્મચારીઓને કેટલો પગાર ચુકવવામાં આવતો હતો ?, આ નંદીઘરમાં રાખવામાં આવતા રઝળતા ઢોરને નંદીઘરમાં મુકવા માટે કઈ સંસ્થાઓ આવતી હતી? જેના નામ સાથે વિગતો પુરી પાડવી, આ નંદીઘરમાં રાખવામાં આવેલ ઢોર માટે ઘાસચારો અને અન્ય વસ્તુઓની જે ખરીદી કરવામાં આવતી હતી તે વસ્તુઓની ખરીદી ક્યાંથી કરવામાં આવતી હતી ?, આ નંદીઘરમાં મુકવામાં આવેલા કન્ટેનરની ખરીદી ક્યાંથી કરવામાં આવેલ હતી અને શું ભાવથી ખરીદી કરવામાં આવેલ હતી ? અને આ માહિતી જો આગામી 15 દિવસમાં નહિ આપવામાં આવે તો નાછુટકે આંદોલન કરવાની શહેર કોંગ્રેસ પ્રમુખ ચીમકી ઉચ્ચારી છે.






Latest News