ડીઝલના ધાંધિયા શરૂ: મોરબી જિલ્લામાં નાયરાના મોટાભાગના પંપ ઉપર ડીઝલનું વેચાણ બંધ, સરકારી પેટ્રોલ પંપ ઉપર પણ ડીઝલનો જથ્થો મર્યાદિત ટંકારાના રાજ્ય એવોર્ડી શિક્ષિકા જીવતીબેન પીપલિયાના ત્રણ પુસ્તકનું ભવ્ય અનાવરણ મોરબીમાં રવિવારથી ભાણદેવજી મહારાજની શ્રીમદ ભાગવત સપ્તાહનો પ્રારંભ મોરબીના હાર્દ સમાન મુખ્ય ત્રણ માર્ગો ઉપર ભારે વાહનોની પ્રવેશબંધી: બે માર્ગને વન-વે જાહેર કરાયા ચોંકાવનારો કિસ્સો: મોરબીમાં મકાન ભાડાના પૈસાના બદલે પત્ની-પુત્રીને દુષ્કર્મમાં ધકેલતા નરાધમ સહિત બે ની ધરપકડ, એકની શોધખોળ મોરબીમાં શંકાસ્પદ બાઇક સાથે એક શખ્સ પકડાયો મોરબી નજીક યુવાનના લમણે એરગન મૂકીને 1.60 લાખના મુદ્દામાલની લૂંટના કરવાના ગુનામાં યુપીમાં 21 ગુનામાં સંડોવાયેલ રીઢા આરોપીની ધરપકડ હળવદ તાલુકામાં કરવામાં આવેલ કરોડો રૂપિયાની સરકારી જમીનના કૌભાંડમાં વધુ એક આરોપીની ધરપકડ
Breaking news
Morbi Today

મોરબીના શ્રી રંતી દેવ એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ તેમજ સામાજિક સદભાવ સમિતિ દ્વારા દશમો સમૂહ લગ્નોત્સવ યોજાયો : ૧૧ નવયુગલોએ પ્રભુતામાં પગ માંડ્યા


SHARE











મોરબીના શ્રી રંતી દેવ એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ તેમજ સામાજિક સદભાવ સમિતિ દ્વારા દશમો સમૂહ લગ્નોત્સવ યોજાયો : ૧૧ નવયુગલોએ પ્રભુતામાં પગ માંડ્યા

શ્રી રંતિદેવ એજયુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ અને સામાજિક સદ્દભાવ સમિતિ મોરબી જિલ્લા દ્વારા ૧૦ દસમા સમૂહ લગ્નોત્સવનું શનાળા-ઘુનડા રોડ ઝાલા ક્ષત્રિય સમાજની વાડી ખાતે આયોજન કરવામાં આવ્યુ હતુ.

આ સમૂહ લગ્નોત્સવમાં ૧૧ દીકરા-દીકરીઓને આશીર્વચન આપવાનો પણ એક કાર્યક્રમ રાખવમાં આવેલ જેમાં સંતો-મહંતો પણ પધારેલ હતા.જેમાં બગથળા નકલંક ધામના મહંત દામજી ભગત, જામનગર રાધે ક્રિષ્ના મંદિરના મહંત હરિબાપુ જેઓનું સમગ્ર સાધુ સમાજમાં આગવુ નામ છે.તેમજ આજના આધુનિક યુગના સંત સમાન જીવન અને જેમના જીવનમાં સેવા એજ પરમ કર્તવ્ય છે. હાલ જેઓ સમગ્ર ભારતભરમાં સૌના આદર્શ છે.જેમની નશેનસમાં આરએસએસના વિચારો સરળતા સહજતાભર્યા છે.તેવા ડૉ.જયંતીભાઈ એસ. ભાડેસિઆ કે જેઓ આરએસએસ પશ્ચિમ ક્ષેત્રના સંઘચાલક છે.તેઓ નવદંપતીઓને આશીર્વચન આપતા જણાવેલ કે પ્રભુતામાં પગલાં માંડી રહેલ નવદંપતિઓ આપનું જીવનમાં ખૂબ ખૂબ સુખ સંપત્તિ પ્રાપ્ત કરો અને જીવનમાં યશ કીર્તિને પ્રાપ્ત કરો.

આ સમૂહ લગ્નોત્સવમાં મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહીને કિંમતી સમય આપવા બદલ શ્રી રંતિદેવ એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટના પ્રમુખ બકુલ પુરબિયા અને મહામંત્રી સુભાષભાઈ પુરબિયા, ઉપ પ્રમુખ નરેશભાઇ પઠાણ, મંત્રી સુનિલભાઈ પુરબિયા તેમજ સામાજિક સદ્દભાવ સમિતિના જિલ્લા પ્રમુખ પ્રદીપભાઈ વાઘેલા, કાનાભાઈ  ચૌહાણ, મુન્નાભાઈ વાઘેલા, કપિલભાઇ પુરબિયા, જયંતીભાઈ પઠાણ, કાંતિભાઈ નેયાએ જયંતિભાઇ ભાડેસીઆનો આભાર માન્યો હતો.આ તકે વાંકાનેર વાલ્મીકિ સમાજના પ્રમુખ મહેશભાઈ વાઘેલા, પ્રવિણભાઈ પરમાર, વિશ્વાસભાઈ મકવાણા, બાલુભાઈ ચૌહાણ, ભાવેશભાઈ મકવાણા, મુકેશભાઈ ઝાલા, નટવરભાઈ પરમાર, કિરણભાઈ વાઘેલા, કિશનભાઇ પરમાર, મેઘજીભાઈ વાઘેલા, બિપીનભાઈ વાઘેલા, સુનિલભાઈ વાઘેલા, ગોપાલભાઈ પરમાર, પીન્ટુભાઈ પરમાર સરવડ, મુકેશભાઈ પરમાર બિલિયા, હિંમતભાઈ પરમાર નાના ખીજડિયા, જગદીશભાઈ વાઘેલા, પપુભાઈ વાઘેલા અને ખોડીદાસ બારીયા તેમજ રંગપરના વતની અને નારાયણ સેવા સંસ્થા મોરબી જીલ્લાના પ્રમુખ ઘનશ્યામસિંહ ઝાલા સહિતના આમંત્રીત મહેમાનોએ હાજર રહી નવયુગલોને આશીર્વાદ તેમજ શુભેચ્છાઓ પાઠવી હતી.






Latest News