મોરબીના ખારચિયા ગામે કુવામાં ડૂબી જતા તરૂણ અને ટંકારાના બંગાવડી ગામે વાડીએ કુંડીમાં ડૂબી જવાથી બાળકનું મોત માળીયા (મી)ના નાના દહીસરા ગામ પાસે રેલવે ટ્રેક ઉપર એન્જિનની હડફેટે ચડી જતા આધેડનું મોત: વાંકાનેર બાઉન્ડ્રી પાસે હોટલની રૂમમાં બેભાન અવસ્થામાં યુવાનનું મોત ટંકારાના લજાઈ અને વાંકાનેરના સિંધાવદર ગામ પાસે જુગારની રેડમાં કુલ 11 શખ્સો ઝડપાયા હળવદના સુંદરગઢ ગામના પુલ પાસે ટ્રક ટ્રેલરના ચાલકે ઇકો અને ટ્રકને હડફેટે લીધા બાદ રાહદારી આધેડે કચડી નાખતા ઘટના સ્થળે જ મોત ટંકારા-વાંકાનેરમાં બે ઘરફોડ ચોરીની ઘટનાને અંજામ આપનારા વડોદરા-અમદાવાદના બે શખ્સની 4.39 લાખના મુદ્દામાલ સાથે ધરપકડ હળવદના રાતાભે ગામે ઘરમાં જુગાર રમતા 8 ઝડપાયા: 1.27 લાખનો મુદ્દામાલ કબજે મોરબી જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે જિલ્લા અધ્યક્ષ જયંતીભાઈ રાજકોટીયાના હસ્તે ધ્વજવંદન, નાની બરાર ગામમાં સરપંચ દ્વારા વિદ્યાર્થીઓને સ્ટેશનરી કીટનું વિતરણ મોરબી નવયુગ ગ્રૂપ ઓફ એજ્યુકેશનમાં સ્વતંત્રતા દિવસની ઉજવણી કરાઇ: મુસ્કાન વેલફેર સોસાયટીનું વહીવટી તંત્રએ કર્યું સન્માન
Breaking news
Morbi Today

મોરબીમાં ઘુટુ રોડ ઉપર ભંગારના ડેલામાંથી 322 કિલો તાંબા અને પિત્તળનો શંકાસ્પદ જથ્થો કબજે: તપાસ શરૂ


SHARE







મોરબીમાં ઘુટુ રોડ ઉપર ભંગારના ડેલામાંથી 322 કિલો તાંબા અને પિત્તળનો શંકાસ્પદ જથ્થો કબજે: તપાસ શરૂ

મોરબીના ઘુટુ રોડ ઉપર આવેલ ભંગારના ડેલામાંથી તાંબા અને પિત્તળનો શંકાસ્પદ 322 કિલો જથ્થો મળી આવ્યો હતો. જેથી કરીને એલસીબી ની ટીમ દ્વારા કુલ મળીને 1,57,100 ની કિંમત નો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે અને ભંગારના ડેલા વાળા પાસેથી જરૂરી આધાર પુરાવા મંગાવવામાં આવ્યા છે.

મોરબી જીલ્લાના જુદા જુદા વિસ્તારમાં કોપર વાયર, પ્લેટિનિયમ વાયર વગેરે જેવી કિંમતી વસ્તુઓની ચોરી કરીને તેનું ભંગારવાળાઓને ત્યાં વેચાણ કરવામાં આવતું હોય તેવું અગાઉ અનેક વખત સામે આવ્યું છે તેવામાં મોરબીના જુના રોડ ઉપર આવેલ ગોપાલની પાછળના ભાગમાં આરીફભાઈ ઈસ્માઈલભાઈ મકવાણા નો ભંગારનો ડેલો આવેલ છે ત્યાં એલસીબીની ટીમ દ્વારા ચેક કરવામાં આવ્યું હતું ત્યારે સ્થળ ઉપરથી ધીરુભાઈ લાભુભાઈ વરાણીયા (37) રહે. વીસીપરા વાળો મળી આવ્યો હતો અને તેની પ્રાથમિક પૂછપરછમાં આ ભંગારનો ડેલો આરીફભાઈ ઈસ્માઈલભાઈ મકવાણા રહે. ખાટકીવાસ મોરબી અને ઇમરાનભાઈ ઉમરભાઈ ભટ્ટી રહે. પંચાસર રોડ મોરબી વાળાનો હોવાનું સામે આવ્યું હતું અને ત્યાં ચેક કરવામાં આવ્યું હતું ત્યારે ભંગારના ડેલામાંથી આધાર પુરાવા વગરનો તાંબા પિત્તળ નો ભંગારનો જથ્થો મળી આવ્યો હતો જેથી કરીને પોલીસે કુલ મળીને 1,57,100 ની કિંમતનો મુદ્દા માલ સ્થળ ઉપરથી કબજે કર્યો છે અને આગળની કાર્યવાહી હાથ ધરી છે.

