મોરબીમાં ઘરમાં ચોરી કરવા ઘૂસેલા શખ્સને માથક નજીક સોલાર પ્લાન્ટમાં બેફામ માર મારી હત્યા કરીને સમથેરવા ગામની સીમમાં લાશ ફેંકી દેવાના ગુનામાં સિરામિક ઉદ્યોગપતિ સહિત છ શખ્સોની ધરપકડ મોરબીના પાનેલી ગામે વાડીની ઓરડીમાં જુગાર રમતા 14 શખ્સો 4.70 લાખના મુદ્દામાલ સાથે ઝડપાયા માળીયા (મી)ના ત્રણ રસ્તા પાસેથી દારૂની 4,092 બોટલ ભરેલ ટ્રકને રેન્જ આઈજીની ટીમે પકડ્યો: 19.52 લાખનો મુદ્દામાલ કબજે, આરોપીઓની શોધખોળ માળિયા (મી)ના ખીરઈ ગામના પાટીયા પાસેથી 45 ઘેટાને કતલખાને લઈ જતી બોલેરો ગાડી સાથે અમદાવાદના બે શખ્સ હળવદના બુટબડા ગામે પગના દુખાવાની બીમારીથી કંટાળીને ઝેરી દવા પી ગયેલ યુવાનનું મોત: વાંકાનેરમાં તાવની બીમારીમાં વૃદ્ધનું મોત ટંકારા અને મોરબીમાં જુગારની જુદી જુદી બે રેડમાં છ શખ્સ ઝડપાયા મોરબીમાં ઓછા ભાવે રીક્ષામાં પેસેન્જર બેસાડતા યુવાન ઉપર બે સગા ભાઈઓએ છરી અને ધોકા વડે કર્યો હુમલો ટંકારામાં રહેણાંક મકાનમાંથી દાગીના રોકડ મળી 98 હજારથી વધુની ચોરી
Breaking news
Morbi Today

મોરબી જીલ્લામાં સ્થાનિક સંસ્થાઓ દ્વારા વિતરણ કરાતાં પાણીના લેબોરેટરી ટેસ્ટ કરાવવાની રમેશભાઈ રબારીએ કરી માંગ


SHARE







મોરબી જીલ્લામાં સ્થાનિક સંસ્થાઓ દ્વારા વિતરણ કરાતાં પાણીના લેબોરેટરી ટેસ્ટ કરાવવાની રમેશભાઈ રબારીએ કરી માંગ

ચોમાસા પછી મોરબી શહેર અને જીલ્લામાં ઘરે ઘરે માંદગીના ખાટલા જોવા મળી રહ્યા છે ત્યારે વધુમાં વધુ લોકો પાણીજન્ય રોગચાળાની જપેટમાં આવ્યા છે જેથી કરીને મોરબી જીલ્લામાં સ્થાનિક સંસ્થાઓ દ્વારા વિતરણ કરતાં પાણીના લેબોરેટરી ટેસ્ટ કરાવવાની મોરબી કોંગ્રેસનાં આગેવાન રમેશભાઈ રબારીએ માંગ કરેલ છે.

મોરબીમાં રહેતા કોંગ્રેસનાં આગેવાન રમેશભાઈ રબારીએ હાલમાં જિલ્લા કલેક્ટર અને પાણી પુરવઠા બોર્ડના અધિકારીને લેખિત રજૂઆત કરેલ છે જેમાં તેને જણાવ્યુ છે કેમોરબી તથા જિલ્લામાં સ્થાનિક સ્વરાજની સંસ્થાઓ દ્વારા વિતરણ કરવામાં આવે છે તે પાણી દૂષિત હોવાના લીધે હાલમાં ઘરે ઘરે પાણીજન્ય રોગચાળો છે હમણા વરસાદના પાણી સાથે નદીના પાણીમાં સિરેમિકસપેપર મીલ સહિતના એકમોના કચરો નદીના વરસાદી પાણી સાથે ડેમ અને ફિલ્ટર હાઉસમાં આવેલ છે અને ફિલ્ટર કર્યા પછી પાણી વિતરણ કરવામાં આવે છે તો પણ પાણીનાં કારણે પાણીજન્ય રોગચાળો ફાટી નીકળેલ છે તેવા સંજોગોમાં ડેમ અને ફિલ્ટર હાઉસમાંથી પાણીના નમૂના લેવા જોઈએ અને લોકોને શુધ્ધ પીવાનું પાણી મળે તે માટે જાહેર જનતાના હિતાર્થે તેઓએ મોરબી જીલ્લામાં સ્થાનિક સંસ્થાઓ દ્વારા વિતરણ કરતાં પાણીના લેબોરેટરી ટેસ્ટ કરાવવાની માંગ કરી છે. 






Latest News