મોરબીમાં સ્નેહની રાખી - સ્વાવલંબનની ડોરની થીમ પર આધારિત પ્રદર્શન-સહ-વેચાણ રાખી મેળાને રાજ્યમંત્રી ત્રિકમભાઈ છાંગાએ ખુલ્લો મુક્યો રાજ્યમંત્રી ત્રિકમભાઈ છાંગાની હાજરીમાં મોરબી ખાતે વિભાજનની વિભીષિકા સ્મૃતિ દિવસનો કાર્યક્રમ યોજાયો ટ્રાન્સમિશન લાઇનના કામે ખેડૂતોને વળતર ચૂકવવા મોરબી કલેક્ટર કચેરી ખાતે નવી નીતિ અન્વયે પ્રથમ વખત MRC કમિટી દ્વારા ભાવ નક્કી થયા: ૪૦૦% થી પણ વધુ વળતર ચૂકવાશે મોરબી તાલુકામાં ગેસ કટિંગના ગુનામાં સંડોવાયેલ આરોપી રાજસ્થાનથી પકડાયો મોરબીના મચ્છુ-2 ડેમના દરવાજા ઉપર તિરંગા રોશનીનો શણગાર મોરબીમાં ગેરકાયદે કતલખાના બંધ કરાવીને નોનવેજની લારીઓ, દુકાન અને હોટલમાં ચેકિંગ કરવા હિન્દુ સંગઠનની માંગ મોરબી એબીવીપી દ્વારા JPSC-JSSC પેપર લીક થતાં કરાયું વિરોધ પ્રદર્શન મોરબી જિલ્લા કક્ષાનો સ્વતંત્રત પર્વની પ્રભારી મંત્રી ત્રિકમભાઈ છાંગા ની હાજરીમાં મોટા દહીસરા ગામે કરશે ઉજવણી
Breaking news
Morbi Today

મોરબીમાં અનેક વખત દારૂના ગુનામાં ઝડપાયેલ ઇસમ પાસા હેઠળ સુરતની જેલ હવાલે


SHARE







મોરબીમાં અનેક વખત દારૂના ગુનામાં ઝડપાયેલ ઇસમ પાસા હેઠળ સુરતની જેલ હવાલે

મોરબીમાં અગાઉ અનેક વખત દારૂના ગુનામાં પોલીસ ચોપડે ચડી ચૂકેલા શખ્સની સામે પાસાની પ્રપોઝલ તૈયાર કરીને મૂકવામાં આવી હતી જેને મેજિસ્ટ્રેટ દ્વારા મંજૂર કરવામાં આવતા પોલીસે બુટલેગરની પાસા હેઠળ ધરપકડ કરીને સુરતની જેલ હવાલે કર્યો છે.

મોરબી જીલ્લા પોલીસવડા રાહુલ ત્રિપાઠીની સુચના તથા ડીવાયએસપી પી.એ.ઝાલાના માર્ગદર્શન હેઠળ મોરબી શહેરમાં અસામાજીક તત્વોની પ્રવૃતીઓને ડામવા પોલીસ કામ કરી રહી છે ત્યારે મોરબી જીલ્લામાં અનેક વખત ઇંગ્લીશ દારૂના ગુનામાં પકડાયેલ વિજય જયંતીભાઈ અઘારા (40) રહે. જુના દેવળીયા તાલુકો હળવદ વાળાની  વાળાની સામે પાસાની પ્રપોઝલ તૈયાર કરવામા આવેલ હતી જેને જિલ્લા મેજીસ્ટ્રેટ દ્વારા મંજુર કરીને પાસા વોરંટ ઇસ્યુ કરવામાં આવ્યુ હતુ. જેથી એલસીબીની ટીમે આરોપી વિજય જયંતીભાઈ અઘારાની ધરપકડ કરીને સુરતની જેલ હવાલે કરેલ છે.

મારા મારીમાં ઇજા
મોરબીમાં રહેતા ગોપનાથસિંહ યોગનાથસિંહ (40) નામના યુવાનને મોરબી નજીક આવેલ શક્તિ ચેમ્બર પાસે મારામારીના બનાવમાં ઈજા થઈ હતી જેથી કરીને ઇજા પામેલ યુવાનને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા ત્યાં તેને સારવાર આપીને આ બનાવની મોરબી બી ડિવિઝન પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી અને આ બનાવની પ્રાથમિક તપાસ હિતેશભાઈ મકવાણા દ્વારા કરવામાં આવી હતી

ઈલેક્ટ્રીક શોર્ટ
મોરબીના રોહીદાસપરામાં રહેતા જીવાભાઇ મૂળજીભાઈ ગોહેલ (60) નામના વૃદ્ધને ઘરે હતા ત્યારે ઈલેક્ટ્રીક શોટ લગતા તેને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લાવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપ્યા બાદ આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી બી ડિવિઝન પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે

મારામારીમાં ઇજા
મોરબી શહેરના સામાકાંઠા વિસ્તારમાં હરીપાર્કમાં રહેતા રાજેન્દ્રભાઈ મનજીભાઈ નજીર (26) નામના યુવાનને માળિયા ફાટક નજીક મારામારીના બનાવમાં ઈજા થઈ હતી જેથી કરીને ઇજા પામેલ યુવાનને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લાવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપ્યા બાદ આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી બી ડિવિઝન પોલીસને જાણ કરી હતી.






Latest News