મોરબીમાં યોજાયેલ બ્રહ્મ ચોર્યાસીમાં રાજ્યમંત્રી, સાંસદ, સહિતના આગેવાનો અને 5000થી વધુ ભૂદેવોએ પ્રસાદનો લાભ લીધો મોરબીમાં ગેરકાયદે કતલખાના તથા નોનવેજનું વેચાણ બંધ કરાવવા 52 કોર્પોરેટરની સહી સાથે હિન્દુ સંગઠનો સંમતિ, હવે પગલે ન લેવાય તો વિરોધ પ્રદર્શન સાથે પૂતળા દહનની ચીમકી મોરબીમાં ઓવરટેઇકની લ્હાયમાં કાર દિવાલ સાથે ટકરાઇ, બે યુવાનો સારવારમાં ટંકારા શૈક્ષિક મહાસંઘ દ્વારા ગુરુવંદન કાર્યક્રમ યોજાયો વાંકાનેરની રાતીદેવડી શાળામાં સંસ્કૃત કક્ષનો શુભારંભ મોરબી અને વાંકાનેરમાં હાર્ટ એટેકથી મહિલા, યુવાન અને આધેડનું મોત મોરબીના રવાપર ગામે એપાર્ટમેન્ટના આઠમા માળેથી નીચે ઝંપલાવીને યુવાને જીવન ટુકવ્યું મોરબી હળવદ અને માળીયાના જૂના ઘાટીલામાં જુગારની 3 રેડમાં 9 શખ્સ પકડાયા
Breaking news
Morbi Today

મોરબીના મચ્છુ-૨ ડેમના દરવાજા બદલવાના ચાલુ કામનું નિરીક્ષણ કરવા પહોચ્યા ધારાસભ્યો


SHARE







મોરબીના મચ્છુ-૨ ડેમના દરવાજા બદલવાના ચાલુ કામનું નિરીક્ષણ કરવા પહોચ્યા ધારાસભ્યો

મોરબી માટે આશીર્વાદ સમાન મચ્છુ-૨ ડેમના દરવાજા બદલવા માટેનું કામ ચાલી રહ્યું છે અને તે કામ કરવા માટે ડેમમાં રહેલ પાણીને નદીમાં છોડી દેવમાં આવ્યું હતું જેથી કરીને મોરબીમાં એકાંતરા પાણી વિતરણ કરવામાં આવી રહ્યું છે ત્યારે મોરબીના ધારાસભ્ય કાંતિલાલ અમૃતિયા અને ટંકારાના ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરીયાએ ડેમ ઉપર કામગીરીનું નિરીક્ષણ કરવા માટે પહોચાયા હતા અને લોકોને નિયમિત પાણી મળે તેના માટે અધિકારીઓને  જરૂરી સૂચનાઓ આપી હતી. વધુમાં જાણવા મળતી માહિતી મુજબ ધારાસભ્યો જયારે ડેમ ઉપર કામનું નિરીક્ષણ કરવા માટે ગયા હતા ત્યારે પાણી પુરવઠા બોર્ડ, સિંચાઇ વિભાગ અને પાલિકાના અધિકારીઓએ ત્યાં હાજર રહ્યા હતા અને હાલમાં જે પાણીની મોટરો મૂકીને પીવાનું પાણી પહોચડવા માટેનું કામ કરવામાં આવી રહ્યું છે તેની માહિતી આપી હતી તેમજ આગામી દિવસોમાં વધુ મોટરો ડેમ ઉપર મૂકીને લોકોને પાણી મળે તેના માટેની વ્યવસ્થા કરવામાં આવશે તેવી માહિતી ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયાએ આપી હતી






Latest News