મોરબીમાં દેણું વધી જતા ગુમ થયેલુ દંપતિ હેમખેમ ઘેર પરત ફર્યું, વજેપર, શનાળા, સિપાઈવાસ, પંચાસર રોડ પરથી દારૂ ઝડપાયો મોરબી કબીર ટેકરીમાં સસ્તા અનાજની દુકાન બંધ થતા સ્થાનિકોને રીક્ષા ભાડા ખર્ચી દુર જવું પડે છે લોકોની હાલાકી અંગે કોર્પોરેટરે કરી જિલ્લા કલેકટરને રજુઆત ભારતમાં મુસ્લિમોની વસ્તી અટકાવવા ત્રીજુ સંતાન થાય તો સરકારી અનાજ, શાળામાં પ્રવેશ, મેડિકલ સારવાર, બેંક લોન અને વોટ આપવાનો અધિકાર બંધ કરો: પ્રવીણ તોગડિયા મોરબી શહેર ભાજપમાં ઉપપ્રમુખ-મંત્રીઓની વરણી કરાઇ મોરબીના ખાનપર ગામે ઘરના ફળિયામાં પડી જતાં ઇજા પામેલા યુવાનનું મોત: સાપર નજીક કારખાનામાં ઇલેક્ટ્રીક શૉટ લગતા યુવાનનું મોત મોરબીની અણીયારી ચોકડી પાસે 2 ભેંસ-2 પાડાને કતલખાને લઈએ જતી બોલેરો સાથે બે શખ્સને ગૌરક્ષકોએ પકડ્યા વાંકાનેરના જોધપર ગામે છોકરાઓના રમવા બાબતે મહિલા અને તેની દીકરીને 4 મહિલા સહિત 6 લોકોએ માર માર્યો આજે તો તું બચી ગયો હવે ભેગો થઈશ તો પાડી દેશું: વાંકનેરના રાજાવડલા ગામે યુવાનને તેના બે ભાઈ-ભાભીઓએ આપી ધમકી
Breaking news
Morbi Today

મોરબીના નવા એસટી ડેપો નજીક રીક્ષા પલટી જતાં ઇજા પામેલ બાળક સારવારમાં: વાંકાનેરમાંથી બાઈકની ચોરી


SHARE







મોરબીના નવા એસટી ડેપો નજીક રીક્ષા પલટી જતાં ઇજા પામેલ બાળક સારવારમાં: વાંકાનેરમાંથી બાઈકની ચોરી

મોરબીના સનાળા રોડ ઉપર નવા એસટી ડેપો સામેથી રીક્ષા પસાર થઈ રહી હતી ત્યારે રીક્ષા પલટી ગઈ હતી જેથી તેમાં બેઠેલ બાળકને ઇજા થતાં તેને સારવાર માટે મોરબીની ખાનગી હોસ્પિટલમાં લઈને આવ્યા હતા

બનાવની જાણવા મળતી માહિતી મુજબ મોરબીના સનાળા રોડ ઉપર આવેલ નવા એસટી ડેપો સામેથી રીક્ષા પસાર થઈ રહી હતી ત્યારે રીક્ષા પલટી જતા તેમાં બેઠેલ અફઝલ હાસમભાઈ જિંદાણી (8) રહે. સિપાઈવાસ નહેરુગેટ ચોક પાસે મોરબી વાળાને ઇજા થયેલ હતી જેથી તેને સારવાર માટે મોરબીના શનાળા રોડે આવેલ ક્રિષ્ના હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપ્યા બાદ આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી એ ડિવિઝન પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

બાઇક ચોરી

વાંકાનેરના રાજાવડલા રોડ ગુલાબનગર ખાતે રહેતા નદીમભાઈ કમાલભાઈ કુરેશી જાતે મુસ્લિમ ખાટકી (32)એ હાલમાં વાંકાનેર સિટી પોલીસ સ્ટેશન ખાતે ચોરીની ફરિયાદ નોંધાવેલ છે જેમાં તેને જણાવ્યુ છે કે, તેઓના રહેણાંક મકાન પાસે તેણે પોતાનું બાઈક નંબર જીજે 3 એચએમ 8544 પાર્ક કરીને મૂક્યું હતું જે બાઈકની કોઈ અજાણ્ય શખ્સ દ્વારા ચોરી કરવામાં આવેલ છે જેથી કરીને 20 હાજર રૂપિયાની કિંમતના બાઈકની ચોરી થઈ હોવાની હાલમાં ભોગ બનેલા યુવાને વાંકાનેર સિટી પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવેલ છે.

દેશી દારૂ

ટંકારા તાલુકાના હડમતીયાથી સજનપર જવાના રસ્તા ઉપરથી પસાર થઈ રહેલા એકટીવાને રોકીને પોલીસ દ્વારા ચેક કરવામાં આવતા એકટીવા ઉપર જઈ રહેલા શખ્સ પાસેથી 14 લીટર દેશી દારૂ જથ્થો મળી આવતા પોલીસે દારૂ અને એકટીવા મળીને 30280 નો મુદ્દામાલ કબજે કર્યો હતો અને આરોપી કાંતિભાઈ જેઠાભાઈ સોલંકી (62) રહે. હડમતીયા તાલુકો ટંકારા વાળાની ધરપકડ કરી હતી અને તેની સામે ટંકારા તાલુકા પોલીસ સ્ટેશને ગુનો નોંધવામાં આવેલ છે






Latest News