મોરબીમાં સ્નેહની રાખી - સ્વાવલંબનની ડોરની થીમ પર આધારિત પ્રદર્શન-સહ-વેચાણ રાખી મેળાને રાજ્યમંત્રી ત્રિકમભાઈ છાંગાએ ખુલ્લો મુક્યો રાજ્યમંત્રી ત્રિકમભાઈ છાંગાની હાજરીમાં મોરબી ખાતે વિભાજનની વિભીષિકા સ્મૃતિ દિવસનો કાર્યક્રમ યોજાયો ટ્રાન્સમિશન લાઇનના કામે ખેડૂતોને વળતર ચૂકવવા મોરબી કલેક્ટર કચેરી ખાતે નવી નીતિ અન્વયે પ્રથમ વખત MRC કમિટી દ્વારા ભાવ નક્કી થયા: ૪૦૦% થી પણ વધુ વળતર ચૂકવાશે મોરબી તાલુકામાં ગેસ કટિંગના ગુનામાં સંડોવાયેલ આરોપી રાજસ્થાનથી પકડાયો મોરબીના મચ્છુ-2 ડેમના દરવાજા ઉપર તિરંગા રોશનીનો શણગાર મોરબીમાં ગેરકાયદે કતલખાના બંધ કરાવીને નોનવેજની લારીઓ, દુકાન અને હોટલમાં ચેકિંગ કરવા હિન્દુ સંગઠનની માંગ મોરબી એબીવીપી દ્વારા JPSC-JSSC પેપર લીક થતાં કરાયું વિરોધ પ્રદર્શન મોરબી જિલ્લા કક્ષાનો સ્વતંત્રત પર્વની પ્રભારી મંત્રી ત્રિકમભાઈ છાંગા ની હાજરીમાં મોટા દહીસરા ગામે કરશે ઉજવણી
Breaking news
Morbi Today

મોરબીના ફડસર ગામે ઝાડ ઉપરથી નિચે પડી ગયેલ આધેડનું મોત


SHARE







મોરબીના ફડસર ગામે ઝાડ ઉપરથી નિચે પડી ગયેલ આધેડનું મોત

મોરબી તાલુકાના ફડસર ગામે રહેતા આધેડ ઝાડ ઉપર ચડયા હતા.દરમ્યાનમાં તેઓ નીચે પડી જતા ઇજા પામ્યા હોવાથી સારવાર માટે મોરબીની હોસ્પિટલે લાવવામાં આવ્યા હતા.અહીં ટૂંકી સારવાર દરમિયાન તેમનું મોત નિપજયુ હતું.બનાવને પગલે તાલુકા પોલીસમાં જાણ થતા તાલુકા પોલીસ દ્વારા બનાવની નોંધ કરીને આગળની તપાસ કરવામાં આવી હતી.

મોરબી તાલુકા પોલીસ સુત્રોમાંથી મળતી માહિતી પ્રમાણે મોરબી તાલુકાના ફડસર ગામે રહેતા જીવણભાઈ જેઠાભાઈ કુંભરવાડીયા નામના ૫૫ વર્ષના આધેડ ગામમાં ઝાડ ઉપર ચડયા હતા.ત્યારે તેઓ ઝાડ ઉપરથી નીચે પડી જતા સારવાર માટે મોરબીની ખાનગી હોસ્પિટલે લાવવામાં આવ્યા હતા.અહીં ટુંકી સારવાર દરમિયાન તેઓનું મોત થયુ હતું.જેથી હોસ્પિટલ ખાતેથી તાલુકા પોલીસમાં જાણ કરવામાં આવતા તે બીટ વિસ્તારના જમાદાર સબળસિંહ સોલંકી દ્વારા બનાવની નોંધ કરીને આ બાબતે વધુ તપાસ ચલાવવામાં આવી રહી છે.

કાલિકા પ્લોટ નજીક મારામારીમાં બે મહિલાઓ ઇજાગ્રસ્ત

મોરબીના રવાપર રોડ કાલિકા પ્લોટ વિસ્તારની પાછળ આવેલ શિવ સોસાયટી વિસ્તારમાં રહેતા અફસાનાબેન અક્રમભાઈ સાઇચા (૨૫) અને શેરબાનુબેન ઓસમાણભાઈ સાઇચા (૨૮) નામની બે મહિલાઓને ઘર નજીક થયેલ મારામારીના બનાવમાં ઇજાઓ થવાથી સરકારી હોસ્પિટલે સારવાર માટે લાવવામાં આવ્યા હતા.હોસ્પિટલ ખાતેથી યાદી આવતા એ ડિવિઝન પોલીસ મથકના વિપુલભાઈ પટેલ દ્વારા બનાવની નોંધ કરવામાં આવી હતી અને ઇજાગ્રસ્તોના નિવેદન નોંધવામાં આવ્યા હતા.જેમાં તેઓએ તેમના ઘર નજીક રહેતા ઈરફાન આમદભાઈ સંધિ નામના ઇસમ સામે ફરિયાદ નોંધાવી જણાવ્યું હતું કે, જૂના મનદુ:ખનો રોષ રાખીને સામેવાળા ઇરફાન સંધીએ ગાળો આપીને ઢીકાપાટુ વડે માર માર્યો હતો.જે બાબતે ફરિયાદ નોંધાતા તેની આગળની તપાસ એ ડિવિઝન પોલીસ મથકના પી.વી.ચાવડા ચલાવી રહ્યા હોવાનું પોલીસ સૂત્રોમાંથી જાણવા મળેલ છે.

કાર ચાલકે હડફેટે લેતા સારવારમાં

મોરબીના શનાળા રોડ ઉપર આવેલ નવા બસ સ્ટેશનના સામેના ભાગે વાહન અકસ્માતનો બનાવ બન્યો હતો.જેમાં પગપાળા જઈ રહેલા મહાદેવભાઈ સમાભાઈ (ઉંમર ૪૦) રહે.ચાર માળિયા ગુજરાત હાઉસિંગ બોર્ડ નવા બસ સ્ટેશન પાસે શનાળા રોડને ઇજાઓ થવાથી સારવાર માટે સિવિલ હોસ્પિટલે લાવવામાં આવ્યા હતા.ત્યાં તેમની સારવાર કરવામાં આવ્યા બાદ પોલીસમાં જાણ કરાતા સ્ટાફના વી.કે.પટેલ દ્વારા આ અકસ્માત બનાવની નોંધ કરીને આગળની તપાસ કરવામાં આવી હતી.

વાહન અકસ્માતમાં ઇજા

મોરબીના નવલખી રોડ ઉપર આવેલ કુબેરનગરના નાલા પાસે વાહન અકસ્માતનો બનાવ બન્યો હતો.આ બનાવમાં મોરબીના નવલખી રોડ ઉપર આવેલા લાયન્સનગર વિસ્તારમાં રહેતા નિલેશભાઈ મઘાભાઈ મકવાણા (ઉમર ૩૧) નામના યુવાનને ઇજાઓ પહોંચી હોય તેને સારવાર માટે અત્રેની સિવિલ હોસ્પિટલે લાવવામાં આવ્યો છે તેમ મોરબી સીટી એ ડિવિઝન પોલીસે જણાવેલ છે.આ બનાવની આગળની તપાસ એ ડિવિઝન પોલીસ મથકના વિપુલભાઈ ફુલતરીયા ચલાવી રહ્યા છે.






Latest News