મોરબી જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે જિલ્લા અધ્યક્ષ જયંતીભાઈ રાજકોટીયાના હસ્તે ધ્વજવંદન, નાની બરાર ગામમાં સરપંચ દ્વારા વિદ્યાર્થીઓને સ્ટેશનરી કીટનું વિતરણ મોરબી નવયુગ ગ્રૂપ ઓફ એજ્યુકેશનમાં સ્વતંત્રતા દિવસની ઉજવણી કરાઇ: મુસ્કાન વેલફેર સોસાયટીનું વહીવટી તંત્રએ કર્યું સન્માન મોરબી જીલ્લામાં દારૂના ગુનામાં સંડોવાયેલા 3 આરોપી પાસા હેઠળ જુદીજુદી જેલમાં ધકેલાયા વધુ એક વખત બેદરકારી: હળવદના ખેતરડી ગામે જૂની પાણીની ટાંકી તોડતા સમયે નવી પાણીની ટાંકી સાથે અથડાઇ હળવદના વેગડવાવ ગામે MRC કમિટી બાદ ખેડૂતોને વીજપોલ-કોરિડોર સામે મળ્યું 3થી 4 ગણું વળતર: કલકેટર સ્વપ્નિલ ખરે મોરબી છાત્રાલય રોડ ખાતેથી ૯ બોટલ દારૂ પકડાઈ, ત્રણ સામે ફરિયાદ મોરબીની માધાપરવાડી શાળામાં બ્રહ્માકુમારી દ્વારા નશા મુક્ત અભિયાનનો કાર્યક્રમ યોજાયો મોરબી જિલ્લાના મોટા દહીસરા ગામે આન, બાન અને શાનથી પ્રભારી મંત્રીના હસ્તે તિરંગો આકાશમાં લહેરાવીને સલામી આપાઈ
Breaking news
Morbi Today

મોરબી નજીક કારખાનામાં બોલાચાલી કરનારાઓને સમજાવવા ગયેલા ત્રણ વ્યક્તિઓના માથા ફાડી નાખ્યા: ત્રણ શખ્સોની ધરપકડ


SHARE







મોરબી નજીક કારખાનામાં બોલાચાલી કરનારાઓને સમજાવવા ગયેલા ત્રણ વ્યક્તિઓના માથા ફાડી નાખ્યા: ત્રણ શખ્સોની ધરપકડ

મોરબી તાલુકાના ખાખરાળા ગામની સીમમા આવેલ સાયનટેક કારખાનામાં પ્લાયવુડની શીટો મુકવા બાબતે ત્યાં રહેતા એક વ્યક્તિની સાથે બોલાચાલી થયેલ હતી જેથી કરીને બોલાચાલી કરનારા ત્રણ શખ્સોને સમજાવવા માટે ગયેલ ત્રણ વ્યક્તિ ઉપર લાકડી વડે હુમલો કરવામાં આવ્યો હતો અને માથામાં લાકડી વડે માર મારતા એક વ્યક્તિને હેમરેજ થઈ ગયેલ છે અને બીજા બે વ્યક્તિને પણ માથામાં ટાંકા આવેલ છે જેથી કરીને ભોગ બનેલા વ્યક્તિઓએ સારવાર લીધા બાદ તે પૈકીનાં એક ઇજાગ્રસ્તે મોરબી તાલુકા પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધાવી હતી જેના આધારે પોલીસે ગુનો નોંધીને હાલમાં ત્રણેય આરોપીઓની ધરપકડ કરીને આગળની કાર્યવાહી કરેલ છે

બનાવની જાણવા મળતી માહિતી મુજબ મૂળ આસામના સીરાંગ તાલુકાનાં એકનંગબીશ્નાપુરના રહેવાસી અને હાલમાં મોરબી તાલુકાના ખાખરાળા ગામની સીમમા આવેલ સાયનટેક કારખાનાની કોલોનીમા રહેતા પ્રાણક્રિશ્નામંડલ પ્રભુચંદ્રમંડલ મંડલ જાતે બંગાળી (૧૯) એ હાલમાં ધિરજકુમાર હરેન્દ્રરાય યાદવ (૨૧) રહે. હાલ સનટેક કારખાનાના લેબર કોલોનીમાં ખાખરાળા મૂળ રહે બીહાર, હરીઓમ ભીમ યાદવ (૩૩) રહે. હાલ સનટેક કારખાનાના લેબર કોલોનીમાં ખાખરાળા મુળ રહે. બીહાર, બ્રિજેશ યાદવ ભીમ યાદવ (૨૯) રહે. હાલ સનટેક કારખાનાના લેબર કોલોનીમાં ખાખરાળા મૂળ રહે.બીહાર વાળાની સામે ફરિયાદ નોંધાવેલ છે જેમાં તેને જણાવ્યુ છે કે, મોરબી તાલુકાના ખાખરાળા ગામની સીમમા આવેલ સનટેક કારખાનામાં તે રહે છે અને ત્યાં આરોપી ધિરજકુમારને સાહેદ રાજકુમાર ભરતરાય યાદવ સાથે પ્લાયવુડની શીટો મુકવા બાબતે બોલાચાલી થયેલ હતી અને ત્યાર બાદ ફરીથી આરોપી ધિરજકુમાર સહિતના ત્રણેય આરોપીઓએ સાહેદ રાજકુમાર યાદવ સાથે બોલાચાલી કરી હતી અને તેઓને સમજાવવા માટે ત્યા ફરીયાદી તેમજ સાહેદ રાજાભાઇ બકુલભાઇ બરમન અને સાધુ મંડલ ગયા હતા ત્યારે ત્રણેય આરોપીઓએ ફરીયાદી સાથે તથા સાહેદોની સાથે બોલાચાલી કરી હતી અને ગાળો આપી હતી તેમજ ત્યા પડેલ લાકડાના ધોકા વડે ત્રણેય આરોપીઓએ માર માર્યો હતો જેથી ફરીયાદીને માથામાં બે ટાકા આવેલ તથા સાહેદ રાજા બકુલભાઇ બરમનને માથાના ભાગે આરોપી ધિરજકુમાર લાકડાનો ધોકો માર્યો હતો અને બીજા બને આરોપીઓએ પણ ધોકા વડે આડે ધડ માર મારેલ હોય માથામાંથી લોહી નીકળેલ હતું અને માથામાં હેમરેજ થવાથી ગંભીર ઇજા થયેલ હતી તેમજ સાધુ મંડલને પણ માથાના ભાગે લાકડાના ધોકા વડે ત્રણેય આરોપીઓએ માર માર્યો જેથી તેને પણ માથામાં ટાકા આવ્યા હતા અને ત્રણેય આરોપીઓ ઝગડો કરીને નાશી ગયેલ હતા જેથી કરીને હાલમાં ભોગ બનેલ યુવાને નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે આઇપીસી કલમ ૩૨૩, ૩૨૫, ૩૨૬, ૫૦૪, ૧૧૪ તથા જીપી એક્ટ કલમ ૧૩૫ મુજબ ગુનો નોંધીને ત્રણેય આરોપીઓની ધરપકડ કરીને આગળની કાર્યવાહી કરેલ છે.






Latest News