મોરબીમાં ગેરકાયદે કતલખાના તથા નોનવેજનું વેચાણ બંધ કરાવવા 52 કોર્પોરેટરની સહી સાથે હિન્દુ સંગઠનો સંમતિ, હવે પગલે ન લેવાય તો વિરોધ પ્રદર્શન સાથે પૂતળા દહનની ચીમકી મોરબીમાં ઓવરટેઇકની લ્હાયમાં કાર દિવાલ સાથે ટકરાઇ, બે યુવાનો સારવારમાં ટંકારા શૈક્ષિક મહાસંઘ દ્વારા ગુરુવંદન કાર્યક્રમ યોજાયો વાંકાનેરની રાતીદેવડી શાળામાં સંસ્કૃત કક્ષનો શુભારંભ મોરબી અને વાંકાનેરમાં હાર્ટ એટેકથી મહિલા, યુવાન અને આધેડનું મોત મોરબીના રવાપર ગામે એપાર્ટમેન્ટના આઠમા માળેથી નીચે ઝંપલાવીને યુવાને જીવન ટુકવ્યું મોરબી હળવદ અને માળીયાના જૂના ઘાટીલામાં જુગારની 3 રેડમાં 9 શખ્સ પકડાયા મોરબી જિલ્લામાં દારૂની હેરાફેરીમાં સંડોવાયેલ રાજસ્થાનના શખ્સને પાસા હેઠળ ઝડપી લઈને સાબરમતી જેલ હવાલે કરાયો
Breaking news
Morbi Today

મોરબીમાં કરોડોના ખર્ચે બનેલા રેન બસેરા બંધ હોય ચાલુ કરવા કલેક્ટર સમક્ષ રજૂઆત


SHARE







મોરબીમાં કરોડોના ખર્ચે બનેલા રેન બસેરા બંધ હોય ચાલુ કરવા કલેક્ટર સમક્ષ રજૂઆત

મોરબીમાં રેલવે સ્ટેશન નજીક અગાઉ નંદકુવરબા ધર્મશાળા હતી તે જગ્યાએ કરોડો રૂપિયાના ખર્ચે રેન બસેરા બનાવવામાં આવેલ છે જો કે, તેનો ઉપયોગ કરવામાં આવી રહ્યો નથી જેથી કરીને આ રેન બસેરાનો ઉપયોગ શરૂ કરવામાં આવે તેવી કલેક્ટર સમક્ષ રજૂઆત કરવામાં આવી છે.

મોરબીમાં રહેતા અન્ન અને નાગરિક પુરવઠા અને ગ્રાહક સુરક્ષાના પૂર્વ સલાહકાર પી.પી. જોષીએ કલેક્ટરને હાલમાં રેન બસેરા ચાલુ કરવા માટેની રજૂઆત કરી છે તેમાં જણાવ્યુ છે કે, મોરબીમાં રેલવે સ્ટેશન રોડ પર કરોડોના ખર્ચે બનેલા રેન બસેરા બનાવવામાં આવેલ છે જો કે, તેને ગરીબ લોકોને આશરો મળે તે માટે ચાલુ કરવામાં આવેલ નથી અને બે વર્ષથી આ રેન બસેરા બંધ છે જેથી કરીને કરોડો રૂપિયાના ખર્ચે બનેલ મિલકત ઉપયોગ વગર પડી રહે અને ખરાબ થાય તેવી શકયતા છે જેથી કરીને કોઈ ટ્રસ્ટ અથવા સંસ્થાને તેની સંચાલન સોપીને ત્યાં રેન બસેરા શરૂ કરવામાં આવે તેવી માંગ કરી છે. 






Latest News