મોરબીમાં સ્નેહની રાખી - સ્વાવલંબનની ડોરની થીમ પર આધારિત પ્રદર્શન-સહ-વેચાણ રાખી મેળાને રાજ્યમંત્રી ત્રિકમભાઈ છાંગાએ ખુલ્લો મુક્યો રાજ્યમંત્રી ત્રિકમભાઈ છાંગાની હાજરીમાં મોરબી ખાતે વિભાજનની વિભીષિકા સ્મૃતિ દિવસનો કાર્યક્રમ યોજાયો ટ્રાન્સમિશન લાઇનના કામે ખેડૂતોને વળતર ચૂકવવા મોરબી કલેક્ટર કચેરી ખાતે નવી નીતિ અન્વયે પ્રથમ વખત MRC કમિટી દ્વારા ભાવ નક્કી થયા: ૪૦૦% થી પણ વધુ વળતર ચૂકવાશે મોરબી તાલુકામાં ગેસ કટિંગના ગુનામાં સંડોવાયેલ આરોપી રાજસ્થાનથી પકડાયો મોરબીના મચ્છુ-2 ડેમના દરવાજા ઉપર તિરંગા રોશનીનો શણગાર મોરબીમાં ગેરકાયદે કતલખાના બંધ કરાવીને નોનવેજની લારીઓ, દુકાન અને હોટલમાં ચેકિંગ કરવા હિન્દુ સંગઠનની માંગ મોરબી એબીવીપી દ્વારા JPSC-JSSC પેપર લીક થતાં કરાયું વિરોધ પ્રદર્શન મોરબી જિલ્લા કક્ષાનો સ્વતંત્રત પર્વની પ્રભારી મંત્રી ત્રિકમભાઈ છાંગા ની હાજરીમાં મોટા દહીસરા ગામે કરશે ઉજવણી
Breaking news
Morbi Today

મોરબી : ગંગા સ્વરૂપ સહાય સમિતિ દ્વારા આઠમા સિવણ તાલિમ કેન્દ્રનું ઉદઘાટન કરવામાં આવ્યું


SHARE







મોરબી : ગંગા સ્વરૂપ સહાય સમિતિ દ્વારા આઠમા સિવણ તાલિમ કેન્દ્રનું ઉદઘાટન કરવામાં આવ્યું

ગંગા સ્વરૂપ સહાય સમિતિ હંમેશા ગરીબ પરિવારોને અને ગંગા સ્વરૂપ બહેનોને તથા તેમની દીકરીઓને રોજગારી મળે તેવી ભાવના સાથે સિવણ તાલિમ કેન્દ્ર બ્યુટી પાર્લર કેન્દ્ર તથા આર્થિક રીતે પછાત વર્ગના લોકોને અનાજ કીટ સહાય આપે છે.જેમાં વાઘપરા શેરી નંબર-૪ માં આર્થિક સ્થિતિ નબળી હોય તેવા બહેનો માટે સિવણ તાલિમ કેન્દ્ર ખોલવામાં આવ્યું હતુ.આ તાલિમ કેન્દ્રનું ઉદઘાટન નાની બાળાના હસ્તે સિલાઈ મશીન પર સ્વસ્તિક અને ચંદન પુષ્પ વડે કરવામાં આવ્યું હતુ.આ સમયે ગંગા સ્વરૂપ સહાય સમિતિના અધ્યક્ષ દેવકરણભાઈ આદ્રોજાના માર્ગદર્શન હેઠળ શારદાબેન આદ્રોજા, રસીલાબેન કૈલા, અલ્પાબેન કક્કડ, ઉમાબેન, જાગૃતિબેન તથા દર્શનાબેન ભટૃ તેમજ આ સમિતિના સભ્ય ટી.સી.ફુલતરિયા અને કેન્દ્ર સંચાલિકા આરતીબેનની હાજરીમાં ઉદઘાટન કરવામાં આવ્યુ હતુ.

આ સેવાકીય કાર્યમાં યોગાનુયોગ આરતીબેનના પિતા નટવરભાઈનો જન્મદિવસ હોય કેક કાપી તેમને ગંગા સ્વરૂપ સહાય સમિતિના સભ્યો તથા હાજર તમામ બહેનો અને તેમના કુટુંબીજનો દ્વારા શુભેચ્છા પાઠવવામાં આવી હતી.સાથોસાથ સમિતિના સભ્યોનું ફૂલ વડે સન્માન આરતીબેનના કુટુંબીજનો દ્વારા કરવામાં આવ્યું હતુ અને મીઠા મોં કરીને કેન્દ્રમાં આવતા બહેનો રોજગારી મેળવી પગભર બને તેવા આશયથી આ સેવાકીય પ્રવૃત્તિ શરૂ કરવામાં આવેલ છે.






Latest News