ટંકારા નજીક આવેલ ધર્મજીવન કોટનની ઓફીસમાં જુગાર રમતા 19 શખ્સો 3.10 લાખનો મુદામાલ કબ્જે મોરબીના ખારચિયા ગામે કુવામાં ડૂબી જતા તરૂણ અને ટંકારાના બંગાવડી ગામે વાડીએ કુંડીમાં ડૂબી જવાથી બાળકનું મોત માળીયા (મી)ના નાના દહીસરા ગામ પાસે રેલવે ટ્રેક ઉપર એન્જિનની હડફેટે ચડી જતા આધેડનું મોત: વાંકાનેર બાઉન્ડ્રી પાસે હોટલની રૂમમાં બેભાન અવસ્થામાં યુવાનનું મોત ટંકારાના લજાઈ અને વાંકાનેરના સિંધાવદર ગામ પાસે જુગારની રેડમાં કુલ 11 શખ્સો ઝડપાયા હળવદના સુંદરગઢ ગામના પુલ પાસે ટ્રક ટ્રેલરના ચાલકે ઇકો અને ટ્રકને હડફેટે લીધા બાદ રાહદારી આધેડે કચડી નાખતા ઘટના સ્થળે જ મોત ટંકારા-વાંકાનેરમાં બે ઘરફોડ ચોરીની ઘટનાને અંજામ આપનારા વડોદરા-અમદાવાદના બે શખ્સની 4.39 લાખના મુદ્દામાલ સાથે ધરપકડ હળવદના રાતાભે ગામે ઘરમાં જુગાર રમતા 8 ઝડપાયા: 1.27 લાખનો મુદ્દામાલ કબજે મોરબી જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે જિલ્લા અધ્યક્ષ જયંતીભાઈ રાજકોટીયાના હસ્તે ધ્વજવંદન, નાની બરાર ગામમાં સરપંચ દ્વારા વિદ્યાર્થીઓને સ્ટેશનરી કીટનું વિતરણ
Breaking news
Morbi Today

મોરબીના આઇટીઆઇ પાસેથી 52 બોટલ-48 બીયરના ટીન સાથે બે શખ્સની ધરપકડ: 3.27 લાખનો મુદામાલ કબજે


SHARE







મોરબીના આઇટીઆઇ પાસેથી 52 બોટલ-48 બીયરના ટીન સાથે બે શખ્સની ધરપકડ: 3.27 લાખનો મુદામાલ કબજે

મોરબીના મહેન્દ્રનગર પાસે આવેલ આઈટીઆઈ નજીકથી દારૂ ભરેલ કારને પોલીસે પકડી છે અને તેમાંથી જુદીજુદી બ્રાન્ડની દારૂ બોટલો તેમજ બીયરના ટીન મળી આવેલ છે જેથી પોલીસે દારૂ બીયર અને ગાડી મળીને 3,27,550 નો મુદામાલ કબ્જે કર્યો છે અને બે શખ્સની ધરપકડ કરેલ છે અને તેની પાસેથી વધુ એક શખ્સનું નામ સામે આવ્યું હોય તેને પકડવા તજવીજ ચાલી રહી છે.

જાણવા મળતી માહિતી મુજબ મોરબીના મહેન્દ્રનગર પાસે આવેલ આઈટીઆઈ નજીકથી તળાવ પાસેથી કાર નંબર જીજે 36 એજે 4700 પસાર થઈ રહી હતી તેને રોકીને પોલીસે ચેક કરી હતી ત્યારે તે ગાડીમાંથી દારૂની જુદીજુદી બ્રાન્ડની 52 બોટલ અને બીયરના 48 ટીન મળી આવ્યા હતા જેથી કરીને પોલીસે 27,550 ની કિંમતનો દારૂ તેમજ બિયર અને ત્રણ લાખની કાર આમ કુલ મળીને 3,27,550 નો મુદામાલ કબજે કર્યો હતો અને ગાડીમાં બેઠેલા ઉદય જોરૂભાઇ કપરડા જાતે કાઠી દરબાર (26) અને અનિરુદ્ધભાઈ જોરૂભાઇ કપરડા જાતે કાઠી દરબાર (24) રહે. બંને હાલ મહેન્દ્રનગર મોરબી, મૂળ રહે. કળમાદ જીલ્લો સુરેન્દ્રનગર વાળાની ધરપકડ કરી હતી અને આ આરોપીઓની પ્રાથમિક પૂછપરછમાં તેની પાસેથી રણુભાઈ લગધીરભાઈ કપરડા જાતે કાઠી દરબારનું નામ સામે આવ્યું છે જેથી ત્રણેય સામે ગુનો નોંધવામાં આવેલ છે અને ત્રીજા આરોપીને પકડવા માટે તજવીજ ચાલી રહી છે. આ કામગીરી સીટી બી ડિવિઝન પીઆઇ એન.એ.વસાવાના માર્ગદર્શન હેઠળ ભગવાનભાઈ રામજીભાઈ, ભરતભાઈ ઘેલાભાઈ, રાજેશભાઈ નરસંગભાઇ, વિજયભાઈ મુળુભાઈ, બ્રિજેશભાઈ જેસંગભાઈ, ધર્મેન્દ્રભાઈ મગનભાઈ, શક્તિસિંહ કિશોરસિંહ, પ્રદીપસિંહ બહાદુરસિંહ અને કમલેશકુમાર ગોવિંદભાઇ દ્વારા કરવામાં આવી હતી.






Latest News