મોરબીમાં જુગારમાં ૨૨ લાખ હારેલ યુવાનને વ્યાજચક્રમાં ફસાવી પઠાણી ઉઘરાણી કરવામાં વધુ એક સામે કાર્યવાહી મોરબીમાં મંદિરની દાન પેટીમાંથી 50 હજારની ચોરી કરનારા બે આરોપીની ધરપકડ મોરબીમાં કોપર વાયરની ચોરીના ગુનામાં પકડાયેલ 4 આરોપીના 2 દિવસના રિમાન્ડ મંજૂર મોરબીના મચ્છી પીઠ વિસ્તારમાં મહાપાલિકાની ટીમે પરચુરણ ડિમોલેશન કર્યું ! મોરબીના પીપળીયા ચાર રસ્તે સમાધાન માટે બોલાવીને યુવાનની હત્યા કરવાના ગુનામાં પકડાયેલ બંને આરોપીના બે દિવસના રિમાન્ડ મંજૂર મોરબીના બિલિયા-અણીયારી આયુષ્માન આરોગ્ય મંદિરને મળ્યું રાષ્ટ્રીય કક્ષાનું NQAS પ્રમાણપત્ર મોરબી જિલ્લા સંકલન સહ ફરિયાદ સમિતિની બેઠક 16 મેએ યોજાશે મોરબીના નવા સાદુળકા ગામ પાસે ખેત તલાવડીના પાણીમાં ડૂબી જવાથી કાકા-ભત્રીજા સહિત 3 ના મોત
Breaking news
Morbi Today

મોરબીના અમરનગર પાસે રોડની વચ્ચે પાર્ક કરેલા ટ્રકની પાછળ કાર ઘૂસી જતાં વકીલને ઇજા


SHARE











મોરબીના અમરનગર પાસે રોડની વચ્ચે પાર્ક કરેલા ટ્રકની પાછળ કાર ઘૂસી જતાં વકીલને ઇજા

મોરબી માળીયા નેશનલ હાઇવે ૮- અ ઉપર અમરનગર પાસે સાગર પાઇપ કારખાનાની નજીક આરોપીએ પોતાનો ટ્રક રોડની વચ્ચે પાર્ક કરીને મૂક્યો હતો તેની પાછળ વકીલની કાર તેની પાછળના ભાગે અથડાઇ હતી જેથી કરીને વકીલને છાતી અને માથામાં ઇજાઓ થઈ હોવાથી સારવારમાં લઈ ગયા હતા અને બાદમાં તેને ટ્રક ચાલકની સામે મોરબી તાલુકા પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુનો નોંધીને આગળની કાર્યાવહી કરેલ છે

મોરબીના શનાળા રોડ ઉપર આવેલ નવકાર હાઇટસમાં રહેતા વકીલ દિપક પ્રવિણચંદ્ર ઓઝા (ઉ.૪૪) એ હાલમાં ટ્રક નં. જીજે ૦૫ બીએક્સ ૬૫૦૦ ના ચાલક સામે મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવી છે જેમાં તેને જણાવ્યુ છે કે, મોરબી માળીયા નેશનલ હાઇવે ૮- અ ઉપર અમરનગર પાસે સાગર પાઇપના કારખાનાની નજીક આરોપી ટ્રક ચાલકે પોતાના હવાલા વાળુ વાહન રોડની વચ્ચે પાછળ કોઇપણ જાતના સીગ્નલ કે લાઇટ ચાલુ રાખ્યા વગર અને પાછળ કોઇપણ જાતના સાઇડ બોર્ડ રાખ્યા વગર પાર્ક કરેલ હતું અને ટ્રકની એકપણ આગળ પાછળની કોઇ લાઇટ કે ઇન્ડીકેટર ચાલુ રાખ્યા ન હતા જેથી કરીને તેઓનું વાહન પાછળથી ટ્રકમાં ભટકાતા તેઓને માથામાં મુંઢ ઇજા થયેલ તેમજ સ્ટીયરીંગ છાતીના ભાગે ભટકાતા છાતીમા મુંઢ ઇજા થયેલ છે જેથી ઇજાગ્રસ્ત વકીલે સારવાર લીધા બાદ આઇ.પી.સી. કલમ ૨૮૩, ૩૩૬, ૩૩૭ મુજબ ગુનો નોંધીને આરોપીને પકડવા માટે આગળની કાર્યવાહી કરેલ છે

અકસ્માત

અમદાવાદમા એસપી રિંગ રોડ ઉપર રહેતા અતુલકુમાર ધીરજભાઈ મોરી જાતે પટેલ (ઉ.૪૯)એ હાલમાં તેના ટેન્કરના ડ્રાઈવર બુધારામ જગરામ ચૌધરી રહે. બામરલા (રાજસ્થાન) વાળાની સામે ફરિયાદ નોંધાવી છે જેમાં તેને જણાવ્યુ છે કે, કવાડીયા ગામના પાટિયા નજીક ટેન્કરના ડ્રાઇવરે ફરિયાદીની માલીકીનુ પ્રામોલીન ઓઈલ (તેલ) ભરેલ ટ્રેન્કર નંબર- જીજે ૧૨ બી.એકસ. ૪૮૭૫ બેદરકારીપુર્વક ચલાવીને સ્ટેઈરીગ પરનો કાબુ ગુમાવી દીધો હતો જેથી ટેન્કર પલટી મારી ગયું હતું અને તેને શરીરે ઇજાઓ થઈ હતી માટે હાલમાં પોલીસે ગુનો નોંધીને આગળની કાર્યવાહી કરેલ છે






Latest News