મોરબીની મહેન્દ્રનગર ચોકડી પાસેથી કાર અને ઘર પાસેથી બાઈકની ચોરીન ગુનામાં પોલીસે ચોરાઉ મુદામાલ સાથે આરોપીને દબોચ્યો મોરબીમાં નવયુગ ગ્રૂપે નવા શૈક્ષણિક વર્ષમાં વિદ્યાર્થીઓનું હર્ષ અને ઉમંગથી કર્યું સ્વાગત મોરબીના મહેન્દ્રનગર ગામે પાણીના ધાંધીયા, કમિશનરને કરાઇ રજૂઆત ટંકારાના મેઘપર ઝાલા ગામે જમીન માપણીના વિવાદમાં તાલુકા ભાજપના ઉપપ્રમુખ અને તેના ભત્રીજાની હત્યા મોરબીના વાવડી રોડે રહેતા વૃદ્ધાને મરવા મજબુર કરવાના કેસમાં ૩ મહિલા સામે કાર્યવાહી, ૩ ને શોધવા કવાયત મોરબી જિલ્લામાં લેપ્રસી કેસ ડિટેક્શન અભિયાનનો સો ઓરડી અર્બન હેલ્થ સેન્ટર ખાતેથી શુભારંભ કરાયો હળવદ તાલુકાની ૩ ગ્રામ પંચાયતોમાં વિલેજ કોમ્પ્યુટર આંતરપ્રિન્યોરની ભરતી કરાશે મોરબી જિલ્લા કલેક્ટરના અધ્યક્ષસ્થાને આરોગ્ય વિભાગની વિવિધ કમિટીઓની સમીક્ષા બેઠક યોજાઈ
Breaking news
Morbi Today

વાંકાનેરથી દ્વારકાની બસ સેવા એસટી વિભાગ દ્વારા શરૂ કરાઇ


SHARE











વાંકાનેરથી દ્વારકાની બસ સેવા એસટી વિભાગ દ્વારા શરૂ કરાઇ

રાજ્યસભાના સાંસદ  કેસરિદેવસિંહજી ઝાલાએ રાજકોટ વિભાગ અને વાંકાનેર ડેપોમાં વાંકાનેર તાલુકાનાં લોકો માટે વાંકાનેરથી દ્વારકા બસ  સેવા ચાલુ કરવા માટે ભલામણ કરી હતી. જેને ધ્યાને લઈને રાજકોટ વિભાગીય નિયામક અને વિભાગીય પરિવહન અધિકારીની સૂચના મુજબ રાજકોટ વિભાગના પ્રમુખ જયુભા ડી. જાડેજા દ્વારા યોગ્ય માર્ગદર્શન સાથે શેડ્યૂલ બનાવવામાં આવ્યું હતું અને આજથી કેરાળા રાણીમા રૂડીમાં મંદિર મહંત મુકેશ ભગત દ્વારા બસને લીલી ઝંડી આપીને ડ્રાઈવર જે.કે. જાડેજા તેમજ કંડક્ટર જગદીશભાઈ ભરવાડના મીઠાં મોઢા કરાવી ફુલહાર કરીને બસને પ્રસ્થાન કરાવવામાં આવી હતી. આ કાર્યક્રમમાં રાજકોટ કર્મચારી મંડળ ઉપપ્રમુખ જે.જે. જાડેજા, યુનિટ સેક્રેટરી અશોકભાઈ થુલેટીયા, સેન્ટ્રલ આગેવાન સહદેવસિંહ ઝાલા, પ્રતિનિધિ ગુલાબભાઇ બરેડીયા, રહીમભાઈ પરમાર, હકુવીરસિંહ પરમાર, વિરેન્દ્રસિંહ જાડેજા, રાજુભાઈ પૈજા, પ્રતિનિધિ જયદેવસિંહ ઝાલા, જીતુભા જાડેજા, શક્તિસિંહ જાડેજા, હમિદભાઈ કાદરી, એસ.વી. ઝાલા, બી.ડી. ગોહિલ, તાલુકા તેમજ શહેર સંગઠનના હોદ્દેદારો તેમજ તાલુકા પંચાયતના સદસ્યો તેમજ નગરપાલિકાના પૂર્વ સદસ્યો તેમજ કાર્યકર્તાઓએ હાજરી આપી હતી.






Latest News