ટંકારા નજીક આવેલ ધર્મજીવન કોટનની ઓફીસમાં જુગાર રમતા 19 શખ્સો 3.10 લાખનો મુદામાલ કબ્જે મોરબીના ખારચિયા ગામે કુવામાં ડૂબી જતા તરૂણ અને ટંકારાના બંગાવડી ગામે વાડીએ કુંડીમાં ડૂબી જવાથી બાળકનું મોત માળીયા (મી)ના નાના દહીસરા ગામ પાસે રેલવે ટ્રેક ઉપર એન્જિનની હડફેટે ચડી જતા આધેડનું મોત: વાંકાનેર બાઉન્ડ્રી પાસે હોટલની રૂમમાં બેભાન અવસ્થામાં યુવાનનું મોત ટંકારાના લજાઈ અને વાંકાનેરના સિંધાવદર ગામ પાસે જુગારની રેડમાં કુલ 11 શખ્સો ઝડપાયા હળવદના સુંદરગઢ ગામના પુલ પાસે ટ્રક ટ્રેલરના ચાલકે ઇકો અને ટ્રકને હડફેટે લીધા બાદ રાહદારી આધેડે કચડી નાખતા ઘટના સ્થળે જ મોત ટંકારા-વાંકાનેરમાં બે ઘરફોડ ચોરીની ઘટનાને અંજામ આપનારા વડોદરા-અમદાવાદના બે શખ્સની 4.39 લાખના મુદ્દામાલ સાથે ધરપકડ હળવદના રાતાભે ગામે ઘરમાં જુગાર રમતા 8 ઝડપાયા: 1.27 લાખનો મુદ્દામાલ કબજે મોરબી જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે જિલ્લા અધ્યક્ષ જયંતીભાઈ રાજકોટીયાના હસ્તે ધ્વજવંદન, નાની બરાર ગામમાં સરપંચ દ્વારા વિદ્યાર્થીઓને સ્ટેશનરી કીટનું વિતરણ
Breaking news
Morbi Today

મોરબી જીલ્લામાં સફાઇ કામદારને ભૂગર્ભ ગટર, ખાળકૂવામાં સફાઇ કરાવવા ઉતરવા/ઉતારવા ઉપર પ્રતિબંધ


SHARE







મોરબી જીલ્લામાં સફાઇ કામદારને ભૂગર્ભ ગટર, ખાળકૂવામાં સફાઇ કરાવવા ઉતરવા/ઉતારવા ઉપર પ્રતિબંધ

મેન્યુઅલ સ્કેવેન્જર્સની પ્રથા નાબુદ કરવા સંદર્ભે ‘ધી પ્રોહીબીશન ઓફ એમ્પ્લોયમેન્ટ એઝ મેન્યુઅલ સ્કેવેન્ઝર્સ એન્ડ ધેર રીહેબીલીટેશન એકટ-૨૦૧૩’ નો અમલ તા. ૧૯/૦૯/૨૦૧૩ તથા તે હેઠળ બનેલ નિયમનો તા.૧૨/૧૨/૨૦૧૩થી સમગ્ર દેશમાં કરવામાં આવેલ છે. આ કડક કાયદાનો મુખ્ય હેતુ કોઈપણ સફાઇ કામદારને ભૂગર્ભ ગટર તેમજ ખાળકૂવામાં સફાઇ કરાવવા, ઊંડે ઉતરવા/ઉતારવા પર પ્રતિબંધ ફરમાવી, ગેસ ગળતરને કારણે કામદારોના સંભવિત મૃત્યુની દુર્ઘટના સંપૂર્ણ રીતે અટકાવવાનો છે.

મોરબી જિલ્લા પંચાયત વિસ્તારમાં આવેલ ખાનગી મિલ્કત/સોસાયટી/ફલેટ/રહેણાંક વસાહતો/ હોટલ/ દુકાનો/ રેસ્ટોરન્ટ/ હોસ્પીટલ/ પેઢીઓ/ કારખાનાઓ/ સંસ્થાઓ/ ધર્મશાળાઓ/ ગેસ્ટહાઉસ/ સમાજવાડીઓ/ ધાર્મિક મંદિરો/ શાળા/ કોલેજ/ હોસ્ટેલ વગેરેની અંદર કે આજુબાજુમાં આવેલ ભૂગર્ભ ગટર તેમજ ખાળકુવા સાફ કરવા માટે ક્યારેય કોઈપણ સફાઇ કામદારોને ભૂગર્ભ ગટર/ખાળકૂવા સફાઇ કરાવવા માટે ઊંડે ઉતારવાના રહેશે નહિ કે તે માટે કોઈ ફરજ પાડી શકશે નહી. આ અધિનિયમની જોગવાઈ અનુસાર ગટર સફાઇ દરમિયાન થતાં મૃત્યુ તથા દિવ્યાંગતાના કિસ્સામાં જે વ્યક્તિ/ સંસ્થા/ સોસાયટી/કોન્ટ્રાકટર દ્વારા સફાઇ કામદારોને ગટર સફાઇ માટે રોકવામાં આવેલ હોય તે જવાબદાર વ્યક્તિ/ સંસ્થા/ સોસાયટી/ કોન્ટ્રાકટર સામે ગેરકાયદેસર કૃત્ય બદલ ફોજદારી રાહે પગલા ભરવાની જોગવાઈ ઉપરાંત સુપ્રીમ કોર્ટના રીટ પિટિશનના ચુકાદાથી ગટર ગૂંગડામણને કારણે મૃત્યુ પામેલ સફાઇ કામદારોના મૃત્યુના કેસમાં સફાઇ કામદારોના વારસદારોને ૧૦.૦૦ લાખનું વળતર ચૂકવવા આદેશ આપવામાં આવેલ છે.

સુપ્રીમ કોર્ટના તા.૨૦/૧૦/૨૦૨૩ના ચુકાદા મુજબ વળતરની રકમમાં વધારો કરી ૩૦.૦૦ લાખ ચૂકવવા આદેશ કરેલ છે અને ભોગ બનનાર મૃતકોના વારસદારોને જો ૧૦.૦૦ લાખનું ચૂકવણું કરવાનું બાકી હોય તેવા તમામ વરસદારોને ૩૦.૦૦ લાખનું ચૂકવણું કરવા તેમજ ગટર સફાઇ દરમિયાન ઉદભવતી દિવ્યાંગતાના કિસ્સામાં દિવ્યાંગતા અનુસાર ન્યૂનતમ ૧૦.૦૦ લાખનું વળતર અને કાયમી દિવ્યાંગતાના કિસ્સામાં ન્યૂનતમ ૨૦.૦૦ લાખનું વળતર ચૂકવવા આદેશ કરેલ છે. કાનૂની ફરજ ઉપરાંત માનવતાની દ્રષ્ટીએ પણ આ જોખમી કામગીરી અપરાધ હોવાથી આપણે સૌને સાથે મળી ગેસ ગળતરથી થતાં અકાળે મૃત્યુને સંપૂર્ણપણે અટકાવવા માટે સહકાર આપવા મોરબી જિલ્લા સમાજ કલ્યાણ અધિકારી-જિલ્લા પંચાયતની યાદીમાં જણાવાયું છે.






Latest News