ટંકારા નજીક આવેલ ધર્મજીવન કોટનની ઓફીસમાં જુગાર રમતા 19 શખ્સો 3.10 લાખનો મુદામાલ કબ્જે મોરબીના ખારચિયા ગામે કુવામાં ડૂબી જતા તરૂણ અને ટંકારાના બંગાવડી ગામે વાડીએ કુંડીમાં ડૂબી જવાથી બાળકનું મોત માળીયા (મી)ના નાના દહીસરા ગામ પાસે રેલવે ટ્રેક ઉપર એન્જિનની હડફેટે ચડી જતા આધેડનું મોત: વાંકાનેર બાઉન્ડ્રી પાસે હોટલની રૂમમાં બેભાન અવસ્થામાં યુવાનનું મોત ટંકારાના લજાઈ અને વાંકાનેરના સિંધાવદર ગામ પાસે જુગારની રેડમાં કુલ 11 શખ્સો ઝડપાયા હળવદના સુંદરગઢ ગામના પુલ પાસે ટ્રક ટ્રેલરના ચાલકે ઇકો અને ટ્રકને હડફેટે લીધા બાદ રાહદારી આધેડે કચડી નાખતા ઘટના સ્થળે જ મોત ટંકારા-વાંકાનેરમાં બે ઘરફોડ ચોરીની ઘટનાને અંજામ આપનારા વડોદરા-અમદાવાદના બે શખ્સની 4.39 લાખના મુદ્દામાલ સાથે ધરપકડ હળવદના રાતાભે ગામે ઘરમાં જુગાર રમતા 8 ઝડપાયા: 1.27 લાખનો મુદ્દામાલ કબજે મોરબી જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે જિલ્લા અધ્યક્ષ જયંતીભાઈ રાજકોટીયાના હસ્તે ધ્વજવંદન, નાની બરાર ગામમાં સરપંચ દ્વારા વિદ્યાર્થીઓને સ્ટેશનરી કીટનું વિતરણ
Breaking news
Morbi Today

મોરબી જિલ્લાના ખેડૂતોને સીએમએ જાહેર કરેલા પેકેજનો લાભ આપવામાં આવે તેવી માંગ


SHARE







મોરબી જિલ્લાના ખેડૂતોને સીએમએ જાહેર કરેલા પેકેજનો લાભ આપવામાં આવે તેવી માંગ

મોરબી જિલ્લાના ખેડૂતોને અનાવૃષ્ટિ તેમજ અતિવૃષ્ટિની કોઈ પણ સહાય આપવામાં આવી નથી જેથી કરીને આ જિલ્લાની સરકારી સહાયમાંથી કેમ બાદબાકી કરવામાં આવી છે તેવો સવાલ ઇન્ટરનેશનલ હ્યુમન રાઇટ્સ એસોસિયેશનના જનરલ સેક્રેટરી દ્વારા કરવામાં આવેલ છે અને આ મુદે યોગ્ય કરવાની માંગ સાથે મોરબી જીલ્લાના ખેડૂતોને સરકારી સહાય આપવામાં આવે તેના માટે સીએમને રજૂઆત કરેલ છે

ગુજરાત સરકાર દ્વારા અતીવૃષ્ટિગ્રસ્ત ખેડૂતોને સહાય આપવા માટેના પેકેજની જાહેરાત કરેલ છે. પરંતુ આ પેકેજમાં મોરબી જીલ્લાનો સમાવેશ કરવામાં આવેલ નથી જો કે, મુખ્યમંત્રી સહાય યોજનાની સ્કીમ મુજબ ૨૮ દિવસ કરતા વધુ સમય સુધી વરસાદ થયેલ ન હોય તો જીલ્લાને પેકેજનો લાભ મળવો જોઈએ અને આ વિસ્તારને અનાવૃષ્ટિગ્રસ્ત ગણીને પણ સહાય આપવાની જરૂરત હતી. ત્યારબાદ અતિવૃષ્ટિ પણ થયેલ છે. એકવાર વાવેલા પાક વરસાદ ન થવાના કારણે નાશ પામેલ તો બીજીવાર કરેલ વાવેતરનો પાક અતિવૃષ્ટિથી નાશ પામેલ છે. 

ઇન્ટરનેશનલ હ્યુમન રાઇટ્સ એસોસિયેશનના જનરલ સેક્રેટરી કાન્તિલાલ ડી. બાવરવાએ સીએમને કરેલી રજૂઆતમાં જણાવ્યુ છે કે, મોરબી જીલ્લાને આ બંને સહાય ચૂકવવી જોઈએ, પરંતુ મોરબી જીલ્લાને હળહળતો  અન્યાય કરીને આમાંની એક પણ સહાય ચુકવવામાં આવેલ નથી. મોરબી જીલ્લાના મોરબી માળિયાના ધારાસભ્યને સરકારમાં મંત્રી બનાવવામાં આવેલ છે પરંતુ મોરબી જીલ્લાના ખેડૂતોને તો અન્યાય જ થઇ રહ્યો છે અને ધારાસભ્ય મંત્રી બનવાથી ખુશ છે હવે તેમને ખેડૂતોને સહાય મળે કે ના મળે કોઈ ફેર પડતો નથી તેવું લોકો કહી રહ્યા છે. 

 આ નવી સરકારમાં મોરબી જીલ્લાને દરેક ક્ષેત્ર અન્યાય જ થઈ રહ્યો હોવાની લાગણી લોકો અનુભવી રહ્યા છે. ત્યારે જીલ્લાના ખેડૂતોને ન્યાય મળે અને સરકારી પેકજમાં મોરબી જીલ્લાનો સમાવેશ કરવામાં આવે તેવી માંગ કરેલ છે અને જો ખેડૂતો સાથે અન્યાય કરવામાં આવેશ તો ના છૂટકે ખેડૂતોને સાથે રાખીને ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલનાત્મક કાર્યક્રમો કરવામાં આવશે તેવી ચીમકી ઉચ્ચારી છે






Latest News