વાંકાનેર વિધાનસભા બેઠકના વિસ્તારમાં 11 કરોડના ખર્ચે બનનારા નવા રોડનું ધારાસભ્યએ કર્યું ખાતમુહૂર્ત મોરબી મહાપાલિકાની ચૂંટણી લડવા માટે કોંગ્રેસમાં ૮૨ આગેવાનો સેન્સ પ્રક્રિયામાં જોડાયા મોરબીમાં બંધ પડેલા સિરામિક કારખાનાના શેડ બન્યા ક્રિકેટ મેચના મેદાન: વિડીયો સોશ્યલ મીડિયામાં વાયરલ મોરબીના નવા ફડસર ગામે માલિકીની જગ્યામાં કરેલ કચરાના ઢગલા ઉપાડવાનું કહેતા વૃદ્ધ ઉપર બે શખ્સોએ કર્યો કુહાડી અને ધોકા વડે હુમલો હળવદના સાપકડા ગામે વાડીના શેઢે ઉભા કરેલા થાંભલા કાઢી નાખતા શખ્સને સમજાવવા ગયેલ આધેડને માથામાં ધોકો ફટકારતા 8 ટાંકા આવ્યા હળવદ નજીક નર્મદાની કેનાલમાં ડૂબી ગયેલા બંને યુવાનોના મૃતદેહ પાણીમાંથી બહાર કાઢીને પીએમમાં ખસેડાયા વાંકાનેરના રાજા વડલા ગામે વાડી આવેલ કુવામાં કોઈપણ કારણોસર પડી જવાથી વૃદ્ધનું મોત ઈરાન-ઇઝરાયેલ યુધ્ધની ભયાનક અસર: મોરબીથી ટાઇલ્સ ભરીને મોકલાવેલ 1500 કન્ટેનર પાછા આવ્યા, ઉદ્યોગકારોને મોટું નુકશાન
Breaking news
Morbi Today

હળવદના માથક ગામે વાડાની જમીન નામે ચડાવવા ગ્રામ પંચાયત કચેરીમાં તલાટી ઉપર પિતા પુત્રએ કર્યો છરી વડે હુમલો


SHARE











હળવદના માથક ગામે વાડાની જમીન નામે ચડાવવા ગ્રામ પંચાયત કચેરીમાં તલાટી ઉપર પિતા પુત્રએ કર્યો છરી વડે હુમલો

હળવદ તાલુકાના માથક ગામે તલાટી તરીકે ફરજ બજાવતા યુવાન ઉપર ગ્રામ પંચાયત કચેરીમાં વાડાની જમીન નામે ચડાવી દેવા બાબતે પિતા અને પુત્રએ તેની સાથે ઝઘડો કર્યો હતો અને ત્યારે ગાળો આપીને છરી વડે હુમલો કર્યો હતો જેમાં તલાટીને ડાબા હાથની કોણીના ભાગે છરી મારીને ઇજા કરી હતી તેમજ મોઢા ઉપર ડાબી આંખમાં મુકો મારીને ઇજા કરતાં ઇજા પામેલ તલાટીને સારવાર માટે હોસ્પિટલે લઈ ગયા હતા અને ત્યાંથી સારવાર લીધા બાદ તેણે બે શખ્સોની સામે હળવદ તાલુકા પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધાવતા પોલીસે સરકારી ફરજમાં રુકાવટ સહિતની કલમો હેઠળ ગુનો નોંધીને આરોપીઓને પકડવા માટે ચક્રોગતિમાન કર્યા છે

બનાવી જાણવા મળતી માહિતી પ્રમાણે હળવદ તાલુકાના ઘનશ્યામપુર ગામે રબારીવાસમાં રહેતા અને માથક ગામે ગ્રામ પંચાયતમાં તલાટી તરીકે ફરજ બજાવતા જગદીશભાઈ કરમશીભાઈ આલ જાતે રબારી (૪૫)એ હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે હરપાલસિંહ જયવંતસિંહ ઝાલા અને તેના દીકરા મિતરાજસિંહ હરપાલસિંહ રહે. બંને માથાક વાળાની સામે ફરિયાદ નોંધાવેલ છે જેમાં તેને જણાવ્યુ છે કે, તે ગ્રામ પંચાયત કચેરી ખાતે હાજર હતા ત્યારે હરપાલસિંહ ઝાલાએ ત્યાં આવીને માથક ગામમાં આવેલ વાડાની જગ્યા પોતાના નામે ચડાવી દેવા બાબતે તેની સાથે બોલાચાલી ઝઘડો કરીને જેમ ફાવે તેમ ગાળો આપી હતી ત્યારે ફરિયાદી યુવાને ગાળો આપવાની ના પાડતા હરપાલસિંહ ઝાલાએ છરી વડે ફરિયાદી ઉપર હુમલો કર્યો હતો અને તેના હાથને પકડી રાખતા ઝપાઝપી થઈ હતી ત્યારે ત્યાં હાજર રહેલ મિતરાજસિંહ ઝાલાએ ફરિયાદીને ડાબી આંખના ભાગે મોકો મારીને ઇજા કરી હતી અને ત્યારબાદ હરપાલસિંહ ઝાલાએ તેના પાસે રહેલ છરી વડે ફરિયાદીને ડાબા હાથની કોણી પાસે ઈજા કરી હતી તેમજ જાનથી મારી નાખવાની ધમકી આપી હતી જેથી કરીને ભોગ બનેલ તલાટીએ સારવાર લીધા બાદ હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવતા પોલીસે આઇપીસી કલમ ૩૩૩૩૩૨૩૫૩૨૯૪(ખ)૫૦૬(૨),૧૧૪ તથા જી.પી. એકટ કલમ ૧૩૫ મુજબ ગુનો નોંધીને આરોપીઓને પકડવા માટે ચક્રોગતિમાન કરેલ છે






Latest News