ટંકારાના હરબટીયાળી ગામમાં નુકસાન કરવાની ના કહેતા યુવાનના પિતાને માથામાં પાઇપ ફટકારીને એક શખ્સે કર્યું હેમરેજ મોરબી વાંકાનેર હાઇવે ઉપર બાપાસીતારામની મઢુલી પાસે અજાણ્યા વાહન ચાલકે હડફેટે લેતા રોડ ક્રોસ કરતાં આધેડનું મોત મોરબીના ઘૂટું ગામે વાસણ માંજવાની ના પાડતા સાસુને પુત્રવધૂએ માર માર્યો, મારી નાખવાની ધમકી મોરબીના અદેપર ગામે ડેમના કાંઠે દેશી દારૂની ભઠ્ઠી ઉપર રેડ, 1,37 લાખનો મુદામાલ કબ્જે: વાંકાનેર તાલુકામાં 5 બોટલ દારૂ સાથે એક પકડાય ટંકારા નજીક ગ્રાન્ડ વીરાટા ગાડીના ચાલકે અચાનક વળાંક વાળી લેતા બાઇકને હડફેટે લીધું: ઇજા પામેલ યુવાન સારવારમાં માળીયા (મી)ના માણાબાં પાસે-વાંકાનેરના સરતનપર નજીક કારખાનામાં હાર્ટ એટેકથી એક-એક યુવાનનું મોત વાંકાનેરના સરતાનપર રોડે કારખાનામાં શોટ લાગતાં એક યુવાનનું મોત, એક સારવારમાં વાંકાનેર તાલુકામાં ગેરકાયદે-ઓવરલોડ ખનીજનું પરિવહન કરતાં 4 ડમ્પર ઝડપાયા: 1.10 કરોડનો મુદામાલ કબ્જે
Breaking news
Morbi Today

મોરબીમાં બાયપાસ રોડે વર્ષોથી બની રહેલ આવાસ યોજનાના કામમાં ભ્રષ્ટાચારનો કોંગ્રેસ પ્રમુખનો આક્ષેપ


SHARE











મોરબીમાં બાયપાસ રોડે વર્ષોથી બની રહેલ આવાસ યોજનાના કામમાં ભ્રષ્ટાચારનો કોંગ્રેસ પ્રમુખનો આક્ષેપ

મોરબીના શનાળા બાયપાસ પાસે વર્ષોથી આવાસ યોજનાના મકાન બનાવવા માટેની કામગીરી કરવામાં આવી રહી છે જો કે, આજની તારીખે પણ કામ પૂરું કરવામાં આવ્યું નથી જેથી કરીને આ કામમાં મોટા પાયે ભ્રષ્ટાચાર કરવામાં આવ્યો છે તેવો આક્ષેપ મોરબી શહેર કોંગ્રેસ સમિતિના પ્રમુખ દ્વારા કરવામાં આવ્યો છે અને આ કામની તટસ્થ તપાસ કરવામાં આવે તેવી માંગ સાથે કલેક્ટરને રજૂઆત કરવામાં આવી છે.

મોરબી શહેર કોંગ્રેસ સમિતિના પ્રમુખ પુષ્પરાજસિંહ જાડેજાએ હાલમાં કલેક્ટરને લેખિત રજૂઆત કરી છે જેમાં જણાવ્યુ છે કે, મોરબીના કંડલા બાયપાસ ઉપર કામઘેનુ પાસે સરકારી આવાસ યોજના મંજૂર કરવામાં આવેલ છે અને વર્ષોથી બાંધકામ કરવામાં આવી રહ્યું છે જો કે, કામ પૂરું જ કરવામાં આવતું નથી અને સરકારે વર્ષો પહેલા આવાસ યોજનાના કામ માટે મોરબી પાલિકાને ૧૦૦ કરોડ જેટલી રકમ આપી હતી. તેમ છતાં પણ રાજકીય નેતાઓ, કોન્ટ્રાકટરો તેમજ તેમના મળતીયાઓએ આજ દિવસ સુધી તે આવાસનું કામ પૂરું કર્યું નથી. અને લાંબા સમય સુધી તેમનું ખીસ્સુ ભરેલ રહે તેવા એક માત્ર હેતુથી મોટા પાયે આવસના કામમાં ગેરરીતી અને ભ્રષ્ટાચાર કરવામાં આવ્યો છે.

વધુમાં જણાવ્યુ છે કે, આ આવાસ યોજનાના બાંધકામમાં યોગ્ય માત્રામાં સિમેન્ટ કે લોખંડના ગ્રેડને ધ્યાને લેવામાં આવેલ નથી, આ આવાસ યોજનાના કામમાં રાજકીય નેતાઓ, કોન્ટ્રાકટરો તેમજ તેમના મળતીયાઓ દ્વારા ભ્રષ્ટાચાર કરવામાં આવેલ છે. અને આજ દિવસ સુધી કામ પૂરું થયું નથી તેના માટે જવાબદાર કોણ તે સૌથી મોટો સવાલ છે. અને જો નબળી કામગીરી કરવામાં આવી હોય અને ભવિષ્યમાં કોઈ દુર્ઘટના બનશે તો તેના માટે જવાબદાર કોણ ?, કોન્ટ્રાક્ટરો દ્વારા લોટ, પાણી અને લાકડા જેવું કામ કરવામાં આવ્યું છે તો પણ કેમ અધિકારી તેની સામે કોઈ પગલાં લેતા નથી ? તે પણ તપાસનો વિષય છે.






Latest News