ટંકારા નજીક આવેલ ધર્મજીવન કોટનની ઓફીસમાં જુગાર રમતા 19 શખ્સો 3.10 લાખનો મુદામાલ કબ્જે મોરબીના ખારચિયા ગામે કુવામાં ડૂબી જતા તરૂણ અને ટંકારાના બંગાવડી ગામે વાડીએ કુંડીમાં ડૂબી જવાથી બાળકનું મોત માળીયા (મી)ના નાના દહીસરા ગામ પાસે રેલવે ટ્રેક ઉપર એન્જિનની હડફેટે ચડી જતા આધેડનું મોત: વાંકાનેર બાઉન્ડ્રી પાસે હોટલની રૂમમાં બેભાન અવસ્થામાં યુવાનનું મોત ટંકારાના લજાઈ અને વાંકાનેરના સિંધાવદર ગામ પાસે જુગારની રેડમાં કુલ 11 શખ્સો ઝડપાયા હળવદના સુંદરગઢ ગામના પુલ પાસે ટ્રક ટ્રેલરના ચાલકે ઇકો અને ટ્રકને હડફેટે લીધા બાદ રાહદારી આધેડે કચડી નાખતા ઘટના સ્થળે જ મોત ટંકારા-વાંકાનેરમાં બે ઘરફોડ ચોરીની ઘટનાને અંજામ આપનારા વડોદરા-અમદાવાદના બે શખ્સની 4.39 લાખના મુદ્દામાલ સાથે ધરપકડ હળવદના રાતાભે ગામે ઘરમાં જુગાર રમતા 8 ઝડપાયા: 1.27 લાખનો મુદ્દામાલ કબજે મોરબી જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે જિલ્લા અધ્યક્ષ જયંતીભાઈ રાજકોટીયાના હસ્તે ધ્વજવંદન, નાની બરાર ગામમાં સરપંચ દ્વારા વિદ્યાર્થીઓને સ્ટેશનરી કીટનું વિતરણ
Breaking news
Morbi Today

રાજ્યમાં ઈ ગ્રામ સેન્ટરને “શ્રમિક સહાયતા કેન્દ્ર” જાહેર કરતાં પંચાયત મંત્રી બ્રિજેશભાઇ મેરજા


SHARE







રાજ્યમાં ઈ ગ્રામ સેન્ટરને “શ્રમિક સહાયતા કેન્દ્ર” જાહેર કરતાં પંચાયત મંત્રી બ્રિજેશભાઇ મેરજા

રાજ્યનાં શ્રમ-રોજગાર અને પંચાયત મંત્રી બ્રિજેશ મેરજા દ્વારા લેવાયેલ મહત્વનો નિર્ણય e - SHRAM Portal ઉપર શ્રમયોગીઓની નોંધણી માટે ઈ ગ્રામ સેન્ટરને “ શ્રમિક સહાયતા કેન્દ્ર” જાહેર કરવા બાબત રાજ્યના શ્રમયોગીઓના કલ્યાણ માટે વિવિધ યોજનાઓ અને નીતિઓની અમલવારી થકી રાજ્ય સરકાર સંનિષ્ઠ પ્રયત્નો કરી રહી છે આવી યોજનાઓ શ્રમયોગીઓ સુધી પહોંચે અને તેનો લાભ શ્રમયોગીઓને સરળતાથી મળે તે બાબત સુનિશ્ચિત કરવા માટે રાજ્ય સરકાર પોતાના વિવિધ પ્રયત્નો કરી રહી છે

અસંગઠિત ક્ષેત્રના શ્રમયોગીઓની યોગ્ય રીતે નોંધણી થાય અને અસંગઠિત શ્રમયોગી તરીકે તેઓ પોતાની ઓળખ મેળવી તેને મળવાપાત્ર લાભ સરળતાથી મેળવતા થાય તે માટે ઘરેલુ કામદાર, સ્વરોજગાર મેળવતા શ્રમયોગી તેમજ અસંગઠિત ક્ષેત્રના શ્રમયોગીઓ પોતાની નોંધણી ભારત સરકારના શ્રમ અને રોજગાર મંત્રાલય દ્વારા સ્થાપિત e - SHRAM Portal ઉપર સરળતાથી કરી શકે તે માટેની ચિંતા સરકારે કરી કેન્દ્ર સરકારની સૂચના મૂજબ આ પ્રકારની નોંધણી કોમન સર્વિસ સેન્ટર ( CSC ) મારફતે કરવાની થાય છે

પરંતુ આવી નોંધણીની કાર્યવાહી વધુ ઝડપી અને શ્રમયોગીને સુલભ બની શકે તે હેતુથી રાજ્ય સરકારે પંચાયત, ગ્રામ ગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસ વિભાગ હેઠળ કાર્યરત “ ઈ-ગ્રામ સેન્ટર” ને શ્રમિકોની નોંધણીના હેતુથી “ શ્રમિક સહાયતા કેન્દ્ર ” જાહેર કરવાનો ઉમદા નિર્ણય લીધેલ છે જેના પરિણામે અસંગઠિત શ્રમયોગીઓ કે જે છેવાડાના ગામડા સુધી વસેલા છે તેઓ નજીકના પંચાયત ઘર માત્ર સુધી જઈને e - SHRAM Portal ઉપર પોતાની નામ નોંધણી કરાવી શકશે અને અસંગઠિત શ્રમયોગીઓને મળવાપાત્ર સરકારની વિવિધ યોજનાઓ મુજબના લાભ મેળવી શકશે . આમ, રાજ્યના શ્રમ - રોજગાર અને પંચાયત મંત્રી બ્રિજેશ મેરજા દ્વારા મહત્વનો નિર્ણય લેવાયેલ છે






Latest News