ટંકારા નજીક આવેલ ધર્મજીવન કોટનની ઓફીસમાં જુગાર રમતા 19 શખ્સો 3.10 લાખનો મુદામાલ કબ્જે મોરબીના ખારચિયા ગામે કુવામાં ડૂબી જતા તરૂણ અને ટંકારાના બંગાવડી ગામે વાડીએ કુંડીમાં ડૂબી જવાથી બાળકનું મોત માળીયા (મી)ના નાના દહીસરા ગામ પાસે રેલવે ટ્રેક ઉપર એન્જિનની હડફેટે ચડી જતા આધેડનું મોત: વાંકાનેર બાઉન્ડ્રી પાસે હોટલની રૂમમાં બેભાન અવસ્થામાં યુવાનનું મોત ટંકારાના લજાઈ અને વાંકાનેરના સિંધાવદર ગામ પાસે જુગારની રેડમાં કુલ 11 શખ્સો ઝડપાયા હળવદના સુંદરગઢ ગામના પુલ પાસે ટ્રક ટ્રેલરના ચાલકે ઇકો અને ટ્રકને હડફેટે લીધા બાદ રાહદારી આધેડે કચડી નાખતા ઘટના સ્થળે જ મોત ટંકારા-વાંકાનેરમાં બે ઘરફોડ ચોરીની ઘટનાને અંજામ આપનારા વડોદરા-અમદાવાદના બે શખ્સની 4.39 લાખના મુદ્દામાલ સાથે ધરપકડ હળવદના રાતાભે ગામે ઘરમાં જુગાર રમતા 8 ઝડપાયા: 1.27 લાખનો મુદ્દામાલ કબજે મોરબી જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે જિલ્લા અધ્યક્ષ જયંતીભાઈ રાજકોટીયાના હસ્તે ધ્વજવંદન, નાની બરાર ગામમાં સરપંચ દ્વારા વિદ્યાર્થીઓને સ્ટેશનરી કીટનું વિતરણ
Breaking news
Morbi Today

મોરબીમાં કોળી ઠાકોર સમાજ દ્વારા યોજાયેલ રક્તદાન કેમ્પની કામગીરીને મંત્રીએ બિરદાવી


SHARE







મોરબીમાં કોળી ઠાકોર સમાજ દ્વારા યોજાયેલ રક્તદાન કેમ્પની કામગીરીને મંત્રીએ બિરદાવી

મોરબીમાં જય વેલનાથ ચુવાળીયા કોળી ઠાકોર સમાજ દ્વારા રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં રાજ્યના પંચાયતા વિભાગના મંત્રી બ્રિજેશભાઇ મેરજા હાજર રહ્યા હતા અને તેઓએ લોકોના જીવા બચાવવા માટે રક્તદાન મહાદાન યુક્તિને સાર્થક કરતાં યુવાનોની ટીમની કામગીરીને બિરદાવી હતી

 

મોરબીમાં જીલલા પંચાયત કચેરીની બાજુમાં આવેલ જય વેલનાથ ચુવાળીયા કોળી ઠાકોર સમાજ વિધાર્થી બોડીગ ખાતે રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું અને મોરબી જિલ્લા કોળી સમાજ દ્વારા રકતદાન કેમ્પનું આ આયોજન કરવામાં આવ્યું હોય રાજ્યના પંચાયત વિભાગના મંત્રી બ્રિજેશભાઇ મેરજા હાજર રહ્યા હતા અને દરેક સમાજ અને સંગઠનના લોકો અન્ય લોકોને જરૂરિયાતના સમયે લોહી મળી રહે તેમાં માટે સમયાંતરે રક્તદાન કેમ્પનું આયોજન કરે છે અને સેવાકીય કામગીરીને બળ આપે છે ત્યારે મોરબીમાં મોરબી જિલ્લા કોળી સમાજ દ્વારા રકતદાન કેમ્પનું જે આયોજન કરવામાં આવ્યું છે તે પણ રક્તદાન મહાદાન યુક્તિને સાર્થક કરે છે ત્યારે રક્તદાન કેમ્પના આયોજકો અને રક્તદાન કરનારા રક્તદાતાઓને રાજ્યના પંચાયત વિભાગના મંત્રીએ બિરદાવ્યા હતા આ તકે સમાજના પ્રમુખ જગદીશભાઈ બાંભણીયા, અમિતભાઇ ગંગારામભાઈ અંગેચાણીયાબાર એસોસિએશન પ્રમુખ એડવોકેટ દિલીપભાઈ અંગેચાણીયામનસુખભાઇ બરાસરા, જશવંતીબેન સુરેશભાઇ શિરોહીયા ઉપસ્થિત રહ્યા હતા અને આ કેમ્પમાં મોટી સંખ્યામાં લોકોએ રકતદાન કર્યું હતું






Latest News