મોરબીમાં યોજાયેલ બ્રહ્મ ચોર્યાસીમાં રાજ્યમંત્રી, સાંસદ, સહિતના આગેવાનો અને 5000થી વધુ ભૂદેવોએ પ્રસાદનો લાભ લીધો મોરબીમાં ગેરકાયદે કતલખાના તથા નોનવેજનું વેચાણ બંધ કરાવવા 52 કોર્પોરેટરની સહી સાથે હિન્દુ સંગઠનો સંમતિ, હવે પગલે ન લેવાય તો વિરોધ પ્રદર્શન સાથે પૂતળા દહનની ચીમકી મોરબીમાં ઓવરટેઇકની લ્હાયમાં કાર દિવાલ સાથે ટકરાઇ, બે યુવાનો સારવારમાં ટંકારા શૈક્ષિક મહાસંઘ દ્વારા ગુરુવંદન કાર્યક્રમ યોજાયો વાંકાનેરની રાતીદેવડી શાળામાં સંસ્કૃત કક્ષનો શુભારંભ મોરબી અને વાંકાનેરમાં હાર્ટ એટેકથી મહિલા, યુવાન અને આધેડનું મોત મોરબીના રવાપર ગામે એપાર્ટમેન્ટના આઠમા માળેથી નીચે ઝંપલાવીને યુવાને જીવન ટુકવ્યું મોરબી હળવદ અને માળીયાના જૂના ઘાટીલામાં જુગારની 3 રેડમાં 9 શખ્સ પકડાયા
Breaking news
Morbi Today

મોરબીમાં જાહેરમાં જુગાર રમતા ચાર મહિલા સહિત પાંચની ધરપકડ


SHARE







મોરબીમાં જાહેરમાં જુગાર રમતા ચાર મહિલા સહિત પાંચની ધરપકડ

મોરબીના ત્રાજપર વિસ્તારમાં જાહેરમાં જુગાર રમતા હોવાની હકીકત મળી હતી જેના આધારે પોલીસે ત્યાં જુગારની રેડ કરી હતી ત્યારે સ્થળ ઉપરથી જુગાર રમતા ચાર મહિલા સહિત કુલ પાંચ વ્યક્તિઓ મળી આવ્યા હતા જેથી પોલીસે 11,100 ની રોકડ કબજે કરી હતી અને મોરબી બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે જુગારધારા હેઠળ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

જાણવા મળતી માહિતી મુજબ મોરબી બી ડિવિઝન પોલીસની ટીમ પેટ્રોલિંગ માહિતી ત્યારે મોરબીના ત્રાજપર વિસ્તારમાં છેલ્લી શેરીમાં આવેલા ચોકમાં જાહેરમાં જુગાર રમતા હોવાની હકીકત મળી હતી જેના આધારે પોલીસે ત્યાં જુગારની રેડ કરી હતી ત્યારે સ્થળ ઉપરથી જયશ્રીબેન પ્રવીણભાઈ વરાણીયા (35), આશાબેન ગોવિંદભાઈ અદગામા (22), બબ્બીબેન જયંતીભાઈ મકવાણા (59), રુપીબેન રમેશભાઈ વરાણીયા (58) અને સંજયભાઈ સવજીભાઈ કુંવરિયા (30) રહે બધા ત્રાજપર વાળા જુગાર રમતા મળી આવ્યા હતા જેથી પોલીસે તેની પાસેથી 11,100 ની રોકડ કબજે કરી હતી. અને જુગારધારા હેઠળ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

મારામારીમાં ઇજા

મોરબીના પાનેલી રોડ ઉપર આવેલ કેડા સીરામીકના લેબર કવાર્ટરમાં રહેતા અને મજૂરી કામ કરતા કિલામા ધોવત (32) નામના યુવાનને મારામારીના બનાવમાં ઈજા થયેલ હતી જેથી તેને સારવાર માટે મોરબીની શિવમ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપ્યા બાદ આ બનાવની મોરબી તાલુકા પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી કરી છે. અને આ બનાવની પ્રાથમિક તપાસ એચ.એમ. ચાવડા દ્વારા કરવામાં આવેલ છે.






Latest News