ટંકારા નજીક આવેલ ધર્મજીવન કોટનની ઓફીસમાં જુગાર રમતા 19 શખ્સો 3.10 લાખનો મુદામાલ કબ્જે મોરબીના ખારચિયા ગામે કુવામાં ડૂબી જતા તરૂણ અને ટંકારાના બંગાવડી ગામે વાડીએ કુંડીમાં ડૂબી જવાથી બાળકનું મોત માળીયા (મી)ના નાના દહીસરા ગામ પાસે રેલવે ટ્રેક ઉપર એન્જિનની હડફેટે ચડી જતા આધેડનું મોત: વાંકાનેર બાઉન્ડ્રી પાસે હોટલની રૂમમાં બેભાન અવસ્થામાં યુવાનનું મોત ટંકારાના લજાઈ અને વાંકાનેરના સિંધાવદર ગામ પાસે જુગારની રેડમાં કુલ 11 શખ્સો ઝડપાયા હળવદના સુંદરગઢ ગામના પુલ પાસે ટ્રક ટ્રેલરના ચાલકે ઇકો અને ટ્રકને હડફેટે લીધા બાદ રાહદારી આધેડે કચડી નાખતા ઘટના સ્થળે જ મોત ટંકારા-વાંકાનેરમાં બે ઘરફોડ ચોરીની ઘટનાને અંજામ આપનારા વડોદરા-અમદાવાદના બે શખ્સની 4.39 લાખના મુદ્દામાલ સાથે ધરપકડ હળવદના રાતાભે ગામે ઘરમાં જુગાર રમતા 8 ઝડપાયા: 1.27 લાખનો મુદ્દામાલ કબજે મોરબી જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે જિલ્લા અધ્યક્ષ જયંતીભાઈ રાજકોટીયાના હસ્તે ધ્વજવંદન, નાની બરાર ગામમાં સરપંચ દ્વારા વિદ્યાર્થીઓને સ્ટેશનરી કીટનું વિતરણ
Breaking news
Morbi Today

વાંકાનેરમાં મેળાનું મેદાન રાખનારે સોયલ ટેસ્ટ કરી આપવા પાલિકાને કહ્યું !: ફરી હરાજી કરાશે: ચીફ ઓફિસર


SHARE







વાંકાનેરમાં મેળાનું મેદાન રાખનારે સોયલ ટેસ્ટ કરી આપવા પાલિકાને કહ્યું !: ફરી હરાજી કરાશે: ચીફ ઓફિસર

વાંકાનેરમાં જન્માષ્ટમીના મેળા માટેનું મેદાન હરાજી કરીને આપવામાં આવ્યું હતું અને ત્યારે હરાજીમાં સાત પાર્ટી દ્વારા ભાગ લેવામાં આવ્યો હતો. જેમાં સૌથી વધુ 18 લાખની બોલી બોલવામાં આવી હતી જેથી તે પાર્ટીને મેળાનું મેદના આપવામાં આવ્યું હતું જો કે, આજે રકમ ભરવા માટેનો છેલ્લો દિવસ હતી અને મેદાન રાખનારે રકમ પાલીકમાં જમા કરાવેલ નથી, જેથી અધિકારી સાથે વાત કરતાં તેમણે કહ્યું હતું કે, “મેદાન રાખનારે સોયલ ટેસ્ટ કરીને મેદાન આપવા માટે કહ્યું છે જેથી પાલિકા દ્વારેય સોયલ ટેસ્ટ કરાવી આપવામાં આવશે અને ત્યાર પછી પણ તે રૂપિયા ન ભારે તો શું તે પ્રશ્ન ઊભો થયેલ છે.

વાંકાનેર પાલિકા કચેરી ખાતે થોડા દિવસો પહેલા ચીફ ઓફિસર ગીરીશ સરૈયા તથા વહીવટદાર અને મામલતદાર યુ.વી. કાનાણીની હાજરીમાં મેળાના મેદાન માટેની હરાજી કરવામાં આવી હતી ત્યારે સાત પાર્ટીઓએ તેમાં ભાગ લીધેલ હતો. અને 3.10 લાખની બેઝ પ્રાઇઝથી મેળાના મેદાનની હરાજી શરૂ કરવામાં આવી હતી. જેમાં ગ્લોબલ ડેવલપમેન્ટ દ્વારા 3.25 લાખ, અમરનાથ ટ્રેડર્સ દ્વારા 3.50 લાખ અને‌ જય ગોપાલ ટ્રેડિંગ દ્વારા 18 લાખની બોલી બોલવામાં આવી હતી.

આ હરાજીમાં સૌથી ઊંચી બોલી જય ગોપાલ ટ્રેડિંગ દ્વારા લગાવવામાં આવતા મેળા માટેનું મેદાન પાલિકા દ્વારા જય ગોપાલ ટ્રેડિંગને આપવામાં આવ્યું છે. અને આ મેદાન માટેની રકમ પાલીકમાં ભરવા માટેનો આજે છેલ્લો દિવસ હતો. જો કે, હજુ સુધી જય ગોપાલ ટ્રેડિંગ દ્વારા પાલિકાની તિજોરીમાં રકમ જમા કરાવવામાં આવી નથી જેથી કરીને આ બાબતે ચીફ ઓફિસર ગીરીશ સરૈયા સાથે વાત કરતાં તેમણે જણાવ્યુ હતું કે, જેને મેદાન લાગેલ છે તેમના દ્વારા આ વખતે મેળા માટેના જે નિયમો બનાવવામાં આવેલ છે તેમાં સોયલ ટેસ્ટ કરાવાની છે જે પાલિકા દ્વારા કરાવીને આપવામાં આવે તેવું કહેવામા આવ્યું છે જેથી કરીને પાલિકા સોયલ ટેસ્ટ કરાવી આપશે. અને આ ટેસ્ટનો રિપોર્ટ આવે ત્યાં સુધી પાર્ટીને રકમ ભરવા માટેની મુદત આપવામાં આવશે.

જો કે, સોયલ ટેસ્ટ પાલિકા કરાવી આપે ત્યાર પછી પણ જો પાર્ટી દ્વારા મેળાના મેદાન માટેની રકમ જમા કરાવવામાં નહીં આવે તો શું થશે તેવા સવાલના જવાબમાં ચીફ ઓફિસરે જણાવ્યુ હતું કે, હરાજીમાં સૌથી ઊંચી બોલી અને ત્યાર પછીના ક્રમે આવતી બોલી વચ્ચે ઘણો મોટો ગાળો છે જેથી કરીને સંસ્થાને આર્થિક નુકશાન થાય તેમ છે જેથી કરીને મેળાના મેદાન માટે ફરીથી હરાજી કરવામાં આવે તેવી પણ શક્યતાને નકારી શકાય તેમ નથી. હવે જોવાનું એ રહ્યું કે, પાલિકા દ્વારા સોયલ ટેસ્ટ કરાવી આપવામાં આવે ત્યાર બાદ જેને હરજીમાં 18 લાખમાં મેળાનું મેદાન લાગ્યું હતું તેના દ્વારા રૂપિયા પાલિકામાં ભરવામાં આવે છે કે નહીં.






Latest News