ડીઝલના ધાંધિયા શરૂ: મોરબી જિલ્લામાં નાયરાના મોટાભાગના પંપ ઉપર ડીઝલનું વેચાણ બંધ, સરકારી પેટ્રોલ પંપ ઉપર પણ ડીઝલનો જથ્થો મર્યાદિત ટંકારાના રાજ્ય એવોર્ડી શિક્ષિકા જીવતીબેન પીપલિયાના ત્રણ પુસ્તકનું ભવ્ય અનાવરણ મોરબીમાં રવિવારથી ભાણદેવજી મહારાજની શ્રીમદ ભાગવત સપ્તાહનો પ્રારંભ મોરબીના હાર્દ સમાન મુખ્ય ત્રણ માર્ગો ઉપર ભારે વાહનોની પ્રવેશબંધી: બે માર્ગને વન-વે જાહેર કરાયા ચોંકાવનારો કિસ્સો: મોરબીમાં મકાન ભાડાના પૈસાના બદલે પત્ની-પુત્રીને દુષ્કર્મમાં ધકેલતા નરાધમ સહિત બે ની ધરપકડ, એકની શોધખોળ મોરબીમાં શંકાસ્પદ બાઇક સાથે એક શખ્સ પકડાયો મોરબી નજીક યુવાનના લમણે એરગન મૂકીને 1.60 લાખના મુદ્દામાલની લૂંટના કરવાના ગુનામાં યુપીમાં 21 ગુનામાં સંડોવાયેલ રીઢા આરોપીની ધરપકડ હળવદ તાલુકામાં કરવામાં આવેલ કરોડો રૂપિયાની સરકારી જમીનના કૌભાંડમાં વધુ એક આરોપીની ધરપકડ
Breaking news
Morbi Today

ટંકારા તાલુકામાં જમીનની માથાકૂટમાં યુવાનને મારી નાખવાની ધમકી: પથ્થરના ઘા કરીને ઘરે બારી-દરવાજા અને કારના કાચ તોડી નાખ્યા


SHARE











ટંકારા તાલુકામાં જમીનની માથાકૂટમાં યુવાનને મારી નાખવાની ધમકી: પથ્થરના ઘા કરીને ઘરે બારી-દરવાજા અને કારના કાચ તોડી નાખ્યા

ટંકારા તાલુકાના નાના ખીજડીયા ગામે રહેતા યુવાનની જમીન આરોપી પાસે હોય ફરિયાદી તથા તેના પરિવારજનો પોતાની જમીન પરત માનતા હતા. જે બાબતે આરોપીઓએ ફરિયાદી વિરુદ્ધ સિવિલ કોર્ટમાં કેસ કરેલ છે જે કેસનો ચુકાદો ફરિયાદી તરફ આવે તેવી શક્યતા છે તે બાબતનો ખાર રાખીને ફરિયાદી યુવાનને જમીન તેઓના નામે કરી આપવા માટે ફોન ઉપર તેમજ રૂબરૂ મળીને ગાળો આપીને જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવે છે અને ફરિયાદીના ઘર પાસે આવી પથ્થરના ઘા કરીને ઘરના કાચ તથા બહાર પડેલ કારના કાચ તોડી નાખીને નુકસાન કરેલ છે જેથી કરીને ભોગ બનેલા યુવાન દ્વારા ટંકારા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે હાલમાં ચાર શખ્સોની સામે ફરિયાદ નોંધાવવામાં આવેલ છે.

જાણવા મળતી માહિતી પ્રમાણે ટંકારા તાલુકાના નાના ખીજડીયા ગામે રહેતા ફિરોજભાઈ હુસેનભાઇ આગરીયા (41) એ હાલમાં ટંકારા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે નુરમહમદભાઈ ભુરાભાઈ આગરીયા અને સિરાજભાઈ નૂરમહમદભાઈ આગરીયા રહે. બંને બજરંગવાડી રાજકોટ તેમજ રમજાનભાઈ ઉર્ફે વાલો હારૂનભાઇ ઉઠામણા અને બીલાલ દિલાવરભાઈ ઉઠામણા રહે. બંને દૂધની ડેરી પાસે હૈદરી ચોક રાજકોટ વાળાની સામે ફરિયાદ નોંધાવી છે જેમાં જણાવ્યું છે કે, ફરિયાદીની જમીન આરોપી નૂરમહમદભાઈ આગરીયા પાસે હોય તે જમીન ફરિયાદી અને તેના પરિવારજન પરત માંગતા હતા જે આરોપી નૂરમહમદભાઈ અને સિરાજભાઈને સારું નહીં લાગતા તે બાબતે ફરિયાદી સામે તેણે સિવિલ કોર્ટમાં કેસ કર્યો હતો અને તે કોર્ટ ચુકાદો ફરિયાદીની તરફે આવે તેવી શક્યતા છે જેથી ફરિયાદીને જમીન પોતાના નામે કરી આપવાનું કહીને રમઝાનભાઈ અને બિલાલભાઈ દ્વારા અવારનવાર રૂબરૂ મળીને તથા ફોન ઉપર ગાળો આપીને જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવે છે અને તેમજ ફરિયાદીના ઘર પાસે આવીને ઘરે છુટા પથ્થરના ઘા કરીને ઘરમાં બારી દરવાજાના કાચ તથા બહાર પડેલ કારના કાચ તોડી નાખીને નુકસાન કર્યું હતું. જેથી ભોગ બનેલા યુવાન દ્વારા નોંધાવવામાં આવેલ ફરિયાદ આધારે પોલીસે ગુનો નોંધીને આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરી છે.






Latest News