મોરબીમાં જુગારમાં ૨૨ લાખ હારેલ યુવાનને વ્યાજચક્રમાં ફસાવી પઠાણી ઉઘરાણી કરવામાં વધુ એક સામે કાર્યવાહી મોરબીમાં મંદિરની દાન પેટીમાંથી 50 હજારની ચોરી કરનારા બે આરોપીની ધરપકડ મોરબીમાં કોપર વાયરની ચોરીના ગુનામાં પકડાયેલ 4 આરોપીના 2 દિવસના રિમાન્ડ મંજૂર મોરબીના મચ્છી પીઠ વિસ્તારમાં મહાપાલિકાની ટીમે પરચુરણ ડિમોલેશન કર્યું ! મોરબીના પીપળીયા ચાર રસ્તે સમાધાન માટે બોલાવીને યુવાનની હત્યા કરવાના ગુનામાં પકડાયેલ બંને આરોપીના બે દિવસના રિમાન્ડ મંજૂર મોરબીના બિલિયા-અણીયારી આયુષ્માન આરોગ્ય મંદિરને મળ્યું રાષ્ટ્રીય કક્ષાનું NQAS પ્રમાણપત્ર મોરબી જિલ્લા સંકલન સહ ફરિયાદ સમિતિની બેઠક 16 મેએ યોજાશે મોરબીના નવા સાદુળકા ગામ પાસે ખેત તલાવડીના પાણીમાં ડૂબી જવાથી કાકા-ભત્રીજા સહિત 3 ના મોત
Breaking news
Morbi Today

મોરબી જીલ્લામાં ચોમાસામાં ગ્રામ પંચાયતના તલાટી-મંત્રીઓને હેડક્વાર્ટર ઉપર હાજર રહેવા ડીડીઓનો આદેશ


SHARE











મોરબી જીલ્લામાં ચોમાસામાં ગ્રામ પંચાયતના તલાટી-મંત્રીઓને હેડક્વાર્ટર ઉપર હાજર રહેવા ડીડીઓનો આદેશ

મોરબી જિલ્લામાં ચોમાસાનો પ્રારંભ થઇ ગયેલ હોય તેના કારણે અતિ ઝડપથી પવન ફુંકાવાની તેમજ ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા છે જેથી ગ્રામ પંચાયત ખાતે ગ્રામ પંચાયત સેક્રેટરીની હાજરી અનિવાર્ય હોવાથી ચોમાસામાં મહત્વની સુચનાઓનું પાલન કરવા મોરબીના ડીડીઓ જે.એસ. પ્રજાપતિ દ્વારા પરિપત્ર કરવામાં આવ્યો છે.

આ પરિપત્ર અનુસાર તમામ તલાટી-કમ મંત્રીઓ ફરજિયાત હેડક્વાર્ટર પર રહે તે માટેની સુચના આ૫વામાં આવે છે અને સેજાના તેમજ ચાર્જના ગામમાં હાજરી આપવાની થાય તો તેની જાણ અગાઉથી સરપંચ તથા વિસ્તરણ અઘિકારી(પંચાયત)ને કરવી અને કયા વારે કયા ગામે હાજર રહેવાને છે તે અંગેનું બોર્ડ ગ્રામ પંચાયત ખાતે ફરજિયાત લગાવવાનું રહેશે. તાલુકા કક્ષાની અઠવાડિક બેઠકમાં હાજર રહેવાનુ હોય ત્યારે તેની જાણ પણ સરપંચને કરવી અને બેઠક પુર્ણ થયા બાદ તાત્કાલિક ફરજ પર હાજર થઇ જવાનું રહેશે. 

ટીડીઓ દ્વારા બિન અધિકૃત ગેરહાજર રહેનાર તલાટી કમ મંત્રીની જે-તે દિવસની બિન પગારી રજા ગણવાની રહેશે. અને વાંરવાંર આવુ બનવા પામે તો શિક્ષાત્મક કાર્યવાહી હાથ ઘરવા સુચના આપવામાં આવી છે. વિસ્તરણ અઘિકારી(પંચાયત) સંવર્ગના કર્મચારીએ ગ્રામ પંચાયત ખાતે તલાટી કમ મંત્રીની હાજરીની ખરાઇ કરવાની રહેશે. અને તેનો હકીકત લક્ષી અહેવાલ તાલુકા વિકાસ અઘિકારી મારફત અત્રેની કચેરીને મોકલી આપવાનો રહેશે.

ગ્રામ્ય કક્ષાએ ભારે વરસાદ દરમિયાન ઉપલબ્ઘ ટ્રેકટર, જે.સી.બી, બુલડોઝર, ટ્રક વગેરે વાહન માલિકોની સંપર્ક યાદી તલાટી-કમ મંત્રીએ તૈયાર કરવી તેમજ આ બાબતની કામગીરીની ચકાસણી વિસ્તરણ અઘિકારી(પંચાયત)એ કરવાની રહેશે. વરસાદ દરમિયાન તલાટી-કમ મંત્રીઓએ ફરજ પર સતત સ્ટેન્ડ બાય રહેવાનું રહેશે. તથા આવશ્યક તમામ જરૂરી પગલા લેવાના રહેશે. ઉપરાંત તેઓના વિસ્તારમાં કોઇ દુર્ઘટના બને તો તેની જાણ તરતજ જિલ્લા કક્ષાએ કરવાની રહેશે. તેવો મોરબીના ડીડીઓ જે.એસ. પ્રજાપતિ દ્વારા આદેશ કરવામાં આવ્યો છે.






Latest News