ટંકારા ખાતે યોજાયેલ ખેડૂત સભામાં ગુજરાતનાં કલાકારો વિષે રાષ્ટ્રીય કોંગ્રેસ સેવાદળ અધ્યક્ષ લાલજીભાઇ દેસાઇએ કરેલ ટિપ્પણીનો વિડીયો થયો વાયરલ કલયુગની અંતિમ ઘડી છે ત્યારે વ્યક્તિ પોતાનામાં પરીવર્તન લાવીને વિશ્વમાં પરીવર્તન લાવવામાં સહયોગ આપી શકે: જયંતી દીદી ​​​​​​​મોરબી જીલ્લામાં કલેકટરના આદેશથી ગામડાઓમાં પ્રાથમિક સુવિધાઓ-સરકારી યોજનાઓના અમલીકરણનું મૂલ્યાંકન કરતાં અધિકારીઓ મોરબી જીલ્લામાં સ્પાના નિયમન-નિયંત્રણ માટે જાહેરનામું પ્રસિધ્ધ મોરબી જિલ્લામાં કાયદો-વ્યવસ્થાની જાળવણી થાય તે હેતુથી ૧૦૬ વિસ્તારોમાં ડ્રોન ઉડાડવા ઉપર પ્રતિબંધ મોરબીમાં ઉમિયા સર્કલથી દલવાડી સર્કલનો રૂટ હવે વન-વે મોરબી સાર્થક વિદ્યામંદિરના વિદ્યાર્થીઓએ કલાત્મક ક્ષેત્રે રાજ્યકક્ષાએ શ્રેષ્ઠ સિદ્ધિ મેળવી મોરબીના સિરામિક ઉદ્યોગકારોનો બાંધકામની જંત્રીને લગતો પ્રશ્ન વહેલી તકે ઉકેલાય તે માટે મુખ્યમંત્રીને કરાઇ રજૂઆત
Breaking news
Morbi Today

મોરબી માળીયા તાલુકા ઉમિયા પરિવાર સમૂહલગ્ન સમિતિ દ્વારા ઘડિયા લગ્ન માટે તૈયારીઓ શરૂ


SHARE











મોરબી માળીયા તાલુકા ઉમિયા પરિવાર સમૂહલગ્ન સમિતિ દ્વારા ઘડિયા લગ્ન માટે તૈયારીઓ શરૂ

મોરબીમાં પાટીદાર સમાજ દ્વારા ઘડિયા લગ્નની પહેલ કરવામાં આવી છે અને અત્યાર સુધીમાં મોરબી જિલ્લા સહિતના વિસ્તરમાં પાટીદાર સમાજમાં ૧૦૦૦ જેટલા ઘડિયા લગ્ન લેવાય છે. ત્યારે દિવાળી પછી લગ્નના મુહર્ત હોય દિવાળી પછી ઘડિયા લગ્ન કરવા ઇચ્છતા પટીદાર સમાજના પરિવારો માટે મોરબી માળીયા તાલુકા ઉમિયા પરિવાર સમૂહલગ્ન સમિતિ દ્વારા રજિસ્ટ્રેશનની કામગીરી શરૂ કરવામાં આવી છે

માળીયા મોરબી તાલુકા ઉમિયા પરિવાર સમુહ સમિતિ દ્વારા ધડીય લગ્ન વધુ સંખ્યામાં થાય તે માટે આયોજન કરવાની તૈયારી કરવામાં આવી છે અને ઘડીયા લગ્ન કરવા માગતા પાટીદાર પરિવારોએ દિવાળી પછી તા.૧૫/૧૧ તુલસી વિવાહ છે. ત્યાર પછી આવતા લગ્ન મુહૂર્તમાં ઘડીયા લગ્ન કરવા ઇચ્છતા પરિવારોએ લામપાંચમ અને તા.૧૦/૧૧ થી સમિતિ દ્વારા રજીસ્ટ્રેશન કરવામાં આવશે. અત્યાર સુધી ૧૦૦૦ થી વધુ ઘડીયા લગ્ન પાટીદાર પરિવારો દ્વારા કરવામાં આવેલ છે તે જોતાં આવનારા દિવાસોમાં આ ઘડિયા લગ્ન રીવાજ તરીકે પ્રાપિત થશે આ ઉપરાંત કોરોના કાળના ઇશ્વરીય કાર્યમાં સર્વજ્ઞાતિ માટે ૨૦૦૦ થી વધુ ખાધ્ય સામગ્રીની કીટ, ૧૦૦માં ૭૦૦૦ (સાત હજાર) નાશ લેવાના મશીન તથા ૧૦ માં ચાલીસ હજાર માસ્કનું વિતરણ કરવામાં આવેલ છે. સમિતિ દ્વારા પાંચ હજાર વૃક્ષોનું પણ વાવેતર થયું છે તેવું સંસ્થાના પ્રમુખ ડો.મનુભાઈ કૈલાએ જણાવ્યુ છે અને વધુમાં તેઓએ કહ્યું છે કે આગામી ઘડિયા લગ્નની નોંધણી માટે શ્રીજી હોલની નીચે માર્કેટયાર્ડની બાજુમાં શનાળા રોડ ઉપર સંસ્થાનું કાર્યાલય આવેલ છે ત્યાં સંપર્ક કરવાનો રહેશે અને કોઈ માહિતી માટે ઈશ્વરભાઈ સબાપરા ૯૪૨૭૨ ૨૨૫૧૦, જયંતિમાઈ વિડજા ૯૯૭૮૯ ૨૧૩૧૮ અને મગનભાઈ અઘારા  ૯૮૨૫૦ ૯૮૦૭૯ નો સંપર્ક કરવાનો રહેશે






Latest News