ટંકારા નજીક આવેલ ધર્મજીવન કોટનની ઓફીસમાં જુગાર રમતા 19 શખ્સો 3.10 લાખનો મુદામાલ કબ્જે મોરબીના ખારચિયા ગામે કુવામાં ડૂબી જતા તરૂણ અને ટંકારાના બંગાવડી ગામે વાડીએ કુંડીમાં ડૂબી જવાથી બાળકનું મોત માળીયા (મી)ના નાના દહીસરા ગામ પાસે રેલવે ટ્રેક ઉપર એન્જિનની હડફેટે ચડી જતા આધેડનું મોત: વાંકાનેર બાઉન્ડ્રી પાસે હોટલની રૂમમાં બેભાન અવસ્થામાં યુવાનનું મોત ટંકારાના લજાઈ અને વાંકાનેરના સિંધાવદર ગામ પાસે જુગારની રેડમાં કુલ 11 શખ્સો ઝડપાયા હળવદના સુંદરગઢ ગામના પુલ પાસે ટ્રક ટ્રેલરના ચાલકે ઇકો અને ટ્રકને હડફેટે લીધા બાદ રાહદારી આધેડે કચડી નાખતા ઘટના સ્થળે જ મોત ટંકારા-વાંકાનેરમાં બે ઘરફોડ ચોરીની ઘટનાને અંજામ આપનારા વડોદરા-અમદાવાદના બે શખ્સની 4.39 લાખના મુદ્દામાલ સાથે ધરપકડ હળવદના રાતાભે ગામે ઘરમાં જુગાર રમતા 8 ઝડપાયા: 1.27 લાખનો મુદ્દામાલ કબજે મોરબી જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે જિલ્લા અધ્યક્ષ જયંતીભાઈ રાજકોટીયાના હસ્તે ધ્વજવંદન, નાની બરાર ગામમાં સરપંચ દ્વારા વિદ્યાર્થીઓને સ્ટેશનરી કીટનું વિતરણ
Breaking news
Morbi Today

મોરબીમાં વાલ્મિકી સમાજની બાળાઓનું પૂજન કરીને વાલ્મિકી જયંતિની ઉજવી


SHARE







મોરબીમાં વાલ્મિકી સમાજની બાળાઓનું પૂજન કરીને વાલ્મિકી જયંતિની ઉજવી

મોરબીના યંગ ઇન્ડિયા ગ્રુપ દ્વારા મહર્ષિ વાલ્મિકીની જન્મ જયંતિની પ્રેરણાદાયી ઉજવણી કરવામાં આવી હતી. જેમાં યંગ ઇન્ડિયા ગ્રુપે વાલ્મીકી સમાજની બાળાઓનું પૂજન કર્યું હતું. તેમજ વાલ્મીકી સમાજની બાળાઓને શુદ્ધ આરોગ્યપ્રદ આહારનું ભોજન કરાવી શિક્ષણ ક્ષેત્રે આગળ આવે તે માટે શૈક્ષણિક કીટ આપી હતી. અને મહર્ષિ વાલ્મીકીના જીવનમાંથી બાળકો શીખ લઈને દેશ અને સમાજનો સમતોલ વિકાસ કરે તેવો આ કાર્યક્રમ થકી મેસેજ અપાયો હતો. ત્યારે યંગ ઇન્ડિયા ગ્રુપના સભ્યોએ વાલ્મીકી જયંતિ નિમિત્તે સમાનતા, એકતા અને બધુંતાની ભાવના કાયમ માટે જળવાઇ રહે તે માટે વાલ્મીકી સમાજના લોકો સાથે સંવાદ કરીને આત્મીયતા કેળવી હતી. આ તકે વાલ્મીકી યુવા સંગઠનના સભ્યો મનોજભાઈ સોલંકી તથા મહેન્દ્રભાઈ પુરબીયા તેમજ યંગ ઇન્ડિયા ગ્રુપના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા. અને દેવેનભાઈ રબારીએ જણાવ્યું હતું કે, આપણે સૌ મહર્ષિ વાલ્મીકીને રામાયણના રચિયતા તરીકે આદર કરીએ છીએ. પરંતુ તેમના જીવનમાંથી બંધુતા, એકતા અને સમાનતાની શીખ મળે છે. આજે પણ આપણી વચ્ચે મહર્ષિ વાલ્મીકીના નામથી એક એવો સમાજ રહે છે કે જે વર્ષોથી સમાજમાંથી મેલું દૂર કરવાની કામગીરી કરે છે. પણ તેમના કામને લીધે હજુ પણ આ વાલ્મીકી સમાજ દેશની મુખ્ય સમાજધારા સાથે જોડાવવા મથામણ કરી રહ્યો છે. તેથી આજના આ દિવસે સમગ્ર દેશમાં વાડાબંધીની જડતા દૂર થાય અને ભારતીયતાની ભાવના કેળવાઈ તે માટેનો અમારો આ એક નાનકડો પ્રયાસ છે.






Latest News