ટંકારા નજીક આવેલ ધર્મજીવન કોટનની ઓફીસમાં જુગાર રમતા 19 શખ્સો 3.10 લાખનો મુદામાલ કબ્જે મોરબીના ખારચિયા ગામે કુવામાં ડૂબી જતા તરૂણ અને ટંકારાના બંગાવડી ગામે વાડીએ કુંડીમાં ડૂબી જવાથી બાળકનું મોત માળીયા (મી)ના નાના દહીસરા ગામ પાસે રેલવે ટ્રેક ઉપર એન્જિનની હડફેટે ચડી જતા આધેડનું મોત: વાંકાનેર બાઉન્ડ્રી પાસે હોટલની રૂમમાં બેભાન અવસ્થામાં યુવાનનું મોત ટંકારાના લજાઈ અને વાંકાનેરના સિંધાવદર ગામ પાસે જુગારની રેડમાં કુલ 11 શખ્સો ઝડપાયા હળવદના સુંદરગઢ ગામના પુલ પાસે ટ્રક ટ્રેલરના ચાલકે ઇકો અને ટ્રકને હડફેટે લીધા બાદ રાહદારી આધેડે કચડી નાખતા ઘટના સ્થળે જ મોત ટંકારા-વાંકાનેરમાં બે ઘરફોડ ચોરીની ઘટનાને અંજામ આપનારા વડોદરા-અમદાવાદના બે શખ્સની 4.39 લાખના મુદ્દામાલ સાથે ધરપકડ હળવદના રાતાભે ગામે ઘરમાં જુગાર રમતા 8 ઝડપાયા: 1.27 લાખનો મુદ્દામાલ કબજે મોરબી જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે જિલ્લા અધ્યક્ષ જયંતીભાઈ રાજકોટીયાના હસ્તે ધ્વજવંદન, નાની બરાર ગામમાં સરપંચ દ્વારા વિદ્યાર્થીઓને સ્ટેશનરી કીટનું વિતરણ
Breaking news
Morbi Today

મોરબીના નવલખી રોડ ઉપરથી ૩૭૦ બોટલ દારૂ ભરેલ ટેમ્પો પકડાયો, ત્રણની ધરપકડ


SHARE







મોરબીના નવલખી રોડ ઉપરથી ૩૭૦ બોટલ દારૂ ભરેલ ટેમ્પો પકડાયો, ત્રણની ધરપકડ

મોરબી સીટી બી ડિવિઝન પોલીસ સ્ટાફને મળેલી બાતમીના આધારે મોડીરાત્રિના શહેરના નવલખી રોડ ઉપર આવેલ સેન્ટમેરી ફાટક નજીક વોચ ગોઠવી હતી દરમિયાનમાં નવલખી રોડ સેન્ટમેરી સ્કૂલ પાસેથી બાતમી મુજબનો ટેમ્પો મળી આવતા ટેમ્પાની તલાશી લેવામાં આવી હતી.જેથી ટેમ્પોમાંથી વિદેશી દારૂની ૩૭૦ બોટલ દારૂ મળી આવ્યો હતો.જેથી રૂા.૧,૩૮,૭૫૦ ની કિંમતનો દારૂ અને રૂા.૨.૫૦ લાખની કિંમતનો ટેમ્પો એમ કુલ મળીને રૂા.૩,૮૮,૭૫૦ ના મુદ્દામાલ સાથે હાલમાં ત્રણ ઈસમોની ધરપકડ કરીને "માલ" ક્યાંથી આવ્યો હતો..? તે દિશામાં આગળની તપાસ હાથ ધરી હોવાનું જાણવા મળેલ છે.

મોરબી સીટી બી ડિવિઝન પોલીસ સૂત્રોમાંથી મળતી માહિતી મુજબ પોલીસ મથકના ઇકબાલભીઇ સુમરા અને કેતનભાઇ અજાણાને મળેલ બાતમીના આધારે મોરબીના નવલખી રોડ ઉપર આવેલ સેન્ટમેરી ફાટક નજીક વોચ ગોઠવવામાં આવી હતી.પોલીસને બાતમી મળી હતી કે ટેમ્પો નંબર જીજે ૧૪ એકસ ૭૧૬૫ માં વિદેશી દારૂનો મોટો જથ્થો આવી રહ્યો છે.તેથી નવલખી રોડ સેન્ટમેરી સ્કૂલની સામેની ભાગે રોડ ઉપરથી મળી આવેલ ઉપરોક્ત નંબરના ટેમ્પોને અટકાવીને ટેમ્પોની તલાસી લેવામાં આવતા ટેમ્પોમાંથી વિદેશી દારૂની ૩૭૦ બોટલો મળી આવતા રૂા.૧,૩૮,૭૫૦ ની કિંમતનો વિદેશી દારૂ તેમજ રૂપિયા અઢી લાખની કિંમતનો ટેમ્પો એમ કુલ મળીને રૂા.૩,૮૮,૭૫૦ ની કિંમતના મુદ્દામાલ સાથે પોલીસે સ્થળ ઉપરથી જીગ્નેશ હરેશ પરમાર જાતે કોળી (૨૯) રહે.વીશીપકા મહાકાળી ઓઇલ મીલ પાસે, મસ્જીદ નજીક સ્મશાન રોડ, મોરબી, જલ્પેશ વિનોદ ખાખી જાતે કંસારા (૩૨) રહે.લક્ષ્મીનારાયણ સોસાયટી નવલખી રોડ મોરબી વાળાઓની સ્થળ ઉપરથી ધરપકડ કરી હતી અને આ માલ મોરબીના નવલખી રોડ સેન્ટ મેરીસ સ્કૂલ નજીક આવેલા રણછોડનગરમાં રહેતા રવિ જીતેન્દ્ર પાલા જાતે સોનીએ મંગાવ્યો હોય મોડી રાત્રિના ત્રણેય બુટલેગરોની ધરપકડ કરવામાં આવી હતી અને ઉપરોક્ત દારૂનો જથ્થો કોને મોકલ્યો છે..? અને તે કયાં પહોંચાડવાનો હતો..? તે દિશામાં બી ડિવિજન પોલીસે આગળની તપાસ હાથ ધરી છે.






Latest News