ટંકારા નજીક આવેલ ધર્મજીવન કોટનની ઓફીસમાં જુગાર રમતા 19 શખ્સો 3.10 લાખનો મુદામાલ કબ્જે મોરબીના ખારચિયા ગામે કુવામાં ડૂબી જતા તરૂણ અને ટંકારાના બંગાવડી ગામે વાડીએ કુંડીમાં ડૂબી જવાથી બાળકનું મોત માળીયા (મી)ના નાના દહીસરા ગામ પાસે રેલવે ટ્રેક ઉપર એન્જિનની હડફેટે ચડી જતા આધેડનું મોત: વાંકાનેર બાઉન્ડ્રી પાસે હોટલની રૂમમાં બેભાન અવસ્થામાં યુવાનનું મોત ટંકારાના લજાઈ અને વાંકાનેરના સિંધાવદર ગામ પાસે જુગારની રેડમાં કુલ 11 શખ્સો ઝડપાયા હળવદના સુંદરગઢ ગામના પુલ પાસે ટ્રક ટ્રેલરના ચાલકે ઇકો અને ટ્રકને હડફેટે લીધા બાદ રાહદારી આધેડે કચડી નાખતા ઘટના સ્થળે જ મોત ટંકારા-વાંકાનેરમાં બે ઘરફોડ ચોરીની ઘટનાને અંજામ આપનારા વડોદરા-અમદાવાદના બે શખ્સની 4.39 લાખના મુદ્દામાલ સાથે ધરપકડ હળવદના રાતાભે ગામે ઘરમાં જુગાર રમતા 8 ઝડપાયા: 1.27 લાખનો મુદ્દામાલ કબજે મોરબી જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે જિલ્લા અધ્યક્ષ જયંતીભાઈ રાજકોટીયાના હસ્તે ધ્વજવંદન, નાની બરાર ગામમાં સરપંચ દ્વારા વિદ્યાર્થીઓને સ્ટેશનરી કીટનું વિતરણ
Breaking news
Morbi Today

મોરબીમાં દારૂની બે રેડ: 61 બોટલ દારૂ-144 બીયરના ટીન સાથે બેની ધરપકડ, એકની શોધખોળ


SHARE







મોરબીમાં દારૂની બે રેડ: 61 બોટલ દારૂ-144 બીયરના ટીન સાથે બેની ધરપકડ, એકની શોધખોળ

મોરબીના ધરમપુર રોડ ઉપર આવેલ લાભનગરની સામે વાડીમાં રહેતા શખ્સનાં ઘરે અને જી.કે. હોટલની બાજુમાં આવેલ દરગાહની પાછળ દારૂની જુદીજુદી બે રેડ કરી હતી ત્યારે કુલ મળીને 61 બોટલ દારૂ અને 144 બીયરના ટીન મળી આવ્યા હતા જેથી કરીને પોલીસે દારૂ બિયરના જથ્થા સાથે બે શખ્સને પકડીને તેની સામે જુદાજુદા ગુના નોંધવામાં આવેલ છે અને એક શખ્સનું નામ સામે આવ્યું છે તેને પકડવા માટે તજવીજ ચાલી રહી છે.

જાણવા મળતી માહિતી મુજબ મોરબીના સામાકાંઠા વિસ્તારમાં ધરમપુર રોડ ઉપર આવેલ લાભનગરની સામે વાડીમાં રહેતા કેશુભાઈ દેગામાના રહેણાંક મકાનમાં દારૂનો જથ્થો હોવાની એલસીબીની ટીમને હકીકત મળી હતી. જેના આધારે પોલીસે ત્યાં દારૂની રેડ કરી હતી ત્યારે સ્થળ ઉપરથી 19 બોટલ દારૂ તથા 144 બિયરના ટીન મળી આવ્યા હતા. જેથી કુલ મળીને 20,100 ની કિંમતનો દારૂ બિયરનો જથ્થો પોલીસે કબજે કર્યો હતો અને ઘરધણી કેશુભાઈ રમેશભાઈ દેગામા જાતે કોળી (28) રહે. ધરમપુર રોડ લાભનગર સામે વાડી વિસ્તાર વાળાની ધરપકડ કરી હતી અને આ દારૂ બિયરનો જથ્થો તેણે વિપુલભાઈ સોમાભાઈ લોદરીયા જાતે કોળી રહે. ગોપાલગઢ તાલુકો ધાંગધ્રા વાળાની પાસેથી મેળવ્યો હોવાનું સામે આવ્યું હતું જેથી આ બંને સામે મોરબી બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધયેલા છે.

આવી જ રીતે દારૂની બીજી રેડ મોરબી બી ડિવિઝન પોલીસ દ્વારા જી.કે. હોટલની બાજુમાં આવેલ દરગાહની પાછળના ભાગમાં જાડી જાખરામાં કરી હતી ત્યારે ત્યાં સ્થળ ઉપરથી દારૂની 42 બોટલો મળી આવી હતી જેથી પોલીસે 26,610 રૂપિયાની કિંમતનો દારૂનો જથ્થો કબજે કર્યો હતો અને આરોપી બળવંતભાઈ ગોવિંદભાઈ ચાવડા જાતે દલવાડી (29) રહે. નકલંગ સોસાયટી કન્યા છાત્રાલય પાછળ મોરબી વાળો સ્થળ ઉપરથી મળી આવતા પોલીસે તેની ધરપકડ કરી હતી અને તેની સામે મોરબી બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધીને આ શખ્સ પાસેથી મળી આવેલ દારૂનો જથ્થો તે ક્યાંથી લાવ્યો હતો તે દિશામાં આગળની તપાસ શરૂ કરવામાં આવી છે.






Latest News