મોરબીમાં ગેરકાયદે કતલખાના બંધ કરાવીને નોનવેજની લારીઓ, દુકાન અને હોટલમાં ચેકિંગ કરવા હિન્દુ સંગઠનની માંગ મોરબી એબીવીપી દ્વારા JPSC-JSSC પેપર લીક થતાં કરાયું વિરોધ પ્રદર્શન મોરબી જિલ્લા કક્ષાનો સ્વતંત્રત પર્વની પ્રભારી મંત્રી ત્રિકમભાઈ છાંગા ની હાજરીમાં મોટા દહીસરા ગામે કરશે ઉજવણી મોરબીમાં દેણું વધી જતા ગુમ થયેલુ દંપતિ હેમખેમ ઘેર પરત ફર્યું, વજેપર, શનાળા, સિપાઈવાસ, પંચાસર રોડ પરથી દારૂ ઝડપાયો મોરબી કબીર ટેકરીમાં સસ્તા અનાજની દુકાન બંધ થતા સ્થાનિકોને રીક્ષા ભાડા ખર્ચી દુર જવું પડે છે લોકોની હાલાકી અંગે કોર્પોરેટરે કરી જિલ્લા કલેકટરને રજુઆત ભારતમાં મુસ્લિમોની વસ્તી અટકાવવા ત્રીજુ સંતાન થાય તો સરકારી અનાજ, શાળામાં પ્રવેશ, મેડિકલ સારવાર, બેંક લોન અને વોટ આપવાનો અધિકાર બંધ કરો: પ્રવીણ તોગડિયા મોરબી શહેર ભાજપમાં ઉપપ્રમુખ-મંત્રીઓની વરણી કરાઇ મોરબીના ખાનપર ગામે ઘરના ફળિયામાં પડી જતાં ઇજા પામેલા યુવાનનું મોત: સાપર નજીક કારખાનામાં ઇલેક્ટ્રીક શૉટ લગતા યુવાનનું મોત
Breaking news
Morbi Today

મોરબીના ભરતનગર ગામે રાત્રિના સમયે શંકાસ્પદ હાલતમાં લોકોને પકડીને પોલીસ હવાલે કરેલ અજાણ્યા શખ્સનું રાજકોટ ખાતે સારવારમાં મોત


SHARE







મોરબીના ભરતનગર ગામે રાત્રિના સમયે શંકાસ્પદ હાલતમાં લોકોને પકડીને પોલીસ હવાલે કરેલ અજાણ્યા શખ્સનું રાજકોટ ખાતે સારવારમાં મોત

મોરબીના ભરતનગર ગામ પાસે રાત્રિના સમયે આંટાફેરા કરતાં શખ્સને પકડીને ગ્રામજનોએ ત્યાં બેસાડી દીધો હતો અને પોલીસને આ અંગેની જાણ કરી હતી. જો કે, પોલીસ આવે ત્યારે પહેલા તે શખ્સે ભાગવાનો પ્રયત્ન કર્યો હતો જેથી તે અજાણ્યો યુવાન પડી ગયો હતો અને ત્યારબાદ ત્યાં પોલીસ આવી ગયેલ હતી અને પોલીસ તેને સાથે લઈ હતી. દરમિયાન તે અજાણ્યા યુવાનનું સારવાર દરમ્યાન રાજકોટ ખાતે મોત નીપજયું છે. જેથી મોરબી તાલુકા પોલીસને આ અંગેની જાણ કરવામાં આવી છે.

બનાવની જાણવા મળતી માહિતી મુજબ મોરબી માળિયા હાઇવે રોડ ઉપર આવેલ ભરતનગર ગામ પાસે રાત્રિના 12:00 વાગ્યાના અરસામાં એક શખ્સ આંટાફેરા કરી રહ્યો હતો. જેથી ગામના લોકોએ તેને પકડીને ત્યાં બેસાડી દીધો હતો. અને ત્યારબાદ આ અંગેની મોરબી તાલુકા પોલીસ સ્ટેશનના સ્થાનિક જમાદારને તેમજ પોલીસ સ્ટેશને જાણ કરવામાં આવી હતી જોકે પોલીસ આવે ત્યાં સુધીમાં આ શખ્સે ત્યાંથી ભાગવાનો પ્રયત્ન કર્યો હતો દરમિયાન તે પડી ગયો હતો જેથી તેને માથામાં ઇજા થયેલ હતી. તેવામાં પોલીસ ત્યાં પહોંચી હતી.

આ શખ્સની પોલીસ દ્વારા પ્રાથમિક પૂછપરછ કરવામાં આવી ત્યારે તે ફરતું ફરતું બોલતો હતો અને એક મોબાઈલ નંબર તે આપતો હતો જે મોબાઈલ ફોન બંધ આવતો હતો જેથી કરીને પોલીસે તેને સાથે લઈ ગઈ હતી અને તે યુવાને માથામાં ઇજા હોવાથી 108 મારફતે પ્રથમ મોરબી સરકારી હોસ્પિટલ ખાતે લઈ ગયા હતા અને ત્યાંથી વધુ સારવાર માટે રાજકોટ ખાતે લઈ ગયા હતા અને ત્યાં રાત્રિના ચારેક વાગ્યાના અરસામાં તે યુવાનનું સારવાર દરમિયાન રાજકોટની સરકારી હોસ્પિટલ ખાતે મોત નીપજયું છે જેથી આ બનાવની મોરબી તાલુકા પોલીસને તેની જાણ કરવામાં આવી છે.

અકસ્માતમાં ઇજા

મોરબીના ટિંબડી ગામના પાટીયા પાસેથી બાઈક લઈને રાજસ્થાનના ભીલવાડાના રહેવાસી મુતાનસિંગ મીણા (45) નામનો યુવાન પસાર થઈ રહ્યો હતો ત્યારે તેના બાઈકને કોઈ અજાણ્યા વાહને હડફેટે લેતા અકસ્માતનો બનાવ બન્યો હતો જેમાં ઈજા પામેલા યુવાનને સારવાર માટે મોરબીની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપ્યા બાદ આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી તાલુકા પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે

મારા મારીમાં ઇજા

મોરબી તાલુકાના જાંબુડીયા ગામે રહેતા રાજેશ વિક્રમભાઈ નંદાણીયા (35) અને ભરત વિક્રમભાઈ નંદાણીયા (24) નામના બે યુવાનોને મોરબીના લાલપર ગામ પાસે આવેલ પેટ્રોલ પંપ નજીક મારામારીના બનાવમાં ઈજા થઈ હતી જેથી બંનેને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપ્યા બાદ આ બનાવની મોરબી તાલુકા પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે અને આ બનાવની પ્રાથમિક તપાસ જે.પી. પટેલ દ્વારા કરવામાં આવેલ છે

મારા મારીમાં ઇજા

મોરબીના વિજયનગર વિસ્તારમાં રહેતા રાહુલ ભરતભાઈ ચાવડા (24) નામના યુવાનને રાત્રિના 12:00 વાગ્યાના અરસામાં મારા મારીના બનાવમાં ઈજા થઈ હતી જેથી તેને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપ્યા બાદ આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી એ ડિવિઝન પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે અને બનાવની પ્રાથમિક તપાસ એ.એમ. જાપડીયા દ્વારા કરવામાં આવેલ છે






Latest News