ટંકારા નજીક આવેલ ધર્મજીવન કોટનની ઓફીસમાં જુગાર રમતા 19 શખ્સો 3.10 લાખનો મુદામાલ કબ્જે મોરબીના ખારચિયા ગામે કુવામાં ડૂબી જતા તરૂણ અને ટંકારાના બંગાવડી ગામે વાડીએ કુંડીમાં ડૂબી જવાથી બાળકનું મોત માળીયા (મી)ના નાના દહીસરા ગામ પાસે રેલવે ટ્રેક ઉપર એન્જિનની હડફેટે ચડી જતા આધેડનું મોત: વાંકાનેર બાઉન્ડ્રી પાસે હોટલની રૂમમાં બેભાન અવસ્થામાં યુવાનનું મોત ટંકારાના લજાઈ અને વાંકાનેરના સિંધાવદર ગામ પાસે જુગારની રેડમાં કુલ 11 શખ્સો ઝડપાયા હળવદના સુંદરગઢ ગામના પુલ પાસે ટ્રક ટ્રેલરના ચાલકે ઇકો અને ટ્રકને હડફેટે લીધા બાદ રાહદારી આધેડે કચડી નાખતા ઘટના સ્થળે જ મોત ટંકારા-વાંકાનેરમાં બે ઘરફોડ ચોરીની ઘટનાને અંજામ આપનારા વડોદરા-અમદાવાદના બે શખ્સની 4.39 લાખના મુદ્દામાલ સાથે ધરપકડ હળવદના રાતાભે ગામે ઘરમાં જુગાર રમતા 8 ઝડપાયા: 1.27 લાખનો મુદ્દામાલ કબજે મોરબી જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે જિલ્લા અધ્યક્ષ જયંતીભાઈ રાજકોટીયાના હસ્તે ધ્વજવંદન, નાની બરાર ગામમાં સરપંચ દ્વારા વિદ્યાર્થીઓને સ્ટેશનરી કીટનું વિતરણ
Breaking news
Morbi Today

વડોદરા ખાતે લો કોસ્ટ સીવેજ ટ્રીટમેન્ટ પ્લાન્ટની મુલાકાત લેતા મોરબી જિલ્લાના સરપંચો


SHARE







વડોદરા ખાતે લો કોસ્ટ સીવેજ ટ્રીટમેન્ટ પ્લાન્ટની મુલાકાત લેતા મોરબી જિલ્લાના સરપંચો

સ્વચ્છતા અભિયાન અન્વયે અવારનવાર વિવિધ આયોજનો કરવામાં આવતા હોય છે ત્યારે હાલ મોરબી જિલ્લાની ગ્રામ પંચાયતના સરપંચઓ ગામમાં પ્રવાહી કચરાના યોગ્ય વ્યવસ્થાપન અર્થે વિસ્તૃત માહિતી મેળવી શકે તે હેતુથી વડોદરા જિલ્લાના પાદરા તાલુકામાં લુણા ગામે પાદરા ઇન્ડસ્ટ્રી એસોસિએશન દ્વારા તેમજ મહારાજા સાયાજીરાવ યુનિવર્સિટીના પ્રોફેસર યુ.ડી. પટેલના નેતૃત્વ હેઠળ વિકસાવવામાં આવેલા લો કોસ્ટ સીવેજ ટ્રીટમેન્ટ પ્લાન્ટની મુલાકાતનું આયોજન કરવામાં આવ્યું હતું. જે સંદર્ભે મોરબીની ૨૦ ગ્રામ પંચાયતના સરપંચશ્રીઓને આ ટ્રીટમેન્ટ પ્લાન્ટની મુલાકાત અંતર્ગત ટ્રીટમેન્ટ પ્લાન્ટની ડિઝાઇન અને અમલીકરણ સમયે આવેલ સમસ્યાઓ તેમજ આ સમસ્યાઓના નિરાકરણ બાબતે પાદરા ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશન દ્વારા કરવામાં આવેલ વિવિધ કામગીરી અંગે વિસ્તૃત માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.






Latest News