મોરબીના ખારચિયા ગામે કુવામાં ડૂબી જતા તરૂણ અને ટંકારાના બંગાવડી ગામે વાડીએ કુંડીમાં ડૂબી જવાથી બાળકનું મોત માળીયા (મી)ના નાના દહીસરા ગામ પાસે રેલવે ટ્રેક ઉપર એન્જિનની હડફેટે ચડી જતા આધેડનું મોત: વાંકાનેર બાઉન્ડ્રી પાસે હોટલની રૂમમાં બેભાન અવસ્થામાં યુવાનનું મોત ટંકારાના લજાઈ અને વાંકાનેરના સિંધાવદર ગામ પાસે જુગારની રેડમાં કુલ 11 શખ્સો ઝડપાયા હળવદના સુંદરગઢ ગામના પુલ પાસે ટ્રક ટ્રેલરના ચાલકે ઇકો અને ટ્રકને હડફેટે લીધા બાદ રાહદારી આધેડે કચડી નાખતા ઘટના સ્થળે જ મોત ટંકારા-વાંકાનેરમાં બે ઘરફોડ ચોરીની ઘટનાને અંજામ આપનારા વડોદરા-અમદાવાદના બે શખ્સની 4.39 લાખના મુદ્દામાલ સાથે ધરપકડ હળવદના રાતાભે ગામે ઘરમાં જુગાર રમતા 8 ઝડપાયા: 1.27 લાખનો મુદ્દામાલ કબજે મોરબી જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે જિલ્લા અધ્યક્ષ જયંતીભાઈ રાજકોટીયાના હસ્તે ધ્વજવંદન, નાની બરાર ગામમાં સરપંચ દ્વારા વિદ્યાર્થીઓને સ્ટેશનરી કીટનું વિતરણ મોરબી નવયુગ ગ્રૂપ ઓફ એજ્યુકેશનમાં સ્વતંત્રતા દિવસની ઉજવણી કરાઇ: મુસ્કાન વેલફેર સોસાયટીનું વહીવટી તંત્રએ કર્યું સન્માન
Breaking news
Morbi Today

હળવદ, મોરબી અને વાંકાનેરમાં જુગારની ત્રણ રેડ: 11 શખ્સ પકડાયા, નાસી ગયેલ 4 શખ્સની શોધખોળ


SHARE







હળવદ, મોરબી અને વાંકાનેરમાં જુગારની ત્રણ રેડ: 11 શખ્સ પકડાયા, નાસી ગયેલ 4 શખ્સની શોધખોળ

હળવદ તાલુકાના ટીકર, મોરબીના લાયન્સનગર અને વાંકાનેરના રાજાવડલા પાસે જુગારની ત્રણ રેડ કરી હતી ત્યારે કુલ મળીને 11 શખ્સો જુગાર રમતા પકડાયા હતા જો કે, હળવદના ટીકરમાં રે કરી ત્યારે પોલીસને જોઈને ચાર શખ્સ નાસી ગયા હતા જેથી તેને પકડવા માટે પોલીસે તજવીજ શરૂ કરી છે

હળવદ તાલુકાના ટીકર ગામની સીમમાં સાર્દુલભાઈ રઘુભાઈ કોળી નામનો શખ્સ ચકલા પોપટનો જુગાર રમાડતો હોવા અંગેની હકીકત મળી હતી જેના આધારે પોલીસે ત્યાં જુવારની રેડ કરી હતી ત્યારે સ્થળ ઉપર જુગાર રમી રહેલા શખ્સોમાં નાસભાગ મચી ગઈ હતી અને પોલીસને જોઈને ચાર શખ્સો નાસી ગયા હતા જોકે પોલીસે સ્થળ ઉપરથી યોગેશભાઈ ધનજીભાઈ ચાવડા રહે. ટીકર વાળાની 6,600 ની રોકડ સાથે ધરપકડ કરી છે. અને સ્થળ ઉપરથી નાસી ગયેલા ચાર શખ્સોમાં દિનેશભાઈ ગાંડુભાઇ પરમાર, વિપુલભાઈ ગોરધનભાઈ રાણીવાડીયા, મેહુલભાઈ લાભુભાઈ કોળી અને  સાર્દુલભાઈ રઘુભાઈ કોળી રહે. બધા ટીકર વાળાનો સમાવેશ થાય છે આ પાંચેયની સામે હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જુગારધારા હેઠળ ગુનો નોંધીને નાસી ગયેલા ચાર શખ્સોને પકડવા માટે પોલીસે તજવીજ શરૂ કરી છે

મોરબીના લાયન્સનગર વિસ્તારમાં મંદિરની પાછળના ભાગમાં જુગાર રમતા હોવાની હકીકત મળી હતી જેના આધારે પોલીસે ત્યાં જુગારની રેડ કરી હતી તેના સ્થળ ઉપરથી રાજેશભાઈ મનજીભાઈ ચાવડા, ગૌતમભાઈ અમૃતભાઈ સોલંકી, અશોકભાઈ ડાયાભાઈ ધંધુકિયા, ભરતભાઈ ગીરીશભાઈ ચૌહાણ અને કમલેશભાઈ પમાભાઈ સોલંકી રહે. બધા વિજયનગર વાળા જુગાર રમતા મળી આવ્યા હતા જેથી પોલીસે તેની પાસેથી 3,620 ની રોકડ કબજે કરી હતી અને મોરબી બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધવામાં આવેલ છે

વાંકાનેર નજીક રાજાવડલા થી અમરસર ગામ તરફ જવાના કાચા રસ્તા ઉપર નાલા પાસે જુગાર રમતા હોવાની હકીકત મળી હતી જેના આધારે પોલીસે ત્યાં જુગારની રેડ કરી હતી અને ત્યારે સ્થળ ઉપરથી જુગાર રમતા સુરેશભાઈ શીવાભાઈ અબાસણીયા, મનસુખભાઈ શીવાભાઈ અબાસણીયા, કાળુભાઈ છગનભાઈ માણસુરીયા, કેશુભાઈ છગનભાઈ દેત્રોજા અને જયંતીભાઈ થોભણભાઈ બાબરીયા રહે બધા વાંકાનેર વાળા જુગાર રમતા મળી આવ્યા હતા જેથી કરીને પોલીસે તેની પાસેથી 10,750 ની રોકડ કબજે કરી હતી અને વાંકાનેર સિટી પોલીસ સ્ટેશન ખાતે જુગારધારા હેઠળ ગુનો નોંધીને પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.






Latest News