ટંકારા નજીક આવેલ ધર્મજીવન કોટનની ઓફીસમાં જુગાર રમતા 19 શખ્સો 3.10 લાખનો મુદામાલ કબ્જે મોરબીના ખારચિયા ગામે કુવામાં ડૂબી જતા તરૂણ અને ટંકારાના બંગાવડી ગામે વાડીએ કુંડીમાં ડૂબી જવાથી બાળકનું મોત માળીયા (મી)ના નાના દહીસરા ગામ પાસે રેલવે ટ્રેક ઉપર એન્જિનની હડફેટે ચડી જતા આધેડનું મોત: વાંકાનેર બાઉન્ડ્રી પાસે હોટલની રૂમમાં બેભાન અવસ્થામાં યુવાનનું મોત ટંકારાના લજાઈ અને વાંકાનેરના સિંધાવદર ગામ પાસે જુગારની રેડમાં કુલ 11 શખ્સો ઝડપાયા હળવદના સુંદરગઢ ગામના પુલ પાસે ટ્રક ટ્રેલરના ચાલકે ઇકો અને ટ્રકને હડફેટે લીધા બાદ રાહદારી આધેડે કચડી નાખતા ઘટના સ્થળે જ મોત ટંકારા-વાંકાનેરમાં બે ઘરફોડ ચોરીની ઘટનાને અંજામ આપનારા વડોદરા-અમદાવાદના બે શખ્સની 4.39 લાખના મુદ્દામાલ સાથે ધરપકડ હળવદના રાતાભે ગામે ઘરમાં જુગાર રમતા 8 ઝડપાયા: 1.27 લાખનો મુદ્દામાલ કબજે મોરબી જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે જિલ્લા અધ્યક્ષ જયંતીભાઈ રાજકોટીયાના હસ્તે ધ્વજવંદન, નાની બરાર ગામમાં સરપંચ દ્વારા વિદ્યાર્થીઓને સ્ટેશનરી કીટનું વિતરણ
Breaking news
Morbi Today

મોરબી નજીકના ડેમી-૩ ડેમના રિપેરિંગ કામ માટે આજે ત્રણ દરવાજા ખોલવામાં આવ્યા


SHARE







મોરબી નજીકના ડેમી-૩ ડેમના રિપેરિંગ કામ માટે આજે ત્રણ દરવાજા ખોલવામાં આવ્યા

મોરબી નજીકના કોયલી ગામ પાસે આવેલ ડેમી-૩ ડેમમાં રીપેરીંગ કામ કરવાનુ છે જેથી કરીને તા ૧૦/૬ ના રોજ સવારે ૯:૩૦ વાગ્યેથી આ ડેમના ત્રણ દરવાજા ખોલવામાં આવ્યા હતા અને ડેમનું પાણી નદીમાં છોડવામાં આવ્યુ હતુ જેથી ડેમી નદીના પટ્ટમાં લોકોને અવર જવર ન કરવાની સુચના આપવામાં આવેલ છે.

મોરબી જીલ્લામાં ૧૦ ડેમ આવેલ છે તે પૈકીનાં મોરબીના કોયલી ગામ પાસે આવેલ ડેમી-૩ ડેમમા રીપેરીંગ કામ કરવાનું છે જેથી કરીને સોમવારે તા.૧૦/૬ ના રોજ સવારે ૯:૩૦ વાગ્યે ડેમના ત્રણ દરવાજા ખોલવામાં આવેલ છે અને ડેમી નદીના પટ્ટમાં પાણી છોડવામાં આવ્યુ છે જેથી કરીને ડેમીની નીચેના ભાગમાં આવેલા કોયલી, ધૂળકોટ, આમરણ, બેલા, જીંજુડા, સામપર અને જોડિયા તાલુકાના માવનુ ગામના લોકોને નદીના પટ્ટમાં અવર જવર ન કરવા માટે થઈને સિંચાઇ વિભાગ દ્વારા જાણ કરવામાં આવી છે.

વધુમાં સિંચાઈ વિભાગના અધિકારી પાસેથી જાણવા મળતી માહિતી મુજબ વર્ષ ૨૦૦૨ થી ડેમી ત્રણ ડેમમાં પાણી ભરવાનું શરૂ કરવામાં આવ્યું છે અને આ ડેમની કુલ ક્ષમતા ૩૩૯ એમસીએફટી છે જોકે હાલમાં આ ડેમની અંદર ૮ % એટલે કે ૨૮ એમસીએટી જેટલું પાણી ભરેલું છે અને હાલમાં ડેમના સ્ટ્રક્ચર નું ટેસ્ટિંગ સહિતની કામગીરી ચાલી રહી છે તેની સાથોસાથ દરવાજાનું પેન્ટિંગ કામ કરવાનું હોય ડેમની અંદર રહેલ પાણીના જળ જથ્થાને નદીમાં છોડવા માટેનું આયોજન કરવામાં આવ્યું છે અને ૧૮ એમસીએફટી પાણી નદીમાં છોડવામાં આવશે જેથી કરીને નીચેના વિસ્તારમાં આવતા ચેક ડેમો માં પાણી ભરાઈ જશે અને ખેડૂતોને તેનો લાભ મળશે.






Latest News