મોરબીમાં ઓવરટેઇકની લ્હાયમાં કાર દિવાલ સાથે ટકરાઇ, બે યુવાનો સારવારમાં ટંકારા શૈક્ષિક મહાસંઘ દ્વારા ગુરુવંદન કાર્યક્રમ યોજાયો વાંકાનેરની રાતીદેવડી શાળામાં સંસ્કૃત કક્ષનો શુભારંભ મોરબી અને વાંકાનેરમાં હાર્ટ એટેકથી મહિલા, યુવાન અને આધેડનું મોત મોરબીના રવાપર ગામે એપાર્ટમેન્ટના આઠમા માળેથી નીચે ઝંપલાવીને યુવાને જીવન ટુકવ્યું મોરબી હળવદ અને માળીયાના જૂના ઘાટીલામાં જુગારની 3 રેડમાં 9 શખ્સ પકડાયા મોરબી જિલ્લામાં દારૂની હેરાફેરીમાં સંડોવાયેલ રાજસ્થાનના શખ્સને પાસા હેઠળ ઝડપી લઈને સાબરમતી જેલ હવાલે કરાયો મોરબી સમસ્ત બ્રહ્મસમાજના તેજસ્વિ વિદ્યાર્થીઓનું રાજ્ય મંત્રી કાંતિભાઈ અમૃતિયા અને કનકેશ્વરી માતાજીના હસ્તે કરાયું સન્માન
Breaking news
Morbi Today

મોરબીના રફાળેશ્વર ગામે મેળા માટેની હરરાજી કાલે યોજાશે


SHARE







મોરબીના રફાળેશ્વર ગામે મેળા માટેની હરરાજી કાલે યોજાશે

મોરબીના જાંબુડિયા ગામે ગ્રામ પંચાયત દ્વારા મેળાના મેદાનની હરરાજી કરવાનું આયોજન કરવામાં આવ્યું હતું જો કે, હરરાજીમાં ભાગ લેવા માટે આવેલ પાર્ટીઓએ સ્થળ ઉપર પાણી ભરેલ છે જેથી કરીને સોઇલ ટેસ્ટ કરવા માટેની માંગ કરી હતી જેથી શુક્રવારે હરરાજી કરવામાં આવી ન હતી અને હવે શનિવારે રફાળેશ્વર મેળા મેદાન માટે હરરાજીની કાર્યવાહી કરવામાં આવશે તેવું જાણવા મળેલ છે.

મોરબીના રફાળેશ્વર ગામે શ્રાવણ મહિનાની અમાસના દિવસે મેળાનું આયોજન કરવામાં આવે છે તેવી જ રીતે આ વર્ષે પણ મેળાનું આયોજન કરવામાં આવ્યું છે તેના માટે તા 16 ના રોજ હરરાજીનું આયોજન કરવામાં આવ્યું હતું જો કે, હરાજીમાં ભાગ લેવા માટે આવેલ પાર્ટીઓએ મેળાના મેદાનમાં પાણી ભરેલ છે જેથી કરીને સરકારની એસોપી મુજબ પહેલા જમીનનો સોઇલ ટેસ્ટ કરવામાં આવે ત્યાર પછી હરરજી કરવામાં આવે તેવી શક્યતા છે જેથી કરીને કાલે તા 17 ના રોજ રફાળેશ્વર મેળા મેદાન માટે સવારે 11 કલાકે હરરાજી રાખવામા આવેલ છે. તેવું જાંબુડિયા ગ્રામ પંચાયતના સરપંચની યાદીમાં જણાવ્યુ છે.






Latest News