ટંકારા નજીક આવેલ ધર્મજીવન કોટનની ઓફીસમાં જુગાર રમતા 19 શખ્સો 3.10 લાખનો મુદામાલ કબ્જે મોરબીના ખારચિયા ગામે કુવામાં ડૂબી જતા તરૂણ અને ટંકારાના બંગાવડી ગામે વાડીએ કુંડીમાં ડૂબી જવાથી બાળકનું મોત માળીયા (મી)ના નાના દહીસરા ગામ પાસે રેલવે ટ્રેક ઉપર એન્જિનની હડફેટે ચડી જતા આધેડનું મોત: વાંકાનેર બાઉન્ડ્રી પાસે હોટલની રૂમમાં બેભાન અવસ્થામાં યુવાનનું મોત ટંકારાના લજાઈ અને વાંકાનેરના સિંધાવદર ગામ પાસે જુગારની રેડમાં કુલ 11 શખ્સો ઝડપાયા હળવદના સુંદરગઢ ગામના પુલ પાસે ટ્રક ટ્રેલરના ચાલકે ઇકો અને ટ્રકને હડફેટે લીધા બાદ રાહદારી આધેડે કચડી નાખતા ઘટના સ્થળે જ મોત ટંકારા-વાંકાનેરમાં બે ઘરફોડ ચોરીની ઘટનાને અંજામ આપનારા વડોદરા-અમદાવાદના બે શખ્સની 4.39 લાખના મુદ્દામાલ સાથે ધરપકડ હળવદના રાતાભે ગામે ઘરમાં જુગાર રમતા 8 ઝડપાયા: 1.27 લાખનો મુદ્દામાલ કબજે મોરબી જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે જિલ્લા અધ્યક્ષ જયંતીભાઈ રાજકોટીયાના હસ્તે ધ્વજવંદન, નાની બરાર ગામમાં સરપંચ દ્વારા વિદ્યાર્થીઓને સ્ટેશનરી કીટનું વિતરણ
Breaking news
Morbi Today

મોરબી શ્રી પરશુરામ યુવા ગૃપ દ્વારા આયોજીત ત્રી દિવસીય નાઈટ ટુર્નામેન્ટમાં મહાદેવ આર્મી ઇલેવન વિજેતા


SHARE







મોરબી શ્રી પરશુરામ યુવા ગૃપ દ્વારા આયોજીત ત્રી દિવસીય નાઈટ ટુર્નામેન્ટમાં મહાદેવ આર્મી ઇલેવન વિજેતા

મોરબી શ્રી પરશુરામ યુવા ગૃપ દ્વારા ત્રી દિવસીય નાઈટ ક્રિકેટ ટુર્નામેન્ટનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું.જેમાં જુદી જુદી કુલ ૧૬ ટીમો એ ભાગ લીધેલ હતો.જેનો તા.૬ જૂનથી પ્રારંભ થયો હતો.જે ટુર્નામેન્ટ તા.૯ જૂન સુધી ચાલી હતી.

જે ટુર્નામેન્ટમાં ૧૬ ટીમોએ ભાગ લઈને તેમાંથી ચાર ટીમો રાજકોટની મહાદેવ આર્મી ઇલેવન, અમદાવાદની બ્રહ્મા ઇલેવન, રાપર કચ્છની પરશુરામ ઇલેવન અને મોરબીની જય ભવાની ઇલેવન એમ આ ચાર ટીમ સેમી ફાઇનલમાં પહોંચી હતી.તેમાં મહાદેવ આર્મી ઇલેવન અને બ્રહ્મા ઇલેવન વચ્ચે સેમી ફાઇનલ રમતા મહાદેવ આર્મી ઇલેવન ટીમનો વિજય થયો હતો.જ્યારે બીજો સેમી ફાઈનલ પરશુરામ ઇલેવન અને જય ભવાની ઇલેવન વચ્ચે સેમી ફાઇનલ રમતા પરશુરામ ઇલેવન ટીમનો વિજય થયો હતો.ત્યાર બાદ મહાદેવ આર્મી ઇલેવન ટીમ અને પરશુરામ ઇલેવન ટીમ વચ્ચે ફાઇનલ મેચ રમાઇ હતી.જેમાં મહાદેવ આર્મી ઇલેવન ફાઇનલ મેચ વિજેતા થઈ હતી.

ફાઈનલ વિજેતા ટીમને મેડલ તેમજ આકર્ષક ઇનામો તથા રનર્સ અપ ટીમને પણ મેડલ તથા આકર્ષક ઇનામો આપી શ્રી પરશુરામ યુવા ગૃપ દ્વારા પ્રોત્સાહિત કરવામાં આવેલ હતા.






Latest News