વાંકાનેરની રાણેકપર શાળામાં રાષ્ટ્રીય પોષણ માહની ઉજવણી કરાઈ મોરબી મનપામાં કતલખાના-નોનવેજની લારીઓ બંધ કરાવવાની માંગ સાથે હિંદુ સંગઠનના આગેવાનોના ધરણા-ધૂન: આંદોલનનું એલાન મોરબીના નવલખી પોર્ટ પર કેપ્ટન અરવિંદ મિશ્રાએ પદભાર સંભાળ્યો હે સાહેબ કલેક્ટર કેવી રીતે બનાઈ ?: મોરબીમાં કોફી વિથ કલેક્ટરના કાર્યક્રમમાં બાળકોએ કર્યો કલેક્ટરને પ્રશ્નો નમો સેવા ગાથા: વાંકાનેરમાં માર્કેટ ચોક કા રાજા ગણપતિ ઉત્સવમાં યોજાયેલ નાટકમાં ધારાસભ્ય જીતુભાઈ સોમાણી હાજર રહ્યા મોરબી જિલ્લા સમસ્ત બ્રહ્મસમાજ દ્વારા વડીલો અને વડીલ દંપતીનો સન્માન સમારોહ યોજાયો મોરબીના લજાઇ ગામે છાતીમાં દુખાવો ઉપડ્યા બાદ યુવાનનું મોત, પીપળીયા ચોકડી પાસે ટ્રકે ડબલ સવારી બાઇક ઉડાવ્યું મોરબીના સિરામિક ઉદ્યોગમાં વપરાતા ગેસનો ભાવ 4 માહિનામાં બમણો થઈ ગયો !, એક્સપોર્ટમાં 65 અને લોકલ માર્કેટમાં 20 ટકાનો ઘટાડો
Breaking news
Morbi Today

મોરબીના શિશુમંદિરમાં કાલે મુદ્રા વિજ્ઞાન પુસ્તકનું વિમોચન કરાશે: વૈધસભા દ્વારા ધન્વંતરિ પૂજન કરાશે


SHARE







મોરબીના શિશુમંદિરમાં કાલે મુદ્રા વિજ્ઞાન પુસ્તકનું વિમોચન કરાશે

મોરબીના શકત શનાળા ગામે આવેલ સરસ્વતી શિશુમંદિર ખાતે મુદ્રા વિજ્ઞાન પુસ્તકના વિમોચનનો કાર્યક્રમ રાખવામા આવેલ છે અને મુદ્રાઓનું પોતાનું એક વિજ્ઞાન છે. આવી વિવિધ મુદ્રાઓનું વિજ્ઞાન સમજાવવાગાગરમાં સાગરને સમાવવાની કોશિશ કે. રંગરાજ અયંગાર દ્વારા થઈ છે. જેનો માતૃભાષામાં અનુવાદ અનિલભાઈ રાવલ (પ્રધાનાચાર્યકર્ણાવતી) દ્વારા કરવામાં આવેલ છે

મોરબીમાં વિદ્યાભારતીગુજરાત પ્રદેશ સંલગ્ન માધવ શિક્ષણ અને સેવા પ્રતિષ્ઠાન સંચાલીત શનાળા ગામ પાસે આવેલ સરસ્વતી શિશુમંદિર શાળામાં મુદ્રા વિજ્ઞાન પુસ્તકના વિમોચનનો કાર્યક્રમ તા. ૨૯ ને શુક્રવારે રાત્રે ૯ કલાકે રાખેલ છે. જેમાં મુખ્ય અતિથિ તરીકે રાજ્યના મંત્રી બ્રિજેશભાઇ મેરજા, ભાણદેવજીમોરબી જિલ્લા ભાજપ પ્રમુખ દુર્લભજીભાઇ દેથરીયા, મુખ્ય વકતા તરીકે નિતિનભાઇ પેથાણી હાજર રહેશે. તેમ માધવ શિક્ષણ અને સેવા પ્રતિષ્ઠાનના પ્રમુખ બાબુભાઈ બેચરભાઈ અઘારા, મંત્રી જયંતિભાઇ પોપટભાઈ રાજકોટીયા તથા નિયામક સુનીલભાઇ રતીલાલ પરમારએ જણાવ્યુ છે

 

મોરબીમાં ધનતેરસે વૈધસભા દ્વારા ધન્વંતરિ પૂજન કરાશે

મોરબીમાં વૈધસભા દ્વારા ધનતેરસના દિવસે દર વર્ષે ધન્વંતરિ પૂજન કરવામાં આવે છે આવી જ રીતે આ વર્ષે પણ વૈધસભા દ્વારા આગામી તા. ૨ નવેમ્બરના રોજ ધનતેરસના દિવસે સાંજે ૭ થી ૧૦ વાગ્યા સુધી ધન્વંતરિ પૂજન મોરબીના કાયાજી પ્લોટ ખાતે આવેલ ધન્વંતરિ ભવન ખાતે રાખેલ છે જેમાં પૂજન વિધિ શાસ્ત્રી નીખિલભાઈ દ્વારા કરવામાં આવશે અને ભોજનની વ્યવસ્થા પણ આયોજકો દ્વારા કરવામાં આવી છે ત્યારે આ કાર્યક્રમમાં દરેક સભ્યોને હાજર રહેવા માટે આમંત્રણ આપવામાં આવ્યું છે તેવું વૈધસભાના પ્રમુખ ડો. બી. કે. લહેરુંમંત્રી ડો. ચેતન અઘારાબીએએમએસના પ્રમુખ ડો. જીતેશભાઇ અને મંત્રી ડો. મિલન જેતપરીયાની યાદીમાં જણાવ્યુ છે




Latest News