મોરબીમાં ઓવરટેઇકની લ્હાયમાં કાર દિવાલ સાથે ટકરાઇ, બે યુવાનો સારવારમાં ટંકારા શૈક્ષિક મહાસંઘ દ્વારા ગુરુવંદન કાર્યક્રમ યોજાયો વાંકાનેરની રાતીદેવડી શાળામાં સંસ્કૃત કક્ષનો શુભારંભ મોરબી અને વાંકાનેરમાં હાર્ટ એટેકથી મહિલા, યુવાન અને આધેડનું મોત મોરબીના રવાપર ગામે એપાર્ટમેન્ટના આઠમા માળેથી નીચે ઝંપલાવીને યુવાને જીવન ટુકવ્યું મોરબી હળવદ અને માળીયાના જૂના ઘાટીલામાં જુગારની 3 રેડમાં 9 શખ્સ પકડાયા મોરબી જિલ્લામાં દારૂની હેરાફેરીમાં સંડોવાયેલ રાજસ્થાનના શખ્સને પાસા હેઠળ ઝડપી લઈને સાબરમતી જેલ હવાલે કરાયો મોરબી સમસ્ત બ્રહ્મસમાજના તેજસ્વિ વિદ્યાર્થીઓનું રાજ્ય મંત્રી કાંતિભાઈ અમૃતિયા અને કનકેશ્વરી માતાજીના હસ્તે કરાયું સન્માન
Breaking news
Morbi Today

મોરબી જિલ્લાના ૧૦૫ પ્રતિબંધિત વિસ્તારમાં ડ્રોન ઉડાડવા ઉપર પ્રતિબંધ


SHARE







મોરબી જિલ્લાના ૧૦૫ પ્રતિબંધિત વિસ્તારમાં ડ્રોન ઉડાડવા ઉપર પ્રતિબંધ

મોરબી જિલ્લા મેજીસ્ટ્રેટ કે.બી. ઝવેરી દ્વારા જિલ્લાના ૧૦૫ પ્રતિબંધિત વિસ્તારમાં કાયદો અને વ્યવસ્થાની જાળવણી સારૂ સક્ષમ અધિકારીશ્રીની પરવાનગી વગર ડ્રોન કે રીમોટથી કન્ટ્રોલ કરતા એરીયલ મિસાઈલ કે પેરાગ્લાઈડર રીમોટ કન્ટ્રોલ, માઈક્રો લાઈટ એરક્રાફટ ચલાવાની મનાઈ ફરમાવેલ છે.

આ ૧૦૫ પ્રતિબંધિત વિસ્તાર પૈકી નવલખી પોર્ટ, મચ્છુ ડેમ-૧ અને ૨, નવલખી દરીયાઈ વિસ્તારના આઈસલેન્ડના ૨ કિ.મી.ના વિસ્તારમાં, મોરબી સબ જેલની ૨૫૦ મીટર વિસ્તારમાં, આઈ.ઓ.સી. પાઈપ લાઈન, ક્રેઈન ઈન્ડિયા પ્રા. લી. કંપની, વાછકપર, ભારત ઓમાન રિફાઈનરી પાઈપલાઈન જોધપરથી કાશીપર, ગેઈલ ઈન્ડિયા પ્રા.લી. ગેસ પાઈપ લાઈન કુંતાસી  થી હરીપર, જિલ્લામાંથી પસાર થતી ગેસ ઓઈલની પાઈપ લાઈન, ડિસ્ટ્રીક કોર્ટ, કલેકટર ઓફિસ, એસ.પી. ઓફિસ, પોલીસ હેડ ક્વાટર્સ, ટેલીફોન એક્સચેન્જ, એસ.બી.આઈ. બેંક, નગર દરવાજા માર્કેટ-મોરબી, બસ સ્ટેશન-મોરબી, રેલ્વે સ્ટેશન-મોરબી, સીવીલ હોસ્પીટલ, નવલખી અને જુના અંજીયાસર ફીસીંગ પોઈંટ તેમજ જિલ્લામાં આવેલ વીજ સબ સ્ટેશનો, ડેમી ડેમ ૧ અને ૨, બ્રાહ્મણી ડેમ-૧ અને ૨, તેમજ બંગાવડી ડેમના ૧૦૦ મીટરનાં વિસ્તારમાં, મયુર બ્રિજ, રેલ્વે સ્ટેશન વાંકાનેર ૫૦ મીટરના વિસ્તારમાં ડ્રોન ઉડાડવા પર પ્રતિબંધ ફરમાવતું જાહેરનામુ બહાર પાડવામાં આવ્યું છે. આ જાહેરનામું  તારીખ ૩૦-૦૯-૨૦૨૪ સુધી અમલમાં રહેશે. આ જાહેરનામાનો ભંગ કરનાર વ્યક્તિ કલમ- ૧૮૮ મુજબ શિક્ષાને પાત્ર થશે.






Latest News