મોરબી તાલુકા પોલીસે ઓપરેશન મિલાપ અંતર્ગત ગુમ-અપહરણ થયેલ ૩૬ લોકોનું પરિવાર સાથે કરાવ્યુ મિલન મોરબીમાં ઓનલાઈન 100 કુર્તિ મંગાવનારા યુવાન સાથે છેતરપિંડી કરનાર આરોપી સુરતમાંથી ઝડપાયો મોરબી ડિસ્ટ્રિક્ટ કોર્ટ સંકુલમાં સફાઈ-ગટર લાઇનના નિકાલની કામગીરી પૂર્ણ મોરબીના નહેરુ ગેટ ચોક, રવાપર અને શનાળા રોડ સહિતના માર્ગો ઉપરથી દબાણો હટાવ્યા નારી વંદન ઉત્સવ: મોરબી-વાંકાનેર ખાતે મહિલા સ્વાવલંબન દિવસની ઉજવણી કરાઈ મોરબીની ઓમવીવીઆઈએમ કોલેજ ખાતે મહિલા સુરક્ષા દિવસની ઉજવણી કરાઈ મોરબી જિલ્લામાં ૨૫ ઓગસ્ટે યોજાશે જિલ્લા સ્વાગત કાર્યક્રમ: કલા મહાકુંભ ૨૦૨૬-૨૭ ના રજીસ્ટ્રેશનની મુદત લંબાવાઈ મોરબીના વીરપરડા ગામના કુવાને લઈને ચાલતી અફવાઓથી દૂર રહેવા જિલ્લા કલેકટર સ્વપ્નિલ ખરે એ કરી અપીલ
Breaking news
Morbi Today

મોરબીમાં નટરાજ ફાટક પાસે અકસ્માતમાં ઇજા પામેલ વૃદ્ધનું સારવારમાં મોત​​​​​​​ 


SHARE







મોરબીમાં નટરાજ ફાટક પાસે અકસ્માતમાં ઇજા પામેલ વૃદ્ધનું સારવારમાં મોત 

મોરબીના સામાકાંઠા વિસ્તારમાં નટરાજ ફાટકથી જૂની પોસ્ટ ઓફિસ તરફ જવાના રસ્તા ઉપર થી બાઇક લઈને પસાર થતા વૃદ્ધના બાઇકને પાછળથી આવી રહેલી બાઈકના ચાલકે ઠોકર મારી હતી જેથી કરીને અકસ્માત સર્જાયો હતો અને વૃદ્ધને ઈજાઓ થઈ હતી માટે તેને મોરબી બાદ વધુ સારવાર માટે અમદાવાદ લઈ ગયા હતા જોકે સારવાર કારગત ન નિવડતા વૃદ્ધનું મોત નિપજ્યું છે. જેથી કરીને મૃતકના દીકરાએ અકસ્માત સર્જનાર સામે હાલમાં મોરબી બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે

બનાવની જાણવા મળતી હોય તો મને મોરબી નજીકના નવી ટિંબડી પાસે આનંદ હોટલની બાજુમાં રહેતા શૈલેષભાઈ રતનસંગભાઈ જારીયા જાતે કારડીયા રાજપુત (ઉંમર ૩૩)એ બાઇક નંબર જીજે ૩૮ અરબી ૩૩૭૭ નાં ચાલક જયદીપભાઇ દિલીપભાઈ અકબરી જાતે પટેલ (ઉંમર ૨૪) રહે. ગુજરાત હાઉસિંગ બોર્ડ પરશુરામ સોસાયટી વાળાની સામે ફરિયાદ નોંધાવી છે જેમાં તેમણે જણાવ્યું છે કે તેઓના પિતા રતનસંગભાઈ અમરસંગભાઈ જારીયા (ઉંમર ૬૬) પોતાનું બાઇક નંબર જીજે ૩૬ ડી ૭૩૩૮ લઈને મોરબીના સામાકાંઠા વિસ્તારમાં નટરાજ ફાટક થી જૂની પોસ્ટ ઓફિસ જવાના રસ્તા ઉપરથી પસાર થતા હતા ત્યારે ગત ૭/૧૦ ના રોજ સાંજના આઠ વાગ્યાના અરસામાં આરોપીએ પોતાના બાઈકથી તેઓના પિતાના બાઈકને પાછળથી ઠોકર મારી હતી જેથી કરીને અકસ્માત સર્જાયો હતો અને તેમાં રતનસંગભાઈને માથાના ભાગે ગંભીર ઇજાઓ થઇ હોવાના કારણે પ્રથમ મોરબી અને ત્યાંથી વધુ સારવાર માટે અમદાવાદ ખાતે લઇ ગયા હતા જોકે સારવાર કારગત ન નિવડતા તેઓનું સારવાર દરમિયાન મૃત્યુ નિપજ્યું છે. જેથી કરીને અકસ્માતના બનાવની શૈલેષભાઈએ મોરબી બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવતા પોલીસે જયદીપભાઇ અકબરીની સામે ગુનો નોંધીને તેને પકડવા માટે તજવીજ શરૂ કરે છે






Latest News