ટંકારા નજીક આવેલ ધર્મજીવન કોટનની ઓફીસમાં જુગાર રમતા 19 શખ્સો 3.10 લાખનો મુદામાલ કબ્જે મોરબીના ખારચિયા ગામે કુવામાં ડૂબી જતા તરૂણ અને ટંકારાના બંગાવડી ગામે વાડીએ કુંડીમાં ડૂબી જવાથી બાળકનું મોત માળીયા (મી)ના નાના દહીસરા ગામ પાસે રેલવે ટ્રેક ઉપર એન્જિનની હડફેટે ચડી જતા આધેડનું મોત: વાંકાનેર બાઉન્ડ્રી પાસે હોટલની રૂમમાં બેભાન અવસ્થામાં યુવાનનું મોત ટંકારાના લજાઈ અને વાંકાનેરના સિંધાવદર ગામ પાસે જુગારની રેડમાં કુલ 11 શખ્સો ઝડપાયા હળવદના સુંદરગઢ ગામના પુલ પાસે ટ્રક ટ્રેલરના ચાલકે ઇકો અને ટ્રકને હડફેટે લીધા બાદ રાહદારી આધેડે કચડી નાખતા ઘટના સ્થળે જ મોત ટંકારા-વાંકાનેરમાં બે ઘરફોડ ચોરીની ઘટનાને અંજામ આપનારા વડોદરા-અમદાવાદના બે શખ્સની 4.39 લાખના મુદ્દામાલ સાથે ધરપકડ હળવદના રાતાભે ગામે ઘરમાં જુગાર રમતા 8 ઝડપાયા: 1.27 લાખનો મુદ્દામાલ કબજે મોરબી જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે જિલ્લા અધ્યક્ષ જયંતીભાઈ રાજકોટીયાના હસ્તે ધ્વજવંદન, નાની બરાર ગામમાં સરપંચ દ્વારા વિદ્યાર્થીઓને સ્ટેશનરી કીટનું વિતરણ
Breaking news
Morbi Today

મોરબી નવયુગ કોલેજમાં જય વસાવડાની વિદ્યાર્થીઓને શિખ : "જલસા બધાને કરવા છે, પણ કોઈ જલસો મફત નથી.એના માટે કમાવું પડશે:"


SHARE







મોરબી નવયુગ કોલેજમાં જય વસાવડાની વિદ્યાર્થીઓને શિખ : "જલસા બધાને કરવા છે, પણ કોઈ જલસો મફત નથી.એના માટે કમાવું પડશે:"

નવયુગ કોલેજમાં ચાલતા વિવિધ કોર્ષ જેવા કે B.Sc, B.B.A, B.Com, M.B.A, M.Sc, DMLT ના પ્રથમ વર્ષમાં પ્રવેશ મેળવેલ વિધાર્થીઓનો પ્રથમ દિવસે ભવ્ય પ્રવેશોત્સવ ઉજવાયો હતો.આ કાર્યક્રમમાં ગુજરાતના જાણીતા મોટીવેશનલ સ્પીકર અને લેખક જય વસાવડા મુખ્ય મહેમાન રહ્યા હતા. તેમણે તેના લેખન, વાંચન અને મોટીવેશન લેકચરર તરીકેના બહોળા અનુભવનો નિચોડ વિદ્યાર્થીઓને આપીને અસંખ્ય ઉદાહરણ આપી કરીઅર અને જીવનલક્ષી માહિતી આપી હતી તેમને જણાવ્યુ હતું કે "જલસા બધાને કરવા છે, પણ કોઈ જલસો મફત નથી.એના માટે કમાવું પડશે અને કમાવા માટે કોઈ જ્ઞાન કે આવડત જોઈશે.જેમ એક રાતમાં પરફેક્ટ ફિગર નથી થતું પણ રોજ કલાકો જીમ કે યોગ કરવા પડે, એમ મગજને પણ વાચનથી રોજ ધીરજ રાખી કસવું પડે."

વિશેષ ઉપસ્થિતીમાં મૂળ મોરબી જિલ્લાના વતની અને "હૈયું, હામ અને હિમાલય" પુસ્તક થી ઘરે ઘરે જાણીતા બનેલા અને હાલ ગુજરાત પોલીસમાં કોનસ્ટેબલની ફરજ બજાવતા ભૂમિબેન ભૂતની વિશેષ હાજરી રહેલી હતી.તેઓ ગીરનાર સ્પર્ધા, એથ્લેટિક, રનીંગ જેવી અનેક સ્પોર્ટ્સ ઇવેન્ટમાં અનેક સિદ્ધિઓ મેળવેલ છે. ઉપરાંત તેમણે અથાગ મહેનતથી માઉન્ટ મનાસ્લુ પર્વત સર કરીને રેકોર્ડ સ્થપિત કર્યું છે. તેઓએ વિદ્યાર્થીઓને નિષ્ફળતામાંથી બોધપાઠ લઈને તેમાંથી પોઝીટીવ વિચાર સાથે સફળતાનો માર્ગ કેવી રીતે શોધવો તે અંગે પોતાની આગવી શૈલીમાં માર્ગદર્શન આપ્યું હતું.

સંપૂર્ણ કાર્યક્રમ સંસ્થાના પ્રમુખ પી.ડી.કાંજીયાના માર્ગદર્શન હેઠળ યોજાયો હતો. તેમને પણ વિદ્યાર્થીઓને પોતે કેવી રીતે સફળ થયાં એ તેના લાઈવ ઉદાહરણ સાથે અનુભવો શેર કરી રસપ્રદ માહિતી આપી હતી. અને પી. ડી.કાંજીયાએ પોતાના જીવનના પ્રસંગો કહ્યા હતા.જેમાં કર્મનો સિદ્ધાંત જીવનમાં ખુબ અગત્ય નો છે, જેવું તમે કર્મ કરશો તેવું ફળ મળશે.વધુમાં જીવનમાં કેવો સંઘર્ષ અને સહસિકતા હતી તેમાં કેમ સફળતા મેળવવી તે ઉદાહરણ સહીત પોતાની જીવનગાથા વર્ણવી હતી.વધુ માં તેમને કહ્યું હતું "ગમે તેવા સંજોગો આવે પણ સત્ય અને નીતિમતા જાળવી રાખો એટલે સફળતા આપોઆપ મળે છે."આ ઉપરાંત નવયુગ એજ્યુકેશન એન્ડ ચેરી. ટ્રસ્ટના પ્રમુખ શ્રીમતી રંજનબેન પી. કાંજીયા, મેનેજીંગ ટ્રસ્ટી બળદેવભાઈ સરસાવાડીયા, નિર્મલ વિદ્યાલયના સંચાલક નિલેશભાઈ કુંડરિયા, નાલંદા વિદ્યાલયના સંચાલક જયેશભાઈ ગામી તેમજ દરેક વિભાગના પ્રિન્સિપાલ અને સ્ટાફ ગણે હાજરી આપી વિદ્યાર્થીઓનો ઉત્સાહ વધાર્યો હતો.






Latest News