હળવદ નજીકથી 35 પાડાને ભરેલ આઇસર સહિત 2.58 લાખનો મુદામાલ કબ્જે, અમદાવાદનાં બે શખ્સ સામે ફરિયાદ મોરબીના વાવડી રોડ રહેતી મહિલા ઉપર પ્રેમસંબંધની શંકા રાખીને ઘરમાં ઘૂસીને માર માર્યો, ધમકીઓથી કંટાળીને મહિલાની માતાએ કર્યો આપઘાત: 5 મહિલા સહિત 6 સામે ગુનો નોંધાયો વાંકાનેરમાં દુકાનની અંદર ગેરકાયદે ગેસના બાટલાનું રિફીલિંગ કરતા વેપારીની ધરપકડ: પીપળી ગામે મંદિર પાસેથી બાઈકની ચોરી મોરબીના લાલપર ગામ પાસે રોડ ક્રોસ કરી રહેલા યુવાનને બાઈક ચાલકે હડફેટે લેતા પગમાં ફ્રેક્ચર મોરબીમાં માધાપર ઝાંપા પાસે ચલણી નોટના નંબર આધારે જુગાર રમતા ત્રણ પકડાયા મોરબી શહેર અને તાલુકામાં જુદી જુદી બે જગ્યાએ દારૂની રેડમાં 85 બોટલ દારૂ ઝડપાયો અપમૃત્યુના બે બનાવ: મોરબી નજીક મશીનમાં હાથ આવી જવાથી ઇજા પામેલ યુવાનનું મોત, કંસારા શેરીમાં ઘરમાં પડી ગયેલ વૃદ્ધનું સારવારમાં મોત મોરબીના યુવાનનું સાયલા નજીક માર્ગ અકસ્માતમાં કરૂણ મૃત્યુ
Breaking news
Morbi Today

માળીયા હળવદ ત્રણ રસ્તા પાસે હોટલના સ્ટાફ રૂમમાં યુવાને અણધાર્યું પગલું ભર્યું


SHARE













માળીયા હળવદ ત્રણ રસ્તા પાસે હોટલના સ્ટાફ રૂમમાં યુવાને અણધાર્યું પગલું ભર્યું

માળીયા હળવદ ત્રણ રસ્તા પાસે આવેલ ભેરુનાથ હોટલના રૂમમાં યુવાને ગળાફાંસો ખાઈને આપઘાત કરી લીધો હતો જેથી તેના મૃતદેહને માળીયાની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાથી આ બનાવની માળિયા તાલુકા પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે

બનાવની જાણવા મળતી માહિતી મુજબ મૂળ રાજસ્થાનના સરડા તાલુકાના ઢાકાવાડાના રહેવાસી અને હાલમાં માળિયા હળવદ હાઇવે રોડ ઉપર ત્રણ રસ્તા પાસે આવેલ ભેરુનાથ હોટલના સ્ટાફ ક્વાર્ટરમાં રહેતા કેશવલાલ હેરાજી મીણા (39) નામના યુવાને હોટલના સ્ટાફ રૂમમાં કોઈ કારણોસર ગળાફાંસો ખાઈને આપઘાત કરી લીધો હતો જેથી આ અંગેની મૃતકના પરિવારજનોને જાણ કરવામાં આવી હતી અને ત્યારબાદ તેના ડેડબોડીને માળિયાની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને આ બનાવની હોસ્પિટલ મારફતે માળિયા મીયાણા તાલુકા પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે અને આ બનાવની વધુ તપાસ માળિયા તાલુકા પોલીસ સ્ટેશનના એ.એસ.આઇ. વી.બી. બાબરીયા ચલાવી રહ્યા છે અને યુવાને ક્યાં કારણોસર આપઘાત કર્યો છે તે દિશામાં હવે પોલીસ દ્વારા આગળની તપાસ તજવીજ કરવામાં આવી રહી છે






Latest News