વધુમાં પોલીસ સૂત્રો પાસેથી જાણવા મળતી વિગત પ્રમાણે ભંગારના ડેલામાં ચેક કરવામાં આવ્યું હતું ત્યારે 92 કિલો પિત્તળ જેની કિંમત 41,400, તાંબા પીતળનો ભંગાર ભરેલ નવ બાચકા જેનો વજન 151 કિલો અને તેની કિંમત 98,150 તેમજ તાંબાની એંગલ અને પતરા જેનો વજન 21 કિલો અને કિંમત 13,650 મોટરનો તાંબાનો વાયર બાંધેલો એંગલ વાળી 10 નંગ પ્લેટ જેનો વજન ૫૮ કિલો અને તેની કિંમત 2900 તેમજ જુના એસી ડ્રાઇવ 10 નંગ જેની કિંમત 1,000 એમ કુલ મળીને 1,57,100 ની કિંમતનો મુદ્દામાં પડતી મિલકત તરીકે કબજે કરીને પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે અને ભંગારના ડેલા વાળા પાસેથી જરૂરી આધાર પુરાવા મંગાવવામાં આવ્યા છે અને હાલમાં કબ્જે કરવામાં આવેલ મુદ્દામાલ બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે મુકવામાં આવ્યો છે.

મારામારીમાં ઇજા

મોરબીના નાનીવાવડી ગામે રહેતા ગૌતમભાઈ હીરાભાઈ ઉભડીયા (28) નામના યુવાનને મારામારીના બનાવમાં ગામ પાસે ઈજા થઈ હતી જેથી કરીને ઇજાગ્રસ્ત હાલતમાં તેને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લાવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપીને હોસ્પિટલ મારફતે મોરબી તાલુકા પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી કરી છે અને આ બનાવની પ્રાથમિક તપાસ ફિરોજભાઈ સુમરા દ્વારા કરવામાં આવી હતી.

મહિલા સારવારમાં

મોરબી તાલુકાના જાંબુડીયા ગામે રહેતા સંગીતાબેન સંજયભાઈ ઝોલાપરા (36) નામની મહિલાને ઘરે હતી ત્યારે ત્યાં માર મારવામાં આવતા ઇજાગ્રસ્ત મહિલાને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લાવ્યા હતા ત્યાં તેને સારવાર આપીને આ બનાવની મોરબી તાલુકા પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી કરી છે આ બનાવની પ્રાથમિક તપાસ એચ.એમ. ચાવડા દ્વારા કરવામાં આવી હતી.

અકસ્માતમાં ઇજા

માળીયા મીયાણા ખાતે રહેતા સુભાન ઇબ્રાહીમભાઇ જેડા (44) નામના યુવાનને મોરબી માળિયા હાઇવે રોડ પર આવેલ ગાળા ગામના પાટીયા પાસે વાહન અકસ્માતના બનાવમાં ઈજા થઈ હતી જેથી સારવાર માટે મોરબીની ખાનગી હોસ્પિટલમાં લઈને આવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપ્યા બાદ આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી તાલુકા પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.






Latest News