વાંકાનેરની રાણેકપર શાળામાં રાષ્ટ્રીય પોષણ માહની ઉજવણી કરાઈ મોરબી મનપામાં કતલખાના-નોનવેજની લારીઓ બંધ કરાવવાની માંગ સાથે હિંદુ સંગઠનના આગેવાનોના ધરણા-ધૂન: આંદોલનનું એલાન મોરબીના નવલખી પોર્ટ પર કેપ્ટન અરવિંદ મિશ્રાએ પદભાર સંભાળ્યો હે સાહેબ કલેક્ટર કેવી રીતે બનાઈ ?: મોરબીમાં કોફી વિથ કલેક્ટરના કાર્યક્રમમાં બાળકોએ કર્યો કલેક્ટરને પ્રશ્નો નમો સેવા ગાથા: વાંકાનેરમાં માર્કેટ ચોક કા રાજા ગણપતિ ઉત્સવમાં યોજાયેલ નાટકમાં ધારાસભ્ય જીતુભાઈ સોમાણી હાજર રહ્યા મોરબી જિલ્લા સમસ્ત બ્રહ્મસમાજ દ્વારા વડીલો અને વડીલ દંપતીનો સન્માન સમારોહ યોજાયો મોરબીના લજાઇ ગામે છાતીમાં દુખાવો ઉપડ્યા બાદ યુવાનનું મોત, પીપળીયા ચોકડી પાસે ટ્રકે ડબલ સવારી બાઇક ઉડાવ્યું મોરબીના સિરામિક ઉદ્યોગમાં વપરાતા ગેસનો ભાવ 4 માહિનામાં બમણો થઈ ગયો !, એક્સપોર્ટમાં 65 અને લોકલ માર્કેટમાં 20 ટકાનો ઘટાડો
Breaking news
Morbi Today

વાંકાનેરના લુણસરમાં તાવાના ચૂલા બાબતે યુવાનને બે મહિલા સહિત છ વ્યક્તિએ માર માર્યો


SHARE







વાંકાનેરના લુણસરમાં તાવાના ચૂલા બાબતે યુવાનને બે મહિલા સહિત છ વ્યક્તિએ માર માર્યો

વાંકાનેર તાલુકાના લુણસર ગામ તાવાના ચૂલા બાબતે અગાઉ બોલાચાલી થઈ હતી અને તે બાબતે બે શખ્સોની સામે ફરિયાદ પણ નોંધાઈ હતી ત્યારબાદ વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન ખાતે હાલમાં યુવાને મહિલા સહિત છ સામે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે

બનાવની જાણવા મળતી વિગતો મળે વાંકાનેર તાલુકાના લુણાસર ગામે રહેતા અશ્વિનભાઈ કાંતિભાઈ ચાવડા (ઉંમર ૨૯)એ હાલમાં વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન ખાતે છગનભાઈ કરશનભાઇ ચાવડા, પ્રેમીબેન છગનભાઈ ચાવડા રહે બંન્ને અમદાવાદ અને ભરતભાઈ જીવાભાઈ ચાવડા, શૈલેષભાઈ જીવાભાઈ ચાવડા, જીવાભાઈ હરિભાઈ ચાવડા અને ભાનુબેન જીવાભાઈ ચાવડા રહે. ચારેય લૂણસર વાળાની સામે તેને માર માર્યો હોવા અંગેની અને જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાની ફરિયાદ નોંધાવેલ છે જેમાં તેણે જણાવ્યું છે કે ગત તા ૧૬/૧૦ ના રોજ ચારેક વાગ્યાના અરસામાં તેના ગામે તાવાનું આયોજન છગનભાઈ અને પ્રેમીબેન દ્વારા કરવામાં આવ્યું હતું અને ત્યારે તાવાના ચૂલા બાબતે બોલાચાલી કરીને તેના પિતાને ગાળો આપી હતી ત્યાર બાદ બાકીના આરોપીઓએ ફરિયાદી અને તેના પિતાને ગાળો આપીને લોખંડના પાઇપ વડે માર મારીને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી જેથી કરીને અશ્વિનભાઈએ હાલમાં બે મહિલા સહિત છ સામે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે




Latest News