મોરબીના ખારચિયા ગામે કુવામાં ડૂબી જતા તરૂણ અને ટંકારાના બંગાવડી ગામે વાડીએ કુંડીમાં ડૂબી જવાથી બાળકનું મોત માળીયા (મી)ના નાના દહીસરા ગામ પાસે રેલવે ટ્રેક ઉપર એન્જિનની હડફેટે ચડી જતા આધેડનું મોત: વાંકાનેર બાઉન્ડ્રી પાસે હોટલની રૂમમાં બેભાન અવસ્થામાં યુવાનનું મોત ટંકારાના લજાઈ અને વાંકાનેરના સિંધાવદર ગામ પાસે જુગારની રેડમાં કુલ 11 શખ્સો ઝડપાયા હળવદના સુંદરગઢ ગામના પુલ પાસે ટ્રક ટ્રેલરના ચાલકે ઇકો અને ટ્રકને હડફેટે લીધા બાદ રાહદારી આધેડે કચડી નાખતા ઘટના સ્થળે જ મોત ટંકારા-વાંકાનેરમાં બે ઘરફોડ ચોરીની ઘટનાને અંજામ આપનારા વડોદરા-અમદાવાદના બે શખ્સની 4.39 લાખના મુદ્દામાલ સાથે ધરપકડ હળવદના રાતાભે ગામે ઘરમાં જુગાર રમતા 8 ઝડપાયા: 1.27 લાખનો મુદ્દામાલ કબજે મોરબી જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે જિલ્લા અધ્યક્ષ જયંતીભાઈ રાજકોટીયાના હસ્તે ધ્વજવંદન, નાની બરાર ગામમાં સરપંચ દ્વારા વિદ્યાર્થીઓને સ્ટેશનરી કીટનું વિતરણ મોરબી નવયુગ ગ્રૂપ ઓફ એજ્યુકેશનમાં સ્વતંત્રતા દિવસની ઉજવણી કરાઇ: મુસ્કાન વેલફેર સોસાયટીનું વહીવટી તંત્રએ કર્યું સન્માન
Breaking news
Morbi Today

જો વરસાદી પાણીના નિકાલ જીઆઈડીસી ખોલશે નહીં તો મોરબીના પાનેલી, જાબુંડીયા તથા લખધીરપુર ગામે મોટા નુકશાનની દહેશત


SHARE







જો વરસાદી પાણીના નિકાલ જીઆઈડીસી ખોલશે નહીં તો મોરબીના પાનેલી, જાબુંડીયા તથા લખધીરપુર ગામે મોટા નુકશાનની દહેશત

મોરબીના પાનેલી, જાબુંડીયા તથા લખધીરપુર ગામ પામે બની રહેલ જીઆડીસી દ્વારા બંધ કરવામાં આવેલ વરસાદી પાણીના વહેણો ખોલવામાં નહીં આવે તો આગમી સમયમાં ભારે વરસાદ પડશે તો માનવસર્જિત જળ હોનારત, લોકોના જાનમાલને ખુબ જ મોટું નુક્સાન, ખેડૂતોના ખેતરોમાં પણ નુક્સાન થાય તેવી દહેશત છે છતાં અધિકારીઓ કેમ કોઈ કાર્યવાહી કરતાં નથી તે પણ તપાસનો વિષય છે.

મોરબીના પાનેલી, જાબુંડીયા તથા લખધીરપુર ગામના ગ્રામજનો વતી પરસાડીયા રાજુભાઈ માધાભાઈ (૫૫)એ પ્રાદેશિક મેનેજર જી.આઇ.ડી.સી- રાજકોટને ફરિયાદ કરલે છે જેમાં જણાવ્યુ છે કે, પાનેલીના સર્વે નં-૧૪૦ પૈકીમાથી નીકળતા જાહેર માર્ગ રસ્તા તથા વરસાદી પાણીના વહેણો બંધ કરીને ઔધ્યોગીક પ્લોટીંગ કરીને વેચાણ અર્થે લે-આઉટ પ્લાન શીટ બનાવવામાં આવેલ છે. આવી જ રીતે જાબુંડીયા ગામના સર્વે નં-૧૪૬ પૈકીમાંથી નીકળતા કુદરતી પાણીના વહેણો પણ બુરી નાખવામાં આવેલ છે. અને વોટરબોડિના નીતીનિયમોનું ઉલ્લઘન કરવામાં આવેલ છે. પાનેલીથી શોભેશ્વર મોરબી જતો માર્ગ પણ છેલ્લા સાડા પાંચ મહીનાથી બંધ કરી નાખવામાં આવેલ છે.

જાંબુડીયા સર્વે નંબર ૧૪૬, પાનેલી સર્વે નંબર ૧૪૦/૨ ના કુદરતી વરસાદી પાણીના વોંકળાના વહેણ બંધ કરી નાખવામાં આવ્યા છે તેમજ જાહેર માર્ગો એક બીજા ગામ જવા માટેના બંધ કર્યા છે જેથી કરીને જીઆઇડીસી દ્વારા રસ્તા અને કુદરતી વરસાદી પાણીના નિકાલને ખુલ્લા કરવાની સંપૂર્ણ સત્તા મામલતદાર કોર્ટને છે જેથી કરીને જીઆઇડીસી સામે કેસ દાખલ કરવા તા. ૧૦/૬ થી દાદ માંગી હતી. છતાં આજ દિવસ સુધી કેસ દાખલ કરેલ નથી ?, સ્થળ ઉપર રોજકામ કરવા આવતા નથી, વધુ વરસાદ પડે તો પાનેલીમાં માનવસર્જિત જળ હોનારત થઈ શકે છે. અને લોકોના જાનમાલને ખુબ જ મોટું નુક્સાન થાય તેવી શ્કાયતા છે. આટલું જ નહીં વરસાદી પાણીના લીધે જાંબુડીયા, લખધીરપુર અને પાનેલી ગામના ખેડૂતોના ખેતરોમાં પણ નુક્સાન થાય તેમ છે. 






Latest News