ડીઝલના ધાંધિયા શરૂ: મોરબી જિલ્લામાં નાયરાના મોટાભાગના પંપ ઉપર ડીઝલનું વેચાણ બંધ, સરકારી પેટ્રોલ પંપ ઉપર પણ ડીઝલનો જથ્થો મર્યાદિત ટંકારાના રાજ્ય એવોર્ડી શિક્ષિકા જીવતીબેન પીપલિયાના ત્રણ પુસ્તકનું ભવ્ય અનાવરણ મોરબીમાં રવિવારથી ભાણદેવજી મહારાજની શ્રીમદ ભાગવત સપ્તાહનો પ્રારંભ મોરબીના હાર્દ સમાન મુખ્ય ત્રણ માર્ગો ઉપર ભારે વાહનોની પ્રવેશબંધી: બે માર્ગને વન-વે જાહેર કરાયા ચોંકાવનારો કિસ્સો: મોરબીમાં મકાન ભાડાના પૈસાના બદલે પત્ની-પુત્રીને દુષ્કર્મમાં ધકેલતા નરાધમ સહિત બે ની ધરપકડ, એકની શોધખોળ મોરબીમાં શંકાસ્પદ બાઇક સાથે એક શખ્સ પકડાયો મોરબી નજીક યુવાનના લમણે એરગન મૂકીને 1.60 લાખના મુદ્દામાલની લૂંટના કરવાના ગુનામાં યુપીમાં 21 ગુનામાં સંડોવાયેલ રીઢા આરોપીની ધરપકડ હળવદ તાલુકામાં કરવામાં આવેલ કરોડો રૂપિયાની સરકારી જમીનના કૌભાંડમાં વધુ એક આરોપીની ધરપકડ
Breaking news
Morbi Today

મોરબીના સાવસર પ્લોટ વિસ્તારમાં રહેતી પરણીતા બે મહિનાથી ગુમ


SHARE











મોરબીના સાવસર પ્લોટ વિસ્તારમાં રહેતી પરણીતા બે મહિનાથી ગુમ

મોરબીના સાવસર પ્લોટ વિસ્તારમાં રહેતી પરણીતા બે મહિના પહેલા ઘરે કોઈને કશું કહ્યા વગર ગુમ થઈ ગયેલ છે જે ગુમ થયેલ પરણીતાના પતિ દ્વારા મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ગુમસુધા ફરિયાદ નોંધાવેલ છે. જેના આધારે પોલીસે ગુમ થયેલ પરણીતાને શોધવા માટે તજવીજ શરૂ કરી છે

બનાવની જાણવા મળતી માહિતી મુજબ મોરબીના સાવસર પ્લોટ વિસ્તારમાં રહેતા યુવરાજસિંહ બળવંતસિંહ જાડેજા જાતે દરબાર (55)એ મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે તેઓના પત્ની શીતલબા યુવરાજસિંહ જાડેજા જાતે દરબાર (46) ગુમ થયા હોવાની ગુમસુધા ફરિયાદ આપેલ છે જેમાં તેણે જણાવ્યું છે કે ગત તા. 19/5/24 ના સવારે 11 થી સાંજના 5 વાગ્યા સુધીના સમયગાળા દરમિયાન તેઓના પત્ની ઘરે કોઈને કશું કહ્યા વગર ગુમ થઈ ગયેલ છે. અને હજુ સુધી તેને શોધવા છતાં કોઈ જગ્યાએથી તેનો પત્તો લાગેલ નથી. જેથી કરીને ગુમ થયેલ પરણીતાના પતિએ મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ગુમસુધા ફરિયાદ આપેલ છે. જેના આધારે પોલીસે મહિલાની શોધખોળ હાથ કરી છે






Latest News