ટંકારા નજીક આવેલ ધર્મજીવન કોટનની ઓફીસમાં જુગાર રમતા 19 શખ્સો 3.10 લાખનો મુદામાલ કબ્જે મોરબીના ખારચિયા ગામે કુવામાં ડૂબી જતા તરૂણ અને ટંકારાના બંગાવડી ગામે વાડીએ કુંડીમાં ડૂબી જવાથી બાળકનું મોત માળીયા (મી)ના નાના દહીસરા ગામ પાસે રેલવે ટ્રેક ઉપર એન્જિનની હડફેટે ચડી જતા આધેડનું મોત: વાંકાનેર બાઉન્ડ્રી પાસે હોટલની રૂમમાં બેભાન અવસ્થામાં યુવાનનું મોત ટંકારાના લજાઈ અને વાંકાનેરના સિંધાવદર ગામ પાસે જુગારની રેડમાં કુલ 11 શખ્સો ઝડપાયા હળવદના સુંદરગઢ ગામના પુલ પાસે ટ્રક ટ્રેલરના ચાલકે ઇકો અને ટ્રકને હડફેટે લીધા બાદ રાહદારી આધેડે કચડી નાખતા ઘટના સ્થળે જ મોત ટંકારા-વાંકાનેરમાં બે ઘરફોડ ચોરીની ઘટનાને અંજામ આપનારા વડોદરા-અમદાવાદના બે શખ્સની 4.39 લાખના મુદ્દામાલ સાથે ધરપકડ હળવદના રાતાભે ગામે ઘરમાં જુગાર રમતા 8 ઝડપાયા: 1.27 લાખનો મુદ્દામાલ કબજે મોરબી જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે જિલ્લા અધ્યક્ષ જયંતીભાઈ રાજકોટીયાના હસ્તે ધ્વજવંદન, નાની બરાર ગામમાં સરપંચ દ્વારા વિદ્યાર્થીઓને સ્ટેશનરી કીટનું વિતરણ
Breaking news
Morbi Today

મોરબી, માળીયા અને હળવદ તાલુકાને અનાવૃષિટગ્રસ્ત જાહેર કિશોરભાઇ ચિખલિયાની મુખ્યમંત્રીને રજૂઆત


SHARE







મોરબી, માળીયા અને હળવદ તાલુકાને અનાવૃષિટગ્રસ્ત જાહેર કિશોરભાઇ ચિખલિયાની મુખ્યમંત્રીને રજૂઆત 

ચાલુ વર્ષે મોરબી જિલ્લાના ચોમાસાની શરૂઆતમાં વરસાદ ઓછો હતો અને પછી વરસાદ ઘણા સમય સુધી ખેંચાયો હતો જેથી કરીને આગોતરું વાવેતર કરનારા ખેડૂતો  સહિતના ખેડૂતોને પાકમાં નુકશાની થયેલ હતી ત્યારે આ ખેડૂતોને "મુખ્યમંત્રી કિસાન સહાય યોજના" નો લાભ મળે તેના માટે મોરબી જિલ્લા પંચાયતના માજી પ્રમુખ દ્વારા હાલમાં રાજ્યના મુખ્યમંત્રીને લેખિતમાં રજૂઆત કરવામાં આવી છે અને મોરબી જીલ્લાના ત્રણ તાલુકાઓને અનાવૃષિટ (દુષ્કાળ) ગ્રસ્ત જાહેર કરવા તેઓએ પત્ર લખ્યો છે.

મોરબી જિલ્લા પંચાયતના માજી પ્રમુખ અને ભાજપ અગ્રણી કિશોરભાઇ ચિખલિયા દ્વારા મુખ્યમંત્રી ભુપેનેદ્રભાઇ પટેલને લેખિતમાં રજૂઆત કરવામાં આવી છે જેમાં તેને જણાવ્યુ છે કેખેડૂતોના હિતાર્થે ગુજરાત સરકારની કુદરતી આપતિથી ખરીફ ઋતુમાં ખેડૂતોને થતા પાક નુકસાન માટે "મુખ્યમંત્રી કિસાન સહાય યોજના" અમલમાં છે જે અનવ્યે કૃષિખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગના તા .૧૧/૬/૨૦૨૧ ના ઠરાવ મુજબ જે તાલુકમાં ૧૦ ઇંચથી ઓછો વરસાદ પડેલ હોય અથવા ચોમાસુ શરૂ થાય ત્યાંથી ૩૧ ઓગસ્ટ સુધીના સમયગાળામાં બે વરસાદ વચ્ચે સતત ચા અઠવાડીયા (૨૮ દિવસ) વરસવાદ પડેલ ન હોય એટલે કે સતત શુન્ય વરસાદ હોય અને ખેતીના વાવેતર થયેલ પાકને નુકસાન થયેલ હોય તેને અનાવૃષિટ (દુષ્કાળ) નુ જોખમ ગણવામાં આવશે તેવો ઉલ્લેખ કરવામાં આવેલ છે. ત્યારે મોરબી જીલ્લાના ત્રણ તાલુકામાં ૩૧ ઓગસ્ટ સુધીમાં ૧૦ ઇંચથી ઓછો અને સતત ચાર અઠવાડીયા (૨૮ દિવસ) વરવાદ પડેલ ન હતો જેથી આ ત્રણ તાલુકાઓને અનાવૃષિટ (દુષ્કાળ) ગ્રસ્ત જાહેર કરવા માટેની કિશોરભાઇ ચિખલિયા દ્વારા મુખ્યમંત્રીને રજૂઆત કરવામાં આવી છે અને તેઓએ આંકડાકીય માહિતી પણ મોકલાવી છે જેમાં તેમણે જણાવ્યુ છે કે૩૧ ઓગસ્ટ સુધીમાં પડેલ વરસાદમાં હળવદ તાલુકામાં ૪.૭૨ ઇંચમાળીયા ( મી ) તાલુકામાં ૫.૯૮ ઇંચ અને મોરબી તાલુકામાં ૯.૫૨ ઇંચ વરસાદ થાય છે જેથી કરીને આ ત્રણેય તાલુકાનાં ખેડૂતોને "મુખ્યમંત્રી કિસાન સહાય યોજના"નો લાભ મળે તેને માટે યોગી કાર્યવાહી કરવા માટે રજૂઆત કરેલ છે.






Latest News