ટંકારા નજીક આવેલ ધર્મજીવન કોટનની ઓફીસમાં જુગાર રમતા 19 શખ્સો 3.10 લાખનો મુદામાલ કબ્જે મોરબીના ખારચિયા ગામે કુવામાં ડૂબી જતા તરૂણ અને ટંકારાના બંગાવડી ગામે વાડીએ કુંડીમાં ડૂબી જવાથી બાળકનું મોત માળીયા (મી)ના નાના દહીસરા ગામ પાસે રેલવે ટ્રેક ઉપર એન્જિનની હડફેટે ચડી જતા આધેડનું મોત: વાંકાનેર બાઉન્ડ્રી પાસે હોટલની રૂમમાં બેભાન અવસ્થામાં યુવાનનું મોત ટંકારાના લજાઈ અને વાંકાનેરના સિંધાવદર ગામ પાસે જુગારની રેડમાં કુલ 11 શખ્સો ઝડપાયા હળવદના સુંદરગઢ ગામના પુલ પાસે ટ્રક ટ્રેલરના ચાલકે ઇકો અને ટ્રકને હડફેટે લીધા બાદ રાહદારી આધેડે કચડી નાખતા ઘટના સ્થળે જ મોત ટંકારા-વાંકાનેરમાં બે ઘરફોડ ચોરીની ઘટનાને અંજામ આપનારા વડોદરા-અમદાવાદના બે શખ્સની 4.39 લાખના મુદ્દામાલ સાથે ધરપકડ હળવદના રાતાભે ગામે ઘરમાં જુગાર રમતા 8 ઝડપાયા: 1.27 લાખનો મુદ્દામાલ કબજે મોરબી જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે જિલ્લા અધ્યક્ષ જયંતીભાઈ રાજકોટીયાના હસ્તે ધ્વજવંદન, નાની બરાર ગામમાં સરપંચ દ્વારા વિદ્યાર્થીઓને સ્ટેશનરી કીટનું વિતરણ
Breaking news
Morbi Today

મોરબી પતિ સહીતનાસાસરીયાના ત્રાસથી તરછોડાયેલ  પીડિતાને ૧૮૧ અભયમ ટીમે સધીયારો આપ્યો


SHARE







મોરબી પતિ સહીતનાસાસરીયાના ત્રાસથી તરછોડાયેલ  પીડિતાને ૧૮૧ અભયમ ટીમે સધીયારો આપ્યો

રાજય સરકાર દ્રારા ચાલતી ૧૮૧ અભયમ હેલ્પલાઈન મહીલા ઓ માટે ખરા અર્થમાં આશીર્વાદ સમાન સાબિત થઇ રહી છે  જેમાં મોરબીમાંથી થર્ડ પાર્ટી દ્વારા ૧૮૧ માં ફાેન કરીને મદદ માગવામાં આવી હતી.જેમા જણાવવામાં આવ્યુ હતુ  કે એક બેન છેલ્લા પંદરેક દીવસથી અહીંતહીં આંટી મારી રહ્યા છે અને તેમની સાથે એક નાનુ બાળક પણ છે માટે તેને મદદની જરૂર છે.જેથી તુરંત જ મોરબી ૧૮૧ ટીમના કાઉન્સેલર રસીલાબેન કુંભાણી તેમજ પોલીસ સ્ટાફના જયશ્રીબેન અને પાયલોટ ભરતભાઈએ પીડિતા સાથે વાત કરતા જણાયુ હતુ કે તે બહેન ગુજરાત બહારના છે અને ગુજરાતી સમજતા નથી.

તેથી ૧૮૧ ની ટિમે આસપાસમાં પૂછપરછ શરૂ કરી હતી.દરમ્યાનમાં એક વ્યક્તિ મળી આવી જેમના થકી જાણવા મળ્યું હતુ કે તે બહેન મૂળ બિહારના છે અને તેઓ પરિણીત છે પરંતુ તેના પતિએ બીજા લગ્ન કરી લીધાં છે અને પત્ની તથા બાળકને ઘરમાંથી કાઢી મુક્યા છે..! પિયરમાં પણ માતા-પિતા હયાત ન હોય તેમજ ભાઈ પણ સાથે રાખવા તૈયાર ન હોય પરિણીતા બાળકને લઇને નીકળી ગઇ હતી અને ગુજરાતમાં આવીને મજૂરી કરીને પોતાનું તથા પોતાના બાળકનું ભરણપોષણ કરવાની હતી જોકે કાઉન્સેલીંગ બાદ તેણે વતન પરત જવા ઇચ્છા દર્શાવતા આગળની કાર્યવાહી શરૂ કરવામાં આવી હતી






Latest News