મોરબીમાં સમસ્ત હિન્દુ સેવા ગ્રુપ ગુજરાત દ્વારા સર્વજ્ઞાતિ સમૂહલગ્નનું આયોજન મોરબીમાં રબારી અને ભરવાડ સમાજની સભામાં શિક્ષણ, સંગઠન અને રાજકારણ ઉપર ભાર મુક્તા આગેવાનો મોરબીમાં ધક્કાવાળી મેલડી માતાજીના નવરંગ માંડવાનું આયોજન:  ચૈત્રી નવરાત્રી નિમિતે રાસ ગરબાનું આયોજન હળવદના રાયસંગપર-મયુરનગર વચ્ચે નજીવી વાતમાં યુવાનને ચાર શખ્સોએ પાઇપ-ધોકા વડે મારમાર્યો મોરબીનો સિરામિક ઉદ્યોગ યુએસ સહિતના દેશોમાં એક્સપોર્ટ માર્કેટ ગુમાવે તેવા તેવા સંકેત, કન્ટેનરના ડેમરેજ-સરચાર્જ સામે એક્સપોર્ટરો માટે રાહતના સમાચાર સોશ્યલ મીડિયાનો ફાયદો: મોરબી નજીકથી ગુમ થયેલ યુવાન જામનગરમાંથી મળી આવ્યો મોરબીના લાલબાગ સેવા સદનમાં વૃક્ષોનું નિકંદન કાઢી નાખ્યું ! સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના આવતા : મોરબી જિલ્લા ભાજપ કાર્યાલય શ્રી કમલમ ખાતે મહત્વની બેઠક યોજાઈ
Breaking news
Morbi Today

વાંકાનેરના તરકીયા ગામે સીમના રસ્તે રેતીનો ઢગલો દૂર કરવાનું કહેતા યુવાન સહિત ત્રણ વ્યક્તિને પાંચ શખ્સોએ લાકડી વડે માર માર્યો


SHARE











વાંકાનેરના તરકીયા ગામે સીમના રસ્તે રેતીનો ઢગલો દૂર કરવાનું કહેતા યુવાન સહિત ત્રણ વ્યક્તિને પાંચ શખ્સોએ લાકડી વડે માર માર્યો

વાંકાનેર તાલુકાના તરકીયા ગામની સીમમાં ખેતર પાસે રસ્તા ઉપર રેતીનો ઢગલો કરનારાઓને રેતીનો ઢગલો દૂર કરવા માટે થઈને કહ્યું હતું જે તેને સારું નહીં લાગતા પાંચ શખ્સો દ્વારા બોલાચાલી કરી માથાકૂટ કરી હતી અને ત્રણ વ્યક્તિઓને લાકડી વડે માર મારવામાં આવ્યો હતો જેથી ઈજા પામેલા વ્યક્તિઓને સારવાર માટે હોસ્પિટલમાં લાવ્યા હતા અને ત્યારબાદ યુવાને નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે ગુનો નોંધી આરોપીઓને પકડવા માટે ચક્રોગતિમાન કરેલ છે.

જાણવા મળતી માહિતી મુજબ વાંકાનેર તાલુકાના તરકીયા ગામની સીમમાં વાડીએ રહેતા અશોકભાઈ અરજણભાઈ ડાભી (45) એ હાલમાં જગા વજુ ભરવાડ, સંજય ભના ભરવાડ, નાથા વાઘા ભરવાડ અને હાથી ભરવાડ રહે બધા તરકીયા વાળાની સામે ફરિયાદ નોંધાવેલ છે જેમાં જણાવ્યુ છે કે, ફરિયાદી તથા હરેશભાઈ અને વિજયભાઈ વાડીએ હાજર હતા ત્યારે આરોપીઓ તેઓની વાડીના સેઢા પાસે રસ્તા ઉપર રેતીનો ઢગલો કરતા હતા અને ફરિયાદીએ રેતીનો ઢગલો દૂર કરવા માટે તેને કહ્યું હતું. જે આરોપીઓને સારું ન લાગતા જગા ભરવાડે ઉશ્કેરાઈ જઈને તેના પાસે રહેલ લાકડી વડે ફરિયાદીને માર માર્યો હતો તેમજ સંજયભરવાડે ડાબા પગમાં લાકડી વડે માર માર્યો હતો. અને નાથા ભરવાડે માથામાં લાકડી મારી હતી અને ત્યારે ફરિયાદીને બચાવવા માટે હરેશભાઈ અને વિજયભાઈ વચ્ચે પડતાં તેને પણ લાકડી વડે માર માર્યો હતો અને ઇજા કરેલ છે જેથી ઇજા પામેલ ત્રણેય વ્યક્તિઓને સારવાર માટે હોસ્પિટલે ખસેડવામાં આવ્યા હતા અને ત્યારબાદ વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન ખાતે યુવાને ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધીને પાંચેય આરોપીઓને પકડવા માટે તજવીક શરૂ કરી છે.






Latest News