ટંકારા નજીક આવેલ ધર્મજીવન કોટનની ઓફીસમાં જુગાર રમતા 19 શખ્સો 3.10 લાખનો મુદામાલ કબ્જે મોરબીના ખારચિયા ગામે કુવામાં ડૂબી જતા તરૂણ અને ટંકારાના બંગાવડી ગામે વાડીએ કુંડીમાં ડૂબી જવાથી બાળકનું મોત માળીયા (મી)ના નાના દહીસરા ગામ પાસે રેલવે ટ્રેક ઉપર એન્જિનની હડફેટે ચડી જતા આધેડનું મોત: વાંકાનેર બાઉન્ડ્રી પાસે હોટલની રૂમમાં બેભાન અવસ્થામાં યુવાનનું મોત ટંકારાના લજાઈ અને વાંકાનેરના સિંધાવદર ગામ પાસે જુગારની રેડમાં કુલ 11 શખ્સો ઝડપાયા હળવદના સુંદરગઢ ગામના પુલ પાસે ટ્રક ટ્રેલરના ચાલકે ઇકો અને ટ્રકને હડફેટે લીધા બાદ રાહદારી આધેડે કચડી નાખતા ઘટના સ્થળે જ મોત ટંકારા-વાંકાનેરમાં બે ઘરફોડ ચોરીની ઘટનાને અંજામ આપનારા વડોદરા-અમદાવાદના બે શખ્સની 4.39 લાખના મુદ્દામાલ સાથે ધરપકડ હળવદના રાતાભે ગામે ઘરમાં જુગાર રમતા 8 ઝડપાયા: 1.27 લાખનો મુદ્દામાલ કબજે મોરબી જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે જિલ્લા અધ્યક્ષ જયંતીભાઈ રાજકોટીયાના હસ્તે ધ્વજવંદન, નાની બરાર ગામમાં સરપંચ દ્વારા વિદ્યાર્થીઓને સ્ટેશનરી કીટનું વિતરણ
Breaking news
Morbi Today

મોરબીમાં રહેતી પરિણીતાના પૂર્વ પ્રેમીએ તેની અંગત પળો-વિડીયો કોલનું બીભત્સ રેકોર્ડિંગ વાઇરલ કર્યું !: આરોપીની ધરપકડ


SHARE







મોરબીમાં રહેતી પરિણીતાના પૂર્વ પ્રેમીએ તેની અંગત પળો-વિડીયો કોલનું બીભત્સ રેકોર્ડિંગ વાઇરલ કર્યું !: આરોપીની ધરપકડ

મોરબી શહેરમાં રહેતી મહિલાના પૂર્વ પ્રેમી દ્વારા તેની અંગત પળોના ફોટો અને વિડિયો તથા વ્હોટ્સએપ કોલના બીભત્સ વિડિયોનું મોબાઈલ સ્ક્રીન રેકોર્ડિંગ કરી લીધું હતું અને તેને પોતાની પાસે રાખી લીધેલ હતુ જેને હાલમાં વાયરલ કરવામાં આવ્યા છે જેથી કરીને મહિલાએ તેના પૂર્વ પ્રેમી સામે મોરબી જિલ્લાના સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવી હતી જેના આધારે પોલીસે ગુનો નોંધીને આરોપીની ધરપકડ કરેલ છે.

મોરબી શહેરી વિસ્તારની અંદર રહેતી મહિલાના પૂર્વ પ્રેમી દ્વારા તેના વર્ષો જૂના અંગત પળોના ફોટો અને વિડિયો તેમજ વ્હોટ્સએપ કોલમાં લીધેલ બીભત્સ વિડીયો પોતાની પાસે સેવ કરી લેવામા આવ્યા હતા અને તે વિડીયો અને ફોટોને હાલમાં વાયરલ કરવામાં આવ્યા છે જેથી કરીને ભોગ બનેલ મહિલા દ્વારા મોરબી જિલ્લાના સાઇબર ક્રાઇમ પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવવામાં આવી હતી જેના આધારે પોલીસે આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી હતી અને આ ગુનામાં આરોપી કિશનભાઇ વસંતભાઈ સોલંકી (29) રહે. વાંકાનેર વાળાની ધરપકડ કરીને પોલીસ દ્વારા આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે તેવી માહિતી મોરબી જિલ્લા સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનના પીઆઇ આર.એમ.પટેલ પાસેથી જાણવા મળેલ છે.

મારામારીમાં ઇજા

મોરબી તાલુકાના નવા જાંબુડીયા ગામે રહેતા સુખદેવભાઈ ભીખાભાઈ વાઘેલા (36) ને મારામારીના બનાવમાં ઈજા થઈ હતી જેથી ઈજા પામેલા હાલતમાં તેને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ લાવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપીને આ બનાવની મોરબી તાલુકા પોલીસને જાણ કરવામાં આવી છે.

વૃદ્ધ સારવારમાં

મોરબીના પંચાસર રોડ ઉપર આવેલ શ્યામ પાર્કમાં રહેતા ધનજીભાઈ ભીમજીભાઈ ફેફર (60) નામના વૃદ્ધ બાઈક લઈને મોરબીના પંચાસર રોડ ઉપર આવેલ સત્યમ હોલ પાસેથી પસાર થતા હતા ત્યારે અકસ્માતે તેનું બાઇક સ્લીપ થયું હતું હતું અને તેને સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં લઈને આવ્યા હતા અને આ બનાવવી મોરબી એ ડિવિઝન પોલીસને જાણ કરવામાં આવેલ છે.

ઝેરી દવા પીધી

જોડિયા તાલુકાના રસનાળ ગામે રહેતા કિશન લીંબાભાઇ દેવીપુજક (19) નામના યુવાને કોઈ કારણોસરથી દવા પી લેતા તેને સારવાર માટે મોરબીની મંગલમ હોસ્પિટલમાં લાવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપ્યા બાદ આ બનાવની હોસ્પિટલ મારફતે પ્રથમ મોરબી સીટી એ ડિવિઝન પોલીસને જાણ કરી હતી ત્યાર બાદ સ્થાનિક પોલીસને જાણ કરેલ છે.






Latest News