મોરબી તાલુકામાં ગેસ કટિંગના ગુનામાં સંડોવાયેલ આરોપી રાજસ્થાનથી પકડાયો મોરબીના મચ્છુ-2 ડેમના દરવાજા ઉપર તિરંગા રોશનીનો શણગાર મોરબીમાં ગેરકાયદે કતલખાના બંધ કરાવીને નોનવેજની લારીઓ, દુકાન અને હોટલમાં ચેકિંગ કરવા હિન્દુ સંગઠનની માંગ મોરબી એબીવીપી દ્વારા JPSC-JSSC પેપર લીક થતાં કરાયું વિરોધ પ્રદર્શન મોરબી જિલ્લા કક્ષાનો સ્વતંત્રત પર્વની પ્રભારી મંત્રી ત્રિકમભાઈ છાંગા ની હાજરીમાં મોટા દહીસરા ગામે કરશે ઉજવણી મોરબીમાં દેણું વધી જતા ગુમ થયેલુ દંપતિ હેમખેમ ઘેર પરત ફર્યું, વજેપર, શનાળા, સિપાઈવાસ, પંચાસર રોડ પરથી દારૂ ઝડપાયો મોરબી કબીર ટેકરીમાં સસ્તા અનાજની દુકાન બંધ થતા સ્થાનિકોને રીક્ષા ભાડા ખર્ચી દુર જવું પડે છે લોકોની હાલાકી અંગે કોર્પોરેટરે કરી જિલ્લા કલેકટરને રજુઆત ભારતમાં મુસ્લિમોની વસ્તી અટકાવવા ત્રીજુ સંતાન થાય તો સરકારી અનાજ, શાળામાં પ્રવેશ, મેડિકલ સારવાર, બેંક લોન અને વોટ આપવાનો અધિકાર બંધ કરો: પ્રવીણ તોગડિયા
Breaking news
Morbi Today

મોરબીમાં બાંધકામ સાઇટ ઉપર ઇલેક્ટ્રીક શોર્ટ લગતા યુવતી સારવારમાં


SHARE







મોરબીમાં બાંધકામ સાઇટ ઉપર ઇલેક્ટ્રીક શોર્ટ લગતા યુવતી સારવારમાં

મોરબીના નવલખી રોડ પર આવેલ લાયન્સનગર વિસ્તારમાં કડિયા કામ ચાલુ હતું ત્યારે ત્યાં કામ કરી રહેલ એક યુવતની ઇલેક્ટ્રીક શોર્ટ લાગ્યો હતો જેથી તેને સારવાર માટે મોરબીની હોસ્પિટલમાં લઈને આવ્યા હતા અને આ બનાવની મોરબી બી ડિવિઝન પોલીસને જાણ કરી હતી

બનાવની જાણવા મળતી માહિતી મુજબ મોરબીના નવલખી રોડ પર આવેલ લાયન્સનગર વિસ્તારમાં કડિયા કામ ચાલુ હતું દરમિયાન ત્યાં કામ કરી રહેલા વિમલાબેન દેવલાલભાઈ આદિવાસી (19) નામની યુવતીને ઈલેક્ટ્રીક શોર્ટ લાગ્યો હતો જેથી તેને સારવાર માટે હોસ્પિટલ લઈ ગયા હતા અને ત્યાં તેને સારવાર આપ્યા બાદ આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી બી ડિવિઝન પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે અને આ બનાવની પ્રાથમિક તપાસ પ્રફુલભાઈ પરમાર દ્વારા કરવામાં આવી છે

યુવાન સારવારમાં

મોરબીના વીસીપરા વિસ્તારની અંદર રહેતો જયંતીભાઈ કાનજીભાઈ ઇંદરિયા (22) નામનો યુવાન બાઇક લઈને જઈ રહ્યો હતો ત્યારે રજડતા ઢોરે તેના બાઇકને હડફેટે લેતા તેને ડાબા હાથના કાંડામાં ઈજા થયેલ હતો જેથી તેને સારવાર માટે લઈ ગયા હતા અને ત્યારબાદ આ બનાવની મોરબી બી ડિવિઝન પોલીસને જાણ કરતા પોલીસે બનાવવાનું નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે આ બનાવની પ્રાથમિક તપાસ પ્રફુલભાઈ પરમાર દ્વારા કરવામાં આવેલ છે

મારા મારીમાં ઇજા

માળીયા તાલુકાના મોટાભેલા ગામે રહેતા અશોકભાઈ રાજુભાઈ સોમાણી (35) નામના યુવાનને મોરબીના વેજીટેબલ રોડ ઉપર મારામારીના બનાવમાં ઇજા થયેલ હતી જેથી તેને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા ત્યાં તેને સારવાર આપીને આ બનાવની મોરબી બી ડિવિઝન પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી કરેલ છે અને આ બનાવની પ્રાથમિક તપાસ હિતેશભાઈ મકવાણા દ્વારા કરવામાં આવી છે

બાળકી સારવારમાં

મોરબીના નવલખી રોડ ઉપર આવેલ પીપળીયા ચોકડી પાસે ફગસિયાના રોડ ઉપર આવેલ ઉત્પલ પ્લાયવુડ યુનિટમાં રહેતા અને મજૂરી કામ કરતા સંજયભાઈ સાડાની પાંચ વર્ષની દીકરી અસ્મિતાબેન ત્યાં યુનિટમાં રમતા રમતા સીડી ઉપરથી નીચે પટકાતા તેને ઇજા થયેલ હતી જેથી તેને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને આ બનાવની મોરબી તાલુકા પોલીસને જાણ કરતા પોલીસે અકસ્માતના બનાવની નોંધ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે અને આ બનાવની પ્રાથમિક તપાસ ફિરોજભાઈ સુમરા દ્વારા કરવામાં આવી હતી






Latest News