મોરબીમાં મહિલા કોર્પોરેટરના પતિએ લાચાર મહિલાને પૈસા આપ્યા બાદ દુષ્કર્મ આચર્યુ, પાંચ વર્ષ બાદ નોંધાયો ગુનો વાંકાનેરના ભલગામ નજીક જુગાર રમતા ચાર શખ્સો 13,700 ની રોકડ સાથે ઝડપાયા ભગવાન મારી સાથે છે અને મારું સારું જ થશે: મોરબીમાં આપઘાત અટકાવવા માટે બીએપીએસ સ્વામિનારાયણ મંદિર દ્વારા નવતર પ્રયોગ અપમૃત્યુના ત્રણ બનાવ: ટંકારા તાલુકામાં જુદી જુદી બે જગ્યાએ ઝેરી દવા પી લેતા મહિલા અને આધેડનું મોત, વાંકાનેરના ભીમગુડા ગામે ઇલેક્ટ્રીક શોટ લાગતા યુવાનનું મોત મોરબીમાં જાહેરમાં જુગાર રમતા 7 શખ્સો 11,500 ની રોકડ સાથે ઝડપાયા મોરબીની સબજેલમાં રહેલા કેદી પાસેથી એક એન્ડ્રોઇડ મોબાઈલ અને સીમકાર્ડ મળી આવ્યુ !? સપ્લાયરો કમર તોડી નાખશે ?: મોરબીના સિરામિક ઉદ્યોગમાં વપરાતા પ્રોપેન ગેસના ભાવમાં પ્રતિ ટને 17 દિવસમાં 6400 નો વધારો ! મોરબીના આમરણ પાસે રોડ સાઈડમાં પલ્ટી મારી ગયેલ કન્ટેનરને હટાવવાનું કામ કરતાં સમયે થયો ટ્રાફિકજામ
Breaking news
Morbi Today

ટંકારાના છતર ગામે ખેતરમાં મૂકવામાં આવેલ ત્રણ લાખના ટ્રેક્ટર-ટ્રોલીની ચોરી


SHARE





ટંકારાના છતર ગામે ખેતરમાં મૂકવામાં આવેલ ત્રણ લાખના ટ્રેક્ટર-ટ્રોલીની ચોરી

ટંકારા તાલુકાના છતર ગામે જીઆઇડીસી પાસે આવેલ પેપર બ્લોક બનાવવાના કારખાનામાં ઉપયોગમાં લેવામાં આવતું ટ્રેક્ટર અને ટ્રોલી કારખાના બાજુમાં આવેલ ખેતરમાં મૂક્યા હતા દરમિયાન રાત્રિના સમયે કોઈ અજાણ્યા શખ્સ દ્વારા ટ્રેક્ટર તથા ટ્રોલિની ચોરી કરવામાં આવેલ છે જેથી કરીને ત્રણ લાખ રૂપિયાની કિંમતના વાહનની ચોરી થઈ હોવા અંગેની ભોગ બનેલા યુવાન દ્વારા ટંકારા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવવામાં આવી છે જેના આધારે પોલીસે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી છે

બનાવની જાણવા મળતી માહિતી પ્રમાણે મૂળ જોડિયા તાલુકાના જસાપર ગામના રહેવાસી અને હાલમાં મોરબીના રવાપર ગામે ક્રિષ્ના સ્કૂલવાળી શેરીમાં આવેલ ઓમકાર પેલેસ બ્લોક નં-૬૦૨ માં રહેતા જયેશભાઈ અમરશીભાઈ પનારા જાતે પટેલ (૪૭)એ ટંકારા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે અજાણ્યા શખ્સની સામે ચોરીની ફરિયાદ નોંધાવી છે જેમાં તેને જણાવ્યુ છે કે, ગત તા. ૨૭/૪ ના સાંજના સાત વાગ્યાથી લઈને તા. ૨૮/૪ ના સવારના આઠ વાગ્યા સુધીના સમયગાળા દરમિયાન તેમણે ટંકારા તાલુકાના છતર ગામે જીઆઇડીસી પાસે આવેલ તેઓના પેવાર બ્લોક બનાવવાના કારખાનામા ઉપયોગમાં લેતા ટ્રેકટર અને ટ્રોલિને તે કારખાનાની બાજુમાં આવેલ ખેતરે મૂક્યા હતા ત્યારે ફરિયાદીની માલિકીનું ટ્રેક્ટર નંબર જીજે ૩૬ એસી ૯૫૪૩ જેની કિંમત અઢી લાખ રૂપિયા તથા ટ્રેક્ટરની ટ્રોલી જેની કિંમત ૫૦,૦૦૦ રૂપિયા આમ કુલ મળીને ત્રણ લાખ રૂપિયાની કિંમતનું વાહન ત્યાંથી રાતના સમયે કોઇપણ અજાણ્યા શખ્સ દ્વારા ચોરી કરવામાં આવેલ છે જેથી ભોગ બનેલ યુવાન દ્વારા પોતાની જાતે ટ્રેક્ટર અને ટ્રોલીને શોધવા માટે થઈને શોધખોળ કરવામાં આવી હતી જો કે, ટ્રેક્ટર અને ટ્રોલીનો કોઈ જગ્યાએથી પતો લાગ્યો ન હતો માટે હાલમાં તેને ટંકારા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે અજાણ્યા શખ્સની એસએમે ચોરીની ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી છે અને આ અંગેની આગળની વધુ તપાસ ટંકારા તાલુકા પોલીસ સ્ટેશનના આર.એન. કંજારિયા ચલાવી રહ્યા છે

ચાર બીયરના ટીન

વાંકાનેરના જીનપરા જકાતનાકા પાસેથી પસાર થઈ રહેલા શખ્સને રોકીને પોલીસ દ્વારા ચેક કરવામાં આવતા તેની પાસેથી બીયરના ચાર ટીન મળી આવ્યા હતા જેથી કરીને પોલીસે ૪૦૦ ની કિંમતનો બિયરનો જથ્થો કબજે કર્યો હતો અને આરોપી સાગરભાઇ શામજીભાઈ સોલંકી જાતે કોળી (૨૧) રહે. જીનપરા શેરી નં-૧૩ રામજી મંદિર પાસે વાંકાનેર વાળાની ધરપકડ કરી હતી અને તેની સામે વાંકાનેર સિટી પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધી તેની પાસેથી મળી આવેલ બિયરના ટીન તે ક્યાંથી લાવ્યો હતો તે દિશામાં પોલીસે તપાસ શરૂ કરી છે




Latest News