ઉડ્ડયન મંત્રીને વિમાની સેવા માટે સાંસદ વિનોદ ચાવડા-ધારાસભ્ય શ્રીમતિ માલતીબેન મહેશ્વરીએ કરી રજૂઆત મોરબીની અણિયારી ચોકડી પાસેથી 10 પાડાને કતલખાને લઈ જતાં વાહન સાથે બે શખ્સને ગૌરક્ષકોએ પકડાયા મોરબી મહાપાલિકામાં બ્રહ્મસમાજના નવનિયુક્ત ચેરમેન-વાઇસ ચેરમેનનું પરશુરામ યુવા ગ્રૂપ દ્વારા કરાયું સન્માન ટંકારામાં ૧૧ ઓગસ્ટે ઔદ્યોગિક ભરતી મેળાનું આયોજન મોરબીમાં જિલ્લા કક્ષાના સ્વાતંત્ર્ય દિનની ઉજવણી મોટા દહીસરા ખાતે કરાશે: કલેક્ટરના અધ્યક્ષ સ્થાને સમીક્ષા બેઠક યોજાઇ મોરબી જિલ્લામાં વરસાદ દરમ્યાન મૃત્યુ પામેલા મૃતકોના પરિવારજનોને મંત્રી-ધારાસભ્યની હાજરીમાં સહાયના ચેક અર્પણ રહસ્ય અકબંધ: મોરબીના વીરપરડા ગામ પાસે 40 થી 50 કિલોમીટરની ઝડપે પવન હોવા છતાં કુવાનું પાણી હવે શાંત મોરબી નજીક બંધ પડેલા સિરામિક કારખાનામાંથી સીઆઇડીની ટીમે 840 બોરી યુરિયા ખાતરનો જથ્થો ઝડપી લીધો: તપાસ શરૂ
Breaking news
Morbi Today

હળવદના દેવળીયા પાસે કાર આડે ગાય ઉતરતા અકસ્માત: બે યુવતીને ઇજા


SHARE







હળવદના દેવળીયા પાસે કાર આડે ગાય ઉતરતા અકસ્માત: બે યુવતીને ઇજા

હળવદ માળીયા હાઈવે ઉપર દેવળીયા ગામની ચોકડી પાસેથી ઇકો કાર પસાર થતી હતી ત્યારે અચાનક રસ્તા ઉપર ગાય આડી ઉતરતા કાર ચાલકે પોતાના સ્ટિયરિંગ ઉપરથી કાબૂ ગુમાવ્યો હતો અને કાર પલટી મારી ગઇ હતી જેથી કરીને કારમાં બેઠેલ બે યુવતીઓને ઇજાઓ થવાના કારણે તેને સારવાર માટે ખસેડવામાં આવી હતી અને હાલમાં ભોગ બનેલી યુવતીએ કાર ચાલક સામે ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુનો નોંધીને આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે

બનાવની જાણવા મળતી વિગતો પ્રમાણે ધાંગધ્રા તાલુકાના દુદાપુર વિસ્તારની રહેવાની વૃત્તિબેન અશોકભાઈ કાવર (૨૧) નામની યુવતીએ હાલમાં ઇકો સ્પોર્ટ કાર નંબર જીજે ૧૨ સીજી ૪૨૧૧ વાળાની સામે ફરિયાદ નોંધાવી છે જેમાં તેમણે જણાવ્યું છે કે તેઓ કારમાં બેસીને હળવદ માળીયા હાઈવે ઉપરથી પસાર થતા હતા ત્યારે દેવળીયા ગામની ચોકડી પાસે નારાયણ પેટ્રોલ પંપ નજીક અચાનક રોડ ઉપર ગાય આડી ઉતરતા કાર ચાલકે પોતાના સ્ટેરિંગ પરથી કાબૂ ગુમાવ્યો હતો અને કાર પલટી મારી ગઇ હતી જેથી ફરિયાદીને ડાબા હાથની કોણીમાં ફ્રેકચર અને સાહેદ જીનલબેનને ડાબા હાથે કાંડા અને ડાબા પગના અંગુઠામાં ઈજા થઈ હોવાથી તેઓને સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા હાલમાં ભોગ બનેલા વૃત્તિબેને ફરિયાદ નોંધાવતા પોલીસે કારચાલકની સામે ગુનો નોંધીને આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે

દેશી દારૂ

હળવદ તાલુકાના સાપકડા ગામની સીમમાં પ્રદ્યુમનસિંહ દરબારની વાડીની બાજુમાં ભરતભાઈ જેરામભાઈ કોળીની વાડી આવેલ છે અને તેની વાડીએ દેશી દારૂનો જથ્થો હોવાની બાતમી મળી હતી જેના આધારે હળવદ તાલુકા પોલીસ દ્વારા દારૂની રેડ કરવામાં આવતા સ્થળ ઉપરથી દારૂ બનાવવા માટે ઉપયોગમાં લેવામાં આવતો ઠંડો આથો ૩૫૦ લીટર મળી આવ્યો હતો જેથી કરીને પોલીસે ૭૦૦ રૂપિયાની કિંમતનો મુદ્દામાલ કબજે કર્યો હતો જો કે, આરોપી ભરતભાઈ જેરામભાઈ કોળી રહે, કોંઢ વાળો ત્યાં હાજર ન હોવાથી તેને પકડવા માટે થઈને પોલીસે તજવીજ શરૂ કરે છે






Latest